કોરોના એ તો ભારે કરી: જોઇ લો વિડીયોમાં તમે પણ અમેરિકામાં આ ગુજરાતી પરિવાર કેવી રીતે કર્યો દીકરીનો બર્થ ડે સેલિબ્રેટ

અમેરિકામાં એક ગુજરાતી પરિવારે આ રીતે ઉજવણી કરી પોતાના દીકરીના જન્મદિવસની

દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. અમેરિકામાં પણ કોરોના વાયરસના કારણે સ્થિતિ ખૂબ જ કફોડી હોવાનું જાણવા મળી રહ્યું છે. પણ, ધીમે-ધીમે ત્યાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા જનજીવન થાળે પડતું જણાય છે અને ત્યાંના લોકો પોતાની રોજિંદી જીવનશૈલીમાં પરત ફરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1,966,290 કેસ નોંધાયા છે અને 111,398 લોકોના અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ નિપજ્યા છે. અત્રે નોંધનીય છે કે અમેરિકામાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે.

image source

અમદાવાદમાં રેડિયો મિર્ચીના જાણીતા આરજે ધ્વનિતે સોશિયલ મીડિયા પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં એક યુવતીના જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. આ વિડીયો શેર કરતા આરજે ધ્વનિતે કેપશનમાં લખ્યું કે રેડિયો મિર્ચીના શ્રોતા નિમિષા શેઠે અમેરિકાથી તેમની દીકરીના જન્મદિવસના સેલિબ્રેશનનો વિડીયો મોકલી આપ્યો છે. આ વિડીયો શેર કરતા ધ્વનિતે લખ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શ્વેતાની જન્મદિવસની ઉજવણીનો વિડીયો.

image source

આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાંક લોકો આ યુવતીના જન્મદિવસના સેલિબ્રેશન માટે ખુલ્લામાં ભેગા થયા છે અને બધા એ માસ્ક પહેરેલા છે. લોકો એકબીજાથી દૂર ઊભા રહી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે. આ યુવતી તેના 16મા જન્મદિવસની ઉજવણી કરી રહી હોય તેવું આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે.

કોરોનાવાઈરસ, લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ક્વોરન્ટાઈનના કારણે દુનિયામાં તમામ લોકોને પોતાના બર્થ ડે પ્લાન કેન્સલ કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં મિત્રોની સાથે પાર્ટી કરવી, પરિવાર અને મિત્રો સાથે કેક કાપવી, હરવું ફરવું, શોપિંગ કરવી.વગેરે તમે મિસ કરી રહ્યા હશો.

image source

પરંતુ આ બધાની વચ્ચે પણ કંઈક પોઝિટિવ થઈ રહ્યું છે, જેમાંથી આપણે શીખી રહ્યાં છીએ. આ કોરોના ટાઈમમાં શીખવા મળી રહ્યું છે, લોકડાઉનની વચ્ચે આપણે આપણા જીવનને નવી રીતે સેલિબ્રેટ કરી શકીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Mirchi Dhvanit (@dhvanitthaker) on

લોકડાઉનના આ સમયમાં જન્મ દિવસના સેલિબ્રેશનનો ડ્રેંટ બદલાય ગયો છે. આપણી બર્થ ડે કેક આપણે જાતે બનાવીએ છીએ. જન્મદિવસની ઉજવણી વીડિયો કોલ પર કરી રહ્યા છીએ. પરિવાર અને મિત્રોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ એપ પર કેક કટ કરી રહ્યા છીએ. લોકડાઉન દરમિયાન જો તમારો બર્થ ડે છે તો આ સમયે તમે તમારો બર્થ ડે પણ આવી રીતે સેલિબ્રેટ કરીને તમારા આ ખાસ દિવસને યાદગાર બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ