PUBG MOBILE: New State Gameને લઇને થઇ સૌથી મોટી જાહેરાત, આ ગેમના રસીયાઓ ખાસ જાણી લે આ માહિતી…

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત સરકારે પબજી મોબાઈલ સહિત 117 એપ પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ સામે આવ્યું હતું કે પબજી મોબાઈલ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. પબજી ઈંડિયાએ ગેમને લઈને પોસ્ટર, બેનર પણ જાહેર કર્યા હતા. પરંતુ ભારતમાં પબજીની વાપસી તે સમયે થઈ શકી નહી. પરંતુ હવે ફરીથી પબજી ન્યૂ સ્ટેટને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. પબજી ન્યૂ સ્ટેટને પબજી કોરપોરેશનની પેરેન્ટ કંપની ક્રાફ્ટોને લોન્ચ કરી છે. તેવામાં ચર્ચાઓ શરુ થઈ હતી કે તે ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. પરંતુ હવે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પબજી ન્યૂ સ્ટેટને ભારતમાં લોન્ચ નહીં કરવામાં આવે.

image source

ક્રાફ્ટોને તેના એક નિવેદનમાં કહ્યું છે કે પબજી ન્યૂ સ્ટેટને ભારતમાં લોન્ચ કરવાની હાલમાં કોઈ યોજના નથી. કંપનીએ કહ્યા અનુસાર ભારતના યૂઝર્સને પ્લે સ્ટોર પર પબજી ન્યૂ સ્ટેટ દેખાશે પરંતુ તે તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. કંપનીએ વધુમાં કહ્યું હતું કે ભારતીય બજાર માટે કંપની હાલ પબજી મોબાઈલ ઈન્ડિય પર ધ્યાન આપી રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે પબજી ન્યૂ સ્ટેટ 25 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. પબજી ન્યૂ સ્ટેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર પ્રી રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. પબજી ન્યૂ સ્ટેટને પબજી સ્ટૂડિયોએ તૈયાર કરી છે. થોડા દિવસ પહેલા યૂટ્યૂબ પર તેનું એક ટ્રેલર પણ શેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પબજી ન્યૂ સ્ટેટ નામથી પણ નવી વેબસાઈટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.

image source

ગેમના ટ્રેલરમાં થોડા ગેમ પ્લે, ગ્રાફિક્સ અને નવા મેકેનિક્સ જોવા મળે છે. પબજી ન્યૂ સ્ટેને વર્ષ 2051 માટે તૈયાર કરવામાં આવી છે. ગેમમાં 2051માં આવનાર કાર, હથિયાર અને નવા મેપ્સની ઝલક જોવા મળે છે. આ ગેમને ક્રાફ્ટોને પબ્લિશ કરી છે જે દક્ષિણ કોરિયાની વીડિયો ગેમિંગ કંપની છે.

image source

જો કે આ પહેલા ભારતમાં પબજી શરુ થવાની વાતોએ વેગ લીધો છે. પબજી મોબાઈલના ભારતમાં લોન્ચ થવા પર એવો દાવો એક કંપનીએ કર્યો છે કે તેમણે પબજીની સત્તાવાર વેબસાઈટમાં હિંદી ભાષામાં એક ટ્રાન્સક્રિપ્ટ ફાઈલ મળી છે. જેના પરથી અંદાજ લગાવવામાં આવે છે કે ભારતમાં પણ ન્યૂ સ્ટેટ લોન્ચ કરવામાં આવશે.

image source

જો કે હાલ તો તેવી કોઈ શક્યતા નથી. પરંતુ જેઓ આ ગેમની મજા માણી શકે છે તેમણે પણ પ્રી બુકીંગ કરાવવા માટે ન્યૂ સ્ટેટ પબજીની વેબસાઈટ પર જવું પડશે. આ ગેમમાં હવે આધુનિક નકશા, હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે યૂઝર્સને વધુ મનોરંજન પુરું પાડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ