ગોંડલ હાઇવે પર ટ્રક બન્યો યમદૂત: ટ્રકે બાઇકચાલકને 300 મીટર સુધી ઢસેડતા ઘટનાસ્થળે જ થયુ કમકમાટીભર્યુ મોત, આ તસવીરો જોઇને તમે પણ રડી પડશો

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બની હતી આટકોટ નજીક અહીં એક બાઈક ચાલક માટે પુરપાટ ઝડપે આવતો ટ્રક યમરાજ બની ગયો હતો.

આટકોટ નજીક ગોંડલ હાઈવે પરથી પસાર થતાં એક ટ્રક ચાલકે એક બાઈક સવારને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. નજરે જોનાર લોકોનું કહેવું છે કે ટ્રક સાથે અથડાયા બાદ બાઈક સહિત ચાલક 300 મીટર સુધી હાઈવે પર ઢસડાયો હતો. આ ઘટનામાં બાઈક સવારનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

image source

આ અકસ્માત અંગે જાણવા મળતી માહિતી અનુસાર ગોંડલ હાઈવે પર આવેલા ખારચીયા નજીકના વિસ્તારમાં આ ઘટના બની હતી. અંહીં ગોંડલ તરફથી આવેલા ટ્રકે બાઈક ચાલકનો જીવ લીધો હતો. ટ્રક ચાલક પુરપાટ ઝડપે હાઈવે પર ટ્રક હંકારી રહ્યો હતો. તે સમયે સામેથી આવતા બાઈકને ટ્રકે ધડાકાભેર અડફેટે લીધો હતો. સામેથી આવતા બાઈકને ટ્રકે એટલી જોરદાર ટક્કર મારી કે બાઈક ચાલકનું વાહન ટ્રકના વ્હીલમાં ઘુસી ગયું અને આ અવસ્થામાં તે 300 મીટર સુધી હાઈવે પર ઢસડાયો. આ ઘટનામાં કલ્પના પણ ન કરી શકાય તેવી સ્થિતિમાં બાઈક ચાલક રસ્તા પર જ દમ તોડી ચુક્યો હતો.

જો કે અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક પહેલા તો પોતાના વાહનની સ્પીડ કંટ્રોલ ન કરી શક્યો અને ટક્કર થયા બાદ ટ્રક ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી ખાઈ હાઈવે નજીક એક ખાડામાં ખાબક્યો હતો.

image source

ટ્રકના વ્હીલમાં આવી ગયેલી બાઈકનો બુકડો બોલી ગયો અને બાઈક ચાલક પણ રીતસર ફીંડલું વળી ગયો હતો. અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આસપાસના લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. અકસ્માત અંગે જાણવા મળતાં જ આટકોટના પીએસઆઈ સહિતના પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતક વિશે જાણકારી મેળવી જેમાં જાણવા મળ્યું કે મૃતક બાઈક ચાલક દડવા ગામનો વતની હતો. તેનું નામ દેવેન્દ્ર રાઠોડ હતું. પોલીસે તેનો મૃતદેહ પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

image source

છેલ્લા 2 દિવસ દરમિયાન રાજકોટ હાઈવે પણ આ બીજો અકસ્માત સર્જાયો છે જેમાં 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે જેતપુર પાસે પણ એક અકસ્માત થયો હતો જેમાં એક ઈકો કારે બાઈકને અડફેટે લીધી હતી. આ બાઈકમાં સવાર 2 લોકોમાંથી એકનું મોત ઘટનાસ્થળે જ નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ બંને યુવાનો ધોરાજીના વતની હતા અને જેતપુર નોકરી માટે રોજ અપડાઉન કરતાં. જેમાં ગઈકાલે તેમને અકસ્માત નડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!