બે બહેનોના લગ્ન

આ વાતમાં કોઈ શક નથી કે કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરવો ખુબ મુશ્કેલ થઈ ગયું, કારણ કે વર્તમાન સમયની પરિસ્થિતિ એવી છે કે સંબંધો કરતા અત્યારે પોતાની જરૂરીયાતોનું મહત્વ વધારે આપવામાં આવે છે. લવ મેરેજમાં પહેલા પણ છેતરામણી થતી હતી અને અત્યારે પણ થાય છે. ઉપરાંત હવે અરેંજ મેરેજમાં પણ દગો મળવાની સંભાવનાઓ વધી જાય છે. આવી પરીસ્થીતીમાં કોઇપણ વ્યક્તિ સાથે સંબંધો પર ભરોસો કરવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે.

રીલેશનશીપમાં તકલીફો આવે છે, પરંતુ શું આપે એવું ક્યારેય સાંભળીયુ છે કે વ્યક્તિએ કોઈના પરથી એટલો બધો વિશ્વાસ ગુમાવ્યો હોય છે કે તેણે એવું કાર્ય કર્યું કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ધાર્મિક રાજધાની કહેવાતું શહેર વારાણસીમાં એક મામલો પ્રકાશમાં આવ્યો છે. વારાણસીમાં બે છોકરીઓ પંડિત પાસે જાય છે અને કહે છે કે તેઓ બન્ને લગ્ન કરવા ઈચ્છે છે. પંડિતજીએ જયારે કારણ પૂછ્યું તો બન્ને યુવતીઓએ જણાવ્યું છે કે તેઓ છોકરાઓ પરથી ભરોસો ગુમાવી દીધો છે એટલા માટે બન્ને છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

મળેલ માહિતી મુજબ, આ બન્ને યુવતીઓ મંગળવારના દિવસે જીન્સ ટી શર્ટવાળા ધગદબીર હનુમાન મંદિરે જઈને પહેલા મંદિરમાં જ બેસીને ઘણું વિચાર્યા પછી મંદિરમાં પૂજારીજી પાસે ગયા અને બન્ને છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કરી લેવાની માંગણી કરી હતી. અને કહ્યું કે તેઓએ લગ્ન કરી લેવા જોઈએ.

જયારે પહેલીવાર છોકરીઓએ પોતાની લગ્નની વાત કરી તો સૌપ્રથમ પૂજારીજીએ લગ્ન કરાવી આપવાનો ના પાડી દીધી. પણ પછી છોકરીઓના વારંવાર દબાણ કરવાથી પુજરીજી લગ્ન કરાવી આપવા માટે સહમત થઈ ગયા. ત્યાર પછી કેટલાક સમય પછી લગ્ન સમારોહ શરુ કરવામાં આવ્યો. બન્ને છોકરીઓએ એકબીજાને વરમાળા પહેરાવી, ત્યાર પછી પૂજારીજીએ મંત્રોચ્ચાર શરુ કર્યા, ત્યાર પછી બન્ને છોકરીઓએ એકબીજાની માંગમાં સિંદુર ભર્યું. લગ્નની સંપૂર્ણ ધાર્મિક વિધિ પૂરી કર્યા પછી બન્ને મહિલાઓ પાછી ફરી હતી.
ધગદબીર હનુમાનજી મંદિરના પુજરીજીના જણાવ્યા મુજબ, આ બન્ને છોકરીઓ માંથી એક છોકરીએ બીજા લગ્ન કર્યા છે અને તે કાનપુરની રહેવાસી છે, જયારે બીજી યુવતી વારાણસીની જ છે. પહેલી યુવતી કાનપુરના સુંદરપુરની રહેવાસી છે અને હવે તે વારાણસીમાં રહીને અભ્યાસ કરી રહી છે. તે સમયે, પિતરાઈ ભાઈની પ્રેમજાળના શિકાર બન્યા હતા અને બન્ને બહેનોએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.

માનીએ છીએ કળિયુગ ચાલી રહ્યો છે મોટાભાગે જેની પર વિશ્વાસ કરાય છે તે જ વિશ્વાસઘાત કરે છે પરંતુ આજકાલ સંબંધો જરૂરિયાત થઈ ગયા જરૂરિયાત પૂરી સંબંધ પણ પૂરો જેટલી અન્ય પાસેથી આશાઓ ઓછી તેટલી જ તકલીફ ઓછી …..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ