થર્ટી ફસ્ટની પાર્ટીનું આયોજન કરતા પહેલા વિચારી લેજો સો વાર, પોલીસે તૈયાર કરી છે ખાસ ટીમો

રાજ્યમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, જેને કારણે મોટા ભાગના તહેવારોની ઉજવણી રદ કરવામાં આવી હતી. નવરાત્રીમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તો બીજી તરફ આ વર્ષે થર્ટી ફસ્ટની ઉજવણીમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

image soucre

હાલમાં રાજ્યના મહાનગરોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં પણ કર્ફ્યૂ અમલમાં રહેશે, જેને પગલે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની કોઈ જાહેર કે રાત્રિ ઉજવણી થઈ શકશે નહીં. પોલીસ દ્વારા રાતે 9 વાગ્યા બાદ કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવશે. કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે

image soucre

અમદાવાદ પોલીસે આ અંગે જાહેરાત કરી છે અને કહ્યું છે કે, 31 ડિસેમ્બરે કોઈ નિયમ ભંગ કરશે તો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. 31 ડિસેમ્બરના રોજ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે અને દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોને સંક્રમણથી બચાવી શકાય એ માટે પણ કાર્યવાહી કરવા પોલીસ સજ્જ બની છે.

આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં

image source

અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલના ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં જ્યારથી કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારથી પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને કર્ફ્યૂના નિયમ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

image source

31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય છે, પરંતુ આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં. જો કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખાનગી ડ્રેસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે ટીમો

image soucre

તો બીજી તરફ આ વખતે ખાસ ટીમો ખાનગી ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે, જેથી તરત પોલીસ કાર્યવાહી કરી શકે. રાજ્યમાં કોરોના વધારે પ્રસરે નહીં એટલા માટે અમદાવાદ સહિત રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો. પોલીસવડા આશિષ ભાટિયાએ ચાર શહેર એવાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. આ ચારેય શહેરમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ રહેશે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 23 નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર એવાં સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

ગઈ કાલે રાજ્યમાં 1175 નવા કેસ નોંધાયા

image soucre

ગઈ કાલે રાજ્યમાં 1175 નવા કેસ સાથે કોરોનાનો કુલ આંકડો 2,27,683 પર પહોંચ્યો છે. કોવિડ-19થી 11 વધુ દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4171 થઇ ગઇ છે. તો હાલ 13,298 એક્ટિવ કેસ છે. જેમાંથી 65 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ