ભારે હિમવર્ષાને કારણે અહિંયા 3 દિવસ લોકો રહ્યા ભુખ્યા-તરસ્યા, પીવા માટે કરવું પડ્યું આ કામ, તસવીરો જોઇને તમને પણ ચઢી જશે ઠંડી

જાપાનમાં બુધવારથી ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે હાઈવે પર એટલો લાંબો જામ રહ્યો હતો કે હજારો વાહનો રસ્તા પર ખડકાયેલા રહ્યા અને લોકોને પોતાના વાહનમાં જ બેસી રસ્તા પર રાત વિતાવવી પડી હતી. હિમવર્ષાના કારણે રસ્તા બ્લોક થઈ ચુક્યા હતા અને લોકો આવી સ્થિતિમાં ભૂખ્યા-તરસ્યા કાર અને અન્ય વાહનમાં બેસી રહ્યા હતા. જાણવા મળ્યાનુસાર અહીં અંદાજે 1000 થી વધુ વાહનો ફસાયેલા હતા.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં રેકોર્ડ બ્રેક બરફવર્ષા દેશના કેટલાક ભાગોમાં થતા આવી સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે મળતી વધુ જાણકારી અનુસાર જાપાનના નિગાતા અને ગનમા પ્રાંતમાં વધુ હિમવર્ષા થઈ રહી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લગભગ 2 મીટર એટલે કે 6.6 ફૂટ જેટલા બરફ અહીં પથરાઈ ગયેલો જોવા મળ્યો હતો. ભારે બરફવર્ષાને કારણે અહીં વીજ પુરવઠો પણ બંધ કરવો પડ્યો હતો. ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં વીજળી વિના અંદાજે 10,000 થી વધુ ઘરો અંધકારમય થઈ ગયા હતા.

image source

જાપાનના સમુદ્રના કાંઠે આવેલા નિગાતાને ટોક્યોથી જોડતા એકસપ્રેસ વે પર મુસાફરી કરનારા લોકો પણ બરફવર્ષામાં ફસાયા હતા. બરફવર્ષાના કારણે રસ્તા પર અટવાયેલી કારની સંખ્યા ગુરુવારે ઝડપથી વધવાનું શરૂ થયું હતું અને પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. એક અહેવાલ અનુસાર આ સમયે વાહનોની લાઈન 16.5 કિ.મી. સુધી લાંબી થઈ ગઈ હતી.

image source

આ એક્સપ્રેસ વે પર રાહતકાર્ય કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ વાહનોના ડ્રાઇવરોને જમવાનું, ઈંધણ અને ધાબળાનું વિતરણ કર્યું હતું. નિગાતા પ્રાંતમાં રસ્તા સાફ કરતા લોકોની તસવીરો અને બરફથી ઢંકાયેલો એક્સપ્રેસ હાઈવે અને તેના પર અટવાયેલા વાહનોની તસવીરો સામે આવી છે તે જોઈને તમને પણ અહીંની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો ખ્યાલ આવી શકે છે.

image source

ટ્રાફિક જામથી અજાણ વાહન ચાલકો હાઈવે પર આવતા રહ્યા અને ગાડીઓની લાઈન લાંબી થતી રહી. બુધવાર રાતથી શુક્રવાર બપોર સુધી રસ્તા પર વાહનોની કતારો જોવા મળી હતી. આટલા સમય દરમિયાન વાહનમાં સવાર લોકો પાસે પીવા માટે પાણી પણ બચ્યું ન હતુ. ત્યારે લોકોએ રસ્તા પર પડેલા બરફને બોટલમાં ભરી અને તેને ઓગાળી અને પાણી તરીકે ઉપયોગમાં લીધું હતું.

image source

અહીં નજીકના બીજા એક્સપ્રેસ વે પર પણ ટ્રાફિક જામ થયો હતો, જેમાં 300 વાહનો ફસાયેલા હતા. બુધવારથી ગુરુવાર સવાર સુધી અહીં ટ્રાફિક જામ રહ્યો હતો. જાપાનની હવામાન એજન્સી અનુસાર શુક્રવાર સુધી આ વિસ્તારમાં ભારે બરફની આગાહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ