અસંખ્ય ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર હાસ્ય કલાકારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
ગુજરાતી ફિલ્મોની વાત આવે અને તેની કોમેડીની વાત આવે એટલે સૌ પ્રથમ નામ અને ચહેરો આપણા માનસપટ પર રમેશ મહેતાનો ખડો થઈ જાય. પણ તેમના ગયા બાદ તેમનું સ્થાન તેમનો લહેકો કોઈ પણ બીજા કલાકારની ક્ષમતા બહારનું છે. પણ તેમની થોડી ઘણી કમી જો કોઈએ પુરી કરી હોય તો તે નામ છે ઇકબાલ કેસ્ટોનું. તેમને ગુજરાતી ચિત્રપટના છોટે રમેશ મહેતા તરીકે ઓળખવામાં આવતા હતા.

તેમણે અઢળક ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયનની ભૂમિકા ભજવી છે. તેમણે લગભગ 100 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે શું કરીશું, ટેન્શન થઈ ગયું, ઠાકોરની ખંડણી, પટેલની પટલાઈ વિગેરે ફિલ્મોમાં કામ કર્યું છે. પણ હવે તેઓ પોતાની કોમેડીથી ગુજરાતી દર્શકોને હસાવી નહીં શકે કારણ કે તેમનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.

ઇકબાલ કેસ્ટો મૂળે ડભોઈ પાસે આવેલા સુંદરકુવા ગામના રહેવાસી હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતા હતા. તેમનું ફિલ્મી નામ ઇકબાલ કેસ્ટો છે પણ તેમનું મૂળ નામ હતું ઇકબાલ અહેમદ મન્સૂરી. તેમણે 100 કરતાં પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ગોજારી ઘટના ત્યારે ઘટી જ્યારે ઇકબાલ પોતાના મિત્ર કાદર ગુલામરસુલ મન્સૂરી સાથે નિમેટા ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં શૂટિંગ માટે ગયા હતા. શૂટિંગ પતાવીને બન્ને મિત્રો ફરી પાછા પોતાના ગામે જવા રવાના થયા હતા. તે દરમિયાન વાઘોડિયા બ્રીજથી કાપુરાઈ જવાના માર્ગ પર એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઇકબાલ કેસ્ટોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને તેમના મિત્ર પણ ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુના દુઃખદ સમાચાર આખીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખના મોજાની જેમ પ્રસરી ગયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ