ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની મિમ્સ

ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા જ સોશિયલ મડિયા પર વાયરલ થયા ફની મિમ્સ, જાણે ભવિષ્યવાણી કરી હોય તેમ 14-6-2020ના તારિખિયા પર ભુકંપને લઈને લખવામાં આવ્યો હતો આ ગૂઢ પણ ફની મેસેજ

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ માઝા મૂકી છે. ક્યાંય પણ સંક્રમણ ઘટવાની શક્યતાઓ નથી જોવા મળી રહી. અધૂરામાં પૂરું ચીનના બીજીંગમાં પણ ફરી વાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. તો વળી ગઈ કાલે એટલે કે 14મી જૂન 2020ના રોજ રાત્રે 8.13 વાગીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભયભીત લોકો તરત જ બહુમાળી ઇમારતોમાંથી નીચે ઉતરી આવ્યા હતા. પણ આ બધા વચ્ચે ગુજરાતી કેલેન્ડરનું તારીખિયુ વાયરલ થઈ રહ્યું છે. આને જોગાનું જોગ કહો કે ગૂઢ ભવિષ્યવાણી કહો પણ છે અચરજ ઉપજાવતું.

image source

તમને જણાવી દઈએ કે વાયરલ થયેલા આ તારિખિયામાં 14-06-2020ની તારીખ છે અને સાથે ભુકંપ વિષે એક રમૂજી ટૂચકો પણ લખવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે, ‘દુખ તો બધી દિવાલોનું જ છે, સાહેબ ખુલ્લામાં રહો તો ધરતીકંપ પણ કાંઈ બગાડી શકતો નથી.’ આ મેસેજ કે જોક જાણે ભુકંપની ભવિષ્યવાણી કરી રહ્યો હોય તેવું ભાસી રહ્યું છે. જેની હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે.

આ ઉપરાંત પણ ભૂકંપને લઈને ઘણા બધા મીમ્સ ગણતરીની મિનિટોમાં સોશિયલ મિડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. આજે અમે તમારા માટે આવા જ કેટલાક મિમ્સ લઈને આવ્યા છે જે આ કટોકટીની ક્ષણે પણ તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે.

ટ્વીટર પર એક નાનકડી કાર્ટૂન ક્લીપ શેર કરવામાં આવી છે જેમાં એક વ્યક્તિ પોતાના ફ્લેટમાં સુઈ રહ્યો છે અને ભુકંપ આવે છે અને તેની પથારી હલી ઉઠે છે. આ ક્લીપ શેર કરતા લખ્યું છે, ‘હાલની ઘડીએ ગુજરાતના લોકો’ #earthquake

તો વળી કીશન નામના એક ટ્વિટર હેન્ડલ પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ચાર સ્ક્રીન શોટ્સ શેર કરવામા આવ્યા છે જેમાં પહેલા સ્ક્રીન શોટમાં જેઠા લાલને ચકિત થતો બતાવવામાં આવ્યો છે, બીજામાં તેને આંખ ચોળતો બતાવવામાં આવ્યો છે, ત્રીજા જાણે શું થઈ રહ્યું છે તેવો ભાવ વ્યક્ત કરતો બતાવવામાં આવ્યો છે અને ચોથામાં તે જાણે મુંઝવણમાં મુકાઈ રહ્યો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સ્ક્રીન શોટ્સમાંના જેઠા લાલના ચહેરાના ભાવ જેવી જ સ્થિતિ ગઈ કાલે રાત્રે ગુજરાત વાસીઓની હતી.

તો વળી એક ટ્વીટર અકાઉન્ટ પર ફિલ્મ હંગામાનો એક સ્ક્રીન શોટ શેર કરવામા આવ્યો છે જેમાં અભિનેતા રાજપાલ યાદવને દર્શાવવામાં આવ્યો છે અને નીચે ડાયલોગ લખવામાં આવ્યો છે, ‘હમ કોઈ મંદીર કા ઘંટા હૈ કી કોઈ ભી આકે બજા જાતા હૈ.’

તો વળી જતીન સોલંકી નામના ટ્વીટર હેન્ડલ પર ફરી વાર રાજપાલ યાદવનો જ એક સ્ક્રીન શોટ ફિલ્મ હંગામાનો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તે ફિલ્મમા બોલી રહેલો ડાયલોગ શેર કરવામાં આવ્યો હતો, ‘હમ કો ઔર મારો, હમ કો ઝિન્દા મત છોડો સાલો’ કોરોના, વાવાઝોડુ અને ભુકંપ આ બધી જ આપત્તિઓથી ત્રસ્ત મનુષ્યની આ લાગણી છે.

આ સિવાય ફિલ્મ પીકે નો પણ એક સ્ક્રીન શોટ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ પર પણ તેને શેર કર્યો હતો. જેમાં પીકે એટલે કે આમીર ખાન ફિલ્મમાં પોતાના બિસ્ત્રા પોટલા લઈને જઈ રહ્યો છે. અને નીચે લખવામાં આવ્યું છે, ‘ઇ ગોલામાં અબ નહીં રેહના’ વર્ષ 2020 કોઈ પણ યાદ રાખવા નથી માગતું. લોકો આ આફત દાયક વર્ષને સદંતર રીતે પોતાની મેમરીમાંથી ઇરેઝ કરવા માગે છે અને આતૂરતાથી આ વર્ષના અંતની રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ