રણવીરનુ ચાલુ ઇવેન્ટમાં ફાટ્યુ પેન્ટ, અને દિપીકા હસવા લાગી ખડખડાટ અને પછી કર્યુ..

દીપિકા પતિ રણવીર માટે સાથે રાખે છે સોઈ-દોરો અને સેફ્ટિપીન

દિપિકા અને રણવીરની જોડીના ચર્ચા સમગ્ર દેશમાં છે તેઓ ઓફ સ્ક્રીન કે ઓન સ્ક્રીન હંમેશા રોમાંસમાં જ રહેતા હોય છે. આ પતિ-પત્ની હંમેશા કોઈને કોઈ કારણસર મડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહે છે. એક નહીંને બીજા દીવસે તેમના વિષે કોઈને કોઈ સમાચાર કે ગોસીપ તો તમે સોશિયલ મિડિયામાં વાંચતા જ હશો.

image source

હાલ દીપીકા પોતાની આવનારી ફિલ્મ છપકના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે જ હેતુસર તેણી ધ કપીલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. આ અવસર પણ તેણીએ પોતાના પતિનો એક ખુબ જ કોમેડી કિસ્સો દર્શકો સાથે શેર કર્યો હતો.

image source

તેણીએ શોની વાતચીતમાં જણાવ્યું હતું કે તેના પતિની ચિત્ર વિચિત્ર હરકતોના કારણે તેણીએ હંમેશા સાવચેત રહેવું પડે છે. તેણીએ એક પ્રસંગને યાદ કરતાં જણાવ્યું, ‘તે વખતે અમે બાર્સેલોનાના એક મ્યુઝિક ફેસ્ટિવલમાં હતા. ત્યાં રણવીર વિચિત્ર ડાન્સ સ્ટેપ કરી રહ્યો હતો અને તેણે એક ઢીલી પેન્ટ પહેરી હતી. પણ અચાનક શું થયું કે એક વિચિત્ર અવાજ સંભળાયો. જોયું તો તેનું પેન્ટ ફાટી ગયું હતું. આ દરમિયાન હું તે જ મ્યુઝિક ફેસ્ટિવલમાં તેનું પેન્ટ સિવવા લાગી અને મારી આસપાસ લોકો નાચી રહ્યા હતા.’

image source

અને માટે જ દીપીકા કહે છે કે તે જ્યારે રણવીર સાથે બહાર ફરતી હોય ત્યારે તેણે પોતાની પાસે એક સિલાઈ કીટ તો રાખવી જ પડે છે. શુઇંગ કીટમાં તેણી સોઈ દોરા ઉપરાંત સેફ્ટીપીન પણ રાખે છે.

વધારામાં તેણીએ પોતાની એક ટીપીકલ પત્નીની જેવી આદત પણ જણાવી હતી. તેણીએ જણાવ્યું હતું કે તેણી ક્યારેક ક્યારેક રણવીરના ખીસ્સામાંથી રૂપિયા પણ લઈ લે છે.

image source

રણવીર સિંઘની ઉટપટાંગ હરકતો, વસ્ત્રો, સ્ટેપ્સ તેમજ તેની મસ્તીને તો માત્ર દિપીકા જ નહીં પણ તેના ફેન્સ પણ સારી રીતે જાણી ગયા છે. દીપીવીર ફેન્સ એ પણ સારી રીતે જાણે છે કે રણવીર પણ પોતાની દીપિકાનો ખૂબ ખ્યાલ રાખે છે. એવો કોઈ મોકો નથી હોતો જ્યારે રણવીરે દીપિકાના વખાણ ન કર્યા હોય.

image source

હાલ આ જોડી બીજા એક કારણસર પણ ખુબ જ ચર્ચામાં છે અને તે છે તેમનું નવું મકાન. તેમણે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ બ્યૂમોંડ ટાવરમાં એક ફ્લેટ લીધો છે જે 26માં માળે આવેલો છે. આમ તો આ ફ્લેટ દીપિકાએ 2010માં ખરીદ્યો હતો જેની કીંમત તે વખતે 16 કરોડ હતી.

image source

પણ રણવીરે પણ તે જ બિલ્ડીંગમાં બીજો 4 બીએચકે ફ્લેટ ખરીદ્યો છે. જો કે તે તેણે ભાડાપટ્ટે લીધો છે. તે ત્રણ વર્ષ માટે ભાડે રાખ્યો છે. તેનું મહિનાનું ભાડું જાણી તમારી આંખો પહોળી થઈ જશે. તે તેના માટે દર મહિને 7.97 લાખ રૂપિયા ભાડું ચુકવશે. જો કે કયા હેતુસર રણવીરે આ ફ્લેટ ભાડે લીધો છે તેની કોઈ માહિતી હજુ સુધી નથી મળી શકી.

image source

દીપીકાની આવનારી ફિલ્મ છપકના ટ્રેલર તેમજ ગીતો લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આ ફિલ્મ સાથે દીપિકા પ્રથમવાર પ્રોડ્યુસર પણ બની રહી છે અને માટે તેણી આ ફિલ્મ સાથે ઓર વધારે લાગણી ધરાવે છે. છપક બાદ દીપિકા પતિ રણવીર સિંઘ સાથે ફિલ્મ 83માં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ