G-mail, Youtube સહિતની ગૂગલની એપ થઈ ડાઉન, ટ્વિટર પર ગૂગલડાઉન થયું ટ્રેન્ડ

યુટ્યુબ અને જી-મેઇલનો ઉપયોગ કરતા યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. સોમવારે સાંજે અચાનક યુટ્યુબ અને જી-મેઇલ સહિતની ગૂગલની તમામ એપ્લિકેશનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જે બાદ ટ્વિટર પર ગૂગલ ડાઉન ટ્રેન્ડિંગ કરવા લાગ્યું છે. કેટલાક લોકોએ ગૂગલની એપ્લિકેશન ડાઉન થવાની ફરિયાદો ને લઈને ટ્વીટ કરી છે. ખાસ કરીને આ સેવા ઠપ થતા નોકરિયાત લોકોને ઘણી મુશ્કેલી થઈ રહી છે. કોરોનાકાળમાં હજુ પણ ઘણા લોકો વર્કફ્રોમ હોમ કરી રહ્યા છે. એવામાં ગૂગલની જીમેલ સેવા ઠપ થતા લોકોને ગમી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૂગલ ડાઉન અને યુ ટ્યુબ ડાઉન હેશટેગ્સ ટ્વિટર પર ટ્રેન્ડ

તમને જણાવી દઈએ કે ભારતમાં માત્ર યુટ્યુબ અને જી-મેઇલ જ નહીં, પરંતુ ગૂગલ ડ્રાઇવ, ગૂગલ મીટ જેવી ઘણી મહત્વપૂર્ણ એપ્લિકેશનોની સેવા પણ અવરોધિત થઈ રહી છે. લોકો સતત ગૂગલ ડાઉન હેશટેગ સાથે આ માહિતી ટ્વિટર પર શેર કરી રહ્યાં છે. આથી જ ગૂગલ ડાઉન અને યુ ટ્યુબ ડાઉન હેશટેગ્સ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે.

ગૂગલ સર્ચ એન્જિન ચાલુ

ગૂગલની આ સેવાઓ બંધ થતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ સમય દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન (google.com) સતત કામ કરી રહ્યું છે. લોકો અનુમાન કરી રહ્યા છે કે સર્વર ડાઉનને કારણે ગૂગલની એપ્લિકેશનોમાં આ સમસ્યા આવી છે.

ઓગષ્ટમાં પણ આવી હતી આવી સમસ્યા

નોંધનિય છે કે આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ આવી સમસ્યા સામે આવી હતી. સૌથી વધુ પોપ્યુલર સર્ચ એન્જીન ગૂગલ (google)ની બે મહત્વની સેવા જીમેઇલ (Gmail) અને ગૂગલ ડ્રાઇવમાં ટેકનિકલ ઈસ્યુના કારણે સેવામાં વિક્ષેપ જોવા મળ્યો હતો. જેના કારણે વિશ્વભરના યુઝર્સને સમસ્યા થઇ રહી છે. ઇ-મેઇલ મોકલવા અને ડાઉનલોડ (Download) કરવામાં મુશ્કેલી પડી રહી હતી. નોંધનિય છે કે આ સમસ્યા ઘણા કલાકો સુધી રહી હતી. મોટાભાગના યૂઝર્સે ફરિયાદ કરી હતી કે, તેઓ મેલ મોકલી શક્તાં નથી કે ઇ-મેલમાં કોઈ ફાઇલ એટેચ કરી શક્તાં નથી. અમે એટેચમેન્ટ સાથેના ઇ-મેલ મોકલવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જી-મેલ કામ કરી રહ્યું નથી. એટેચમેન્ટ સાથેના મેલ મોકલી શકાતાં નથી.

વિશ્વમાં જી-મેલની સેવાઓ ઠપ થઈ હતી

તો આ અંગે ડાઉનડિટેક્ટર વેબસાઇટે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જી-મેલની સેવાઓ ઠપ થઈ ગઈ છે. સંખ્યાબંધ દેશોમાં યૂઝર્સ જી-મેલની સેવાઓમાં મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગૂગલ અને તેની એન્જિનિયરિંગ ટીમ મામલાની તપાસ કરી રહી હતી. જી-મેલના યૂઝર્સે ટ્વિટર પર ટ્વિટ કરીને જી-મેલની સમસ્યાની માહિતી આપી હતી. ઈંય્દ્બટ્વૈઙ્મર્ઙ્ઘુહ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું હતું અને ટ્વિટરાતીએ સંખ્યાબંધ મિમ્સ પોસ્ટ કર્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ