અલવિદા સુશાંત: પરિવારની હાજરી વચ્ચે આજે મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર

આજે થશે સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર, બિહારથી પિતા સહિત ચાર અન્ય લોકો આવશે મુંબઈ

બોલિવુડમાં ધોની ફિલ્મ પછી પોતાનું અલગ સ્થાન બનાવી ચુકેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના કાલે ઘટી હતી. સુશાંત સિંહની લાશ એમના બાંદ્રા સ્થિત ઘરમાંથી ફાંસી લગાવેલી સ્થિતિમાં મળી હતી.

image source

જો કે પોલીસ હજુ પણ ઘટના સ્થળે રહીને તપાસ કરી રહી છે. આવા સમયે સુશાંત સિંહના આમ ઓચિતા નિધનથી બોલીવુડમાં આશ્ચર્ય અને શોકની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકોએ એમને પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપી છે.

બોલિવુડ અને રાજનૈતિક લોકોમાં પણ આશ્ચર્ય

image source

ઉલ્લેખનીય છે કે મૂળ બિહારના રહેવાસી બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના એમના ઘરમાં આત્મહત્યા કરી લીધી. આવી ઓચિંતી ઘટનાથી તેમના ચાહકો જ નહી બોલિવુડ અને રાજનૈતિક લોકોમાં પણ આશ્ચર્ય વ્યાપી રહ્યું છું. સુશાંત સિંહના આજે મુંબઈમાં જ અંતિમ સંસ્કાર થશે. આ જાણકારી પણ સુશાંતના ફેમિલી ફ્રેન્ડ નિશાંત જૈને આપી છે.

image source

એમના અંતિમ સંસ્કારમાં જોડાવા માટે આજે 11.20 કલાકની ફ્લાઈટથી તેમના પિતા, ધારાસભ્ય નીરજ બબલૂ સાથે બે અન્ય લોકો પણ મુંબઈ આવી જશે. આ સમયે સેન્ટ કરેન્સ હાઈ સ્કૂલના શિક્ષક પ્રભાકર પ્રસાદે આ બાબતે જણાવ્યું હતું કે, સુશાંત એક મેઘાવી વિદ્યાર્થી હતા અને રેગ્યુલર ક્લાસ પણ એટન્ટ કરતા હતા.

સુશંતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ થશે.

બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આજના દિવસે અંતિમ સંસ્કાર મુંબઈ એટલે કે એમની કર્મભૂમિ પર જ થશે. આ સંસ્કાર વિધિમાં જોડાવા પટનાથી પિતા કેકે સિંહ અને પિતરાઈ ભાઈ તેમજ સુપૌલથી બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબૂલ સાથે અન્ય બે લોકો પણ આજે સવારે 11.20 કલાકની ફ્લાઈટમાં મુંબઈ આવી પહોચશે. આપને જણાવી દઈએ કે સુશાંતની માતાનું નિધન 2002માં હતું. એમના પરિવારમાં પિતા અને ચાર બહેન છે. જેમાંથી એક મિતુ સિંહ એ રાજ્ય સ્તરની ક્રિકેટ ખેલાડી છે.

image source

મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ પછી જાહેર થશે

સુશાંત સિંહ રાજપૂત દ્વારા રહસ્યમય રીતે પોતાના આવાસ પર ફાંસી લગાવ્યા બાદ, એમને ડો. આરએન કપૂર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. કોરોના પરીક્ષણ કરીને ત્યાંથી એમના શરીરને પોસ્ટમાર્ટમ રૂમમાં લઈ જવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી.

image source

મુંબઈના ડીસીપી ઝોન-9 અભિષેક ત્રિમુખે એએનઆઈને જણાવ્યું કે, પોલીસ પોસ્ટમાર્ટમ રિપોર્ટ મળ્યા પછી જ એમની મોતનું મૂળ કારણ જણાવી શકશે. આ સાથે જ આજે એમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યા છે.

ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી

image source

જો કે સુશાંત સિંહ રાજપૂતની બહેને આ અંગે કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાની ન હોવા વિશે જણાવ્યું હતું. જો કે તેમ છતાં પોલીસ તપાસને આર્થિક સાથે પર્સનલ મુશ્કેલીને ધ્યાનમાં લઈ કરી રહી છે.

જો કે આ અંગે પોલીસ સુશાંતના ડોક્ટર સાથે પણ વાત કરશે, જે છેલ્લા 5-6 મહિનાથી એમના ડિપ્રેશનની સારવાર કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહની પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી.

image source

ઘટના સમયે ઘરમાં ચાર લોકો હાજર હતા

મુંબઈ પોલીસના સૂત્રો મુજબ, સુશાંતે જ્યારે આત્મહત્યા કરી, ત્યારે એમના ઘરમાં ચાર લોકો હાજર હતા. જેમાંથી બે કૂક, મેડ અને એક મિત્ર હતો. સુશાંત પોતાના બેડરૂમમાં એકલો હતો. જો કે લાંબા સમય સુધી જ્યારે તે બહાર ન આવ્યો, તો આ ત્રણ લોકોએ ચાવી બનાવનારને બોલાવીને દરવાજો ખોલ્યો હતો અને તરત જ ડોક્ટર અને પોલીસને સૂચના આપી હતી.

image source

સુશાંત સિંહ રાજપૂતના ઘરે જ્યારે તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ ઘરમાંથી એક પોલીથીન લઈને બહાર નીકળી હતી. આ પોલીથિનમાં કેટલીક દવાઓ અને મહત્વના સુરાગ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતને અનેક સેલેબ્રેટીએ શ્રદ્ધાંજલિ આપી હતી

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને પોતાની ટ્વીટમાં કહ્યું કે, તેણે મને ખૂબ પ્રેમ કર્યો છે. હું તેને ખૂબ જ યાદ કરીશ. તેની એનર્જી, ઉત્સાહ અને તેની મુસ્કાન. અલ્લાહ તેના આત્માને શાંતી આપે. મારી સંવેદના તેના પરિવાર સાથે છે. આ ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર છે.

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ લખ્યું હતું કે, સુશાંત તે જ તો કહ્યું હતું કે, આપણે બંને એક દિવસ સાથે ટેનિસ રમીશુ. તુ તો એકદમ ખુશ મિજાજી હતો, અને જ્યાં પણ જાય ત્યાં ખુશી જ ફેલાવતો. અમને તો બિલકુલ અંદાજ પણ ન થયો કે, તુ અંદરથી કેટલો દુખી હોઈશ. આ દુનિયા તને મિસ કરશે. તારી આત્માને શાંતી મળે મારા દોસ્ત.

લતા મંગેશકરે પણ પોતાની ટ્વીટમાં સુશાંતને સંબોધીને લખ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળીને મને મોટો આઘાત લાગ્યો છે. અમારી ક્યારેય મુલાકાત નથી થઈ પણ ધોની ફિલ્મમાં એમણે જે સુંદર અભિનય કર્યો છે તેને હું ક્યારેય ભૂલી શકીશ નહિ. હું તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છુ. ઈશ્વર એમની આત્માને શાંતી આપે.

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે લખ્યું હતું કે, ‘બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે ખૂબ જ મહેનત અને ટેલેન્ટ જોઈએ છે. અને તમે તો તમારી સારી જગ્યા બનાવી હતી. ખૂબ જ દુખ છે કે, તમે આ દુનિયા આમ ઘણી વહેલી છોડીને જતા રહ્યા.

એક્ટ્રેસ પ્રાંચિ દેસાઈએ આ ઘટના પર લખ્યું હતું કે, ‘બસ કોઈ કહી દે કે આ એક ખરાબ સપનુ છે.’

રાજનેતાઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અપાવામાં આવી

આ સમાચારથી અત્યારે જ્યારે આખાય બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આપણા દેશના વડાપ્રધાને પણ સુશાંત સિંહના આ પ્રકારે થયેલ મૃત્યુ પર શોક જતાવતાં ટ્વીટ કરી હતી કે, ‘સુશાંત સિંહ રાજપૂત એક ઉજ્જવલ યુવા અભિનેતા ખૂબ વહેલા જતા રહ્યા. તેમણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું. મનોરંજનની દુનિયામાં તેમના ઉદયે ગણા લોકોને પ્રેરિત કર્યા અને પોતાની પાછળ પોતાની યાદગાર પરફોર્મેન્સ છોડી ગયા. તેમના નિધનથી સ્તબ્ધ. મારી દુઆ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.’

image source

સુશાંતના મૃત્યુ પર કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણવ્યું હતું કે, ‘ સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે સાંભળીને મને દુખ થયું છે. એક યુવા અને પ્રતિભાશાળી અભિનેતા, ખૂબ જ વહેલા દુનિયા છોડી ગયા. તેમના પરિવાર, મિત્રો અને દુનિયાભરમાં રહેલા તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ