સુશાંતના મૃત્યુને 6 મહિના પૂરા થયા: બહેન શ્વેતાએ ન્યાય માટે કેમ્પેન #Oath4SSR ચલાવ્યું, જાણો આ વિશે શું કહ્યું શેખર સુમને…

અભિનેતા સુશાંતના મૃત્યુને હવે ૬ મહિના જેટલો સમય થઈ ગયો છે: સુશાંતની બહેન શ્વેતા દ્વારા ન્યાયની માંગ કરતા કેમ્પેન #Oath4SSR શરુ કર્યું છે, શેખર સુમનએ કહ્યું છે કે, આપણે હજી સુધી ન્યાય માટે આંસુ કેમ સારી રહ્યા છીએ.

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત થઈ ગયાને આજ રોજ તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ ૬ મહિના પુરા થઈ ગયા છે. ત્યારે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુને ૬ મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ સુશાંત સિંહ રાજપુતના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની તપાસ પછીથી CBIને સોંપી દેવામાં આવે છે. તેમ છતાં પણ અત્યાર સુધી CBI તરફથી પણ આ કેસને લઈને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી.

image source

આવી પરિસ્થિતિમાં તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ આજ રોજ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ દ્વારા ફરીથી એક નવા કેમ્પેનની શરુઆત કરવામાં આવી છે. આ કેમ્પેનની શરુઆત કરતા શ્વેતા સિંહ કીર્તિ લખે છે કે, તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના ઓજ #Oath4SSR , આવો જ્યાં સુધી આપણને પૂર્ણ સત્ય જાણવા નહી મળે ત્યાં સુધી એકસાથે રહીએ અને ન્યાય માટે સાથે મળીને લડવાનો સંકલ્પ કરીએ.’

image source

શ્વેતા સિંહ કીર્તિએ આગળ લખતા જણાવે છે કે, ‘મને વિશ્વાસ છે કે, એક વાત નક્કી છે કે, ભગવાન છે અને તે પોતાના સાચા ભક્તોને ક્યારેય એકલા છોડશે નહી. ભગવાન જાણે છે કે, ઘણી બધી વ્યક્તિઓના દિલ તૂટ્યા છે અને તે વાતને સુનિશ્ચિત કરીશું કે, સત્ય આગળ વધે. ભગવાન પર અને ભગવાનની કૃપા પર વિશ્વાસ કરો. એક રહો અને કૃપા કરીને એકબીજા સાથે લડાઈ કરશો નહી.’

શેખર સુમને પણ ન્યાય માટે અરજી કરી.

image source

અભિનેતા અને ટીવી શો હોસ્ટ શેખર સુમન દ્વારા પણ ન્યાયમાં થઈ રહેલ વિલંબ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો મત પ્રસ્તુત કર્યો છે. શેખર સુમને લખ્યું છે કે, ‘ગુનેગાર વ્યક્તિ કોણ છે? અને આપણે હજી સુધી ન્યાય મેળવવા માટે આંસુ કેમ પાડી રહ્યા છીએ? શું કોઈ ઉમ્મીદ હજી બાકી છે? આવો #SSRDigitalProtestમાં આપણે બધા એકસાથે જોડાઈને અવાજ ઉઠાવીએ.

હું તમામ ન્યુઝ ચેનલ, ન્યુઝ પ્રિન્ટ અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને વિંનતી કરી રહ્યો છું કે, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ન્યાય માટે ફરીથી એકવાર અવાજ ઉઠાવીએ અને ન્યાય મળવામાં થઈ રહેલ વિલંબ પણ અન્યાય છે. સુશાંત સિંહ રાજપૂતના કેસને લઈને હવે ક્લોઝર હોવું જોઈતું હતું કેમ કે, સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુને ૬ મહિના પસાર થઈ ગયા છે.’

તા. ૧૪ જુન, ૨૦૨૦ના રોજ મૃત્યુ થયું હતું.

૩૪ વર્ષીય સુશાંત સિંહ રાજપૂતની ડેડ બોડી તા. ૧૪ જુન, ૨૦૨૦ના રોજ રવિવારના સવારના સમયે મુંબઈના બાંદ્રામાં આવેલ પોતાના ફ્લેટમાં બેડરૂમમાં પંખા પર લટકેલ સ્થિતિમાં મળ્યા હતા. મુંબઈ પોલીસ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, ઘટના સ્થળે કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસને સુશાંત સિંહ રાજપુતના રૂમમાંથી એક ફાઈલ મળી આવી છે જેની પરથી ખબર પડી હતી કે, સુશાંત સિંહ રાજપૂત મૃત્યુના ૬ મહિના પહેલાથી જ ડીપ્રેશનની સારવાર લઈ રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ