વેજીટેબલ મંન્ચૂરિયન – હોટલ કે લારી જેવુંજ મંન્ચૂરિયન ઘરે બનાવવાની પરફેક્ટ રીત

વેજીટેબલ મંન્ચૂરિયન :-

• બાળકોનુ મનપસંદ ચાઈનીઝ લારી કે હોટલ કરતાં પણ વધુ ટેસ્ટી વેજીટેબલ મંન્ચૂરિયન હજુ સુધી બનાવ્યું નથી તો આજે જ બનાવી લો વિડીયો રેસીપી દ્રારા

• આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.

• નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો..

સામગ્રી:-

  • • 700 ગ્રામ ખમણેલું કોબીજ
  • • 2 નંગ મોટા છીણેલા ગાજર
  • • 4 થી 5 ઝીણી સમારેલી લીલી ડુંગળી
  • • 2 નંગ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • • 1 ટુકડો આદું ની પેસ્ટ
  • • 7 થી 8 કળી ક્રશ કરેલું લસણ
  • • 1 બાઉલ મેંદો
  • • 3 થી 4 ચમચી કોનૅફ્લોર
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • • 1 ચમચી રેડ ચીલી સોસ
  • • 2 ચમચી સોયા સોસ

 વઘાર માટે

  • • 4 ચમચા તેલ
  • • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • • 1 ઝીણું સમારેલું કેપ્સિકમ
  • • 1 બાઉલ લીલું લસણ
  • • 1 બાઉલ લીલી ડુંગળી
  • • 1 મોટો બાઉલ ખમણેલું કોબીજ
  • • 2 ચમચી રેડ ચીલી સોસ
  • • 2 ચમચી ગ્રીન ચીલી સોસ
  • • 2 ચમચી સોયા સોસ
  • • 1 ચમચી કેચપ
  • • 1 ચમચી વિનેગર
  • • ½ ગ્લાસ પાણી
  • • 2 ચમચી

રીત:-

• સ્ટેપ 1:-એક વાસણમાં છીણેલું કોબીજ લો. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લો અને લીલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર, આદું અને લસણ ઉમેરી મિક્સ કરી લો. અને એમાં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, મિક્સ કરી લો.

• સ્ટેપ 2:-હવે એમાં કોનૅફ્લોર, અને જરૂર પ્રમાણે મેંદો ઉમેરીને ઢીલો લોટ બાંધી લેવો.

• સ્ટેપ 3:-હવે આ લોટના ગોળ ગોળ બોલ્સ વાળી લો. અને તળવા માટે તેલ ગરમ કરવા મૂકો

• સ્ટેપ 4:-તેલ ગરમ થાય ત્યારે તેમાં મંન્ચૂરિયન બોલ્સ તળવા માટે ઉમેરો ત્યારે ગેસ ની ફ્લેમ ધીમી રાખવી અને ત્યારબાદ મિડિયમ કરવી. અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. તો હવે મંન્ચૂરિયન તળાઈ ગ્યા. એક પ્લેટ માં મુકીશુ.

• સ્ટેપ 5:-હવે એક કડાઈમાં 4 મોટા ચમચા તેલ ગરમ કરવા માટે મુકવું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો, ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 બાઉલ લીલું લસણ, 1 બાઉલ લીલી ડુંગળી, 1 મોટો બાઉલ ક્રશ કરેલું કોબીજ ઉમેરો અને મિક્સ કરી લો. સાતળી લો.

• સ્ટેપ 6:- હવે એમાં 2 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી ગ્રીન ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી કેચપ, 1 ચમચી વિનેગર,½ ગ્લાસ પાણી, ઉમેરી કુક થવા દો. અને એક બાઉલમાં 2 ચમચી કોનૅફ્લોર લો અને ઠોડુ પાણી ઉમેરીને સ્લરી બનાવી ને ઉમેરો અને ફ્રાય કરેલા મંન્ચૂરિયન બોલ્સ ઉમેરીને બધું જ બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 7:- તો ખૂબ જ ટેસ્ટી મંન્ચૂરિયન રેડી છે. ઉપર થોડી સમારેલી લીલી ડુંગળી ઉમેરીને પ્લેટ માં સવૅ કરી લો.

• નોંધ:- • તમે ટેસ્ટ પ્રમાણે ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, વધઘટ કરી શકો છો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.