13 માર્ચના રોજ છે મહા મહિનાની અમાસ, આ દિવસે ખાસ પીપળાને જળ ચઢાવીને કરો આ કામ, અનેક ઇચ્છાઓ થઇ જશે પૂરી, સાથે જાણો બીજા તહેવારો વિશે

ભગવાન ગણેશને ની પૂજા આપણે સૌ કરીએ છીએ. તેને આપણે વિઘ્નહર્તા તરીકે પણ ઓળખીએ છીએ. કારણકે ભગવાન ગણેશ આપના જીવનમાં રહેલા બધા જ દુખ દુર્દ અને જીવનમાં આવતા બધા વિઘ્ન દૂર કરે છે. તેથી તેને પ્રથમ પૂજનીય કહેવામા આવે છે.

image source

આપણે કોઈપણ સારું કામ કરીએ ત્યારે આપણે પહેલા ભગવાન ગણેશની પુજા કરીએ છીએ તેનાથી આપના કામમાં કોઈ અવરોધ આવી શકે નહીં અને તે કામ સારી રીતે પૂરું થઈ શકે અને તેમાં આપણને સારું પરિણામ પણ મળી શકે છે. આપણે ભગવાન ગણેશની પુજા ચોથના દિવસે કરીએ છીએ.

image source

૨૦૨૧માં ત્રીજો મહિનો માર્ચ શરૂ થવાનો છે. આ મહિનામાં એક તહેવાર આવે છે તે તહેવાર છે શિવરાત્રી અને અમાસ પછી હોલિકા દહન. આ બંને તહેવારને આપણે ખૂબ સારી રીતે ઉજવીએ છીએ.આજે આપણે જાણીએ કે આ મહિનાની શુભ તિથીના સમયમાં આપણે ક્યાં ક્યાં કામ કરી શકીએ છીએ અને તેમાં આપણે સફળતા મેળવી શકીએ છીએ.

image source

૨ માર્ચ મંગળવારના દિવસે મહા મહિનાના વદ પક્ષની ચોથ અંગારક ગણેશ ચોથ છે. તેનું વ્રત રહેશે. જ્યારે ચોથ મંગળવારના દિવસે આવે ત્યારે તે ચોથાને અંગારક ચોથ કહેવામા આવે છે. તેથી આ દિવસે આપણે ભગવાન ગણેશ માટે વ્રત અને પુજા કરવી જોઈએ. તેનાથી આપણને ભગવાન ગણેશના આશીર્વાદ મળી રહે છે.

૯ માર્ચ મંગળવારના દિવસે વિજયા દશમી છે. આ દિવસે આપણે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરીએ છીએ. આ દિવસે આપણે ભગવાનને માખણ અને મિશ્રીનો ભોગ પણ ધરાવીએ છીએ. આ દિવસે તમારે કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ.

image source

૧૩ માર્ચ રવિવારના દિવસે મીન સંક્રાંતિ છે. આ દિવસે ભગવાન સૂર્ય કુંભ રાશિ માથી મીન રાશિમાં ગોચર કરશે. આ દિવસોમાં જ ખરમાસ શરૂ થઈ શકે છે. સંક્રાંતિએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન અરવું અને તમારે ભગવાન સૂર્યની પુજા કરવી જોઈએ.

૧૭ માર્ચ બુધવારના દિવસે વિનાયકી ચોથ છે. આ દિવસે ગણેશ ભગવાનને દૂર્વા ચડાવવા જોઈએ ત્યારે તમારે ભગવાન ગણેશની પુજા અર્ચના કરવી જોઈએ અને તેમનું વ્રત પણ રાખી શકો છો. ૨૧ માર્ચ રવિવાર ના દિવસે હોળાષ્ટક શરૂ થશે. આ દિવસે પછીથી બધા પ્રકારના શુભ કામ ન કરવા જોઈએ. તેથી હોળાષ્ટક પૂરું થયા પછી જ કોઈ સારું કામ કરવામાં આવે છે.

image source

૨૪ માર્ચ બુધવારના દિવસે આમલકી એકાદશી છે. આ દિવસે ભાવાન શ્રી કૃષ્ણને કેસર સાથે દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ દિવસે વ્રત પણ કરવામાં આવે છે. ૨૮ માર્ચ રવિવારના દિવસે ફાગણ પુનમ છે. આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. બીજા દિવસે સોમવારના દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે.

૩૧ માર્ચ બુધવારના દિવસે ભગવાન ગણેશનું વ્રત કરવું જોઈએ. આની સાથે આપણને ભગવાન ગણેશના નામનો જપ પણ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં આવનારા બધા દુખ અને તકલીફ દૂર થઈ શકે છે. આની સાથે ભગવાનને મોદકનો પ્રસાદ પણ અર્પણ કરવો જોઈએ.