યુવતી પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડીને ચડી ગઇ હોર્ડિંગ પર, રાત્રે ડ્રામા કરીને લોકોના ટોળા કર્યા ભેગા

બૉયફ્રેન્ડ માટે યુવતિ ચઢી ગઈ હોર્ડિંગ પર – રાત્રે ડ્રામા કરીને લોકોના ટોળા ભેગા કર્યા

પ્રેમમાં લોકો નીતનવા કામ કરતા હોય છે. લોકોનું આખું જીવન આખી વર્તણુંક પ્રેમમાં પડ્યા બાદ બદલાઈ જતી હોય છે. કોઈને ડાહપણ આવે છે તો કોઈને ગાંડપણ આવે છે તો વળી કોઈ અતરંગી બની જાય છે. આજકાલ આપણે અવારનવાર સાંભળતા વાંચતા જોતા હોઈએ છીએ કે છોકરીએ ના પાડતાં છોકરાએ જીવન ટૂંકાવી દીધું, કે પછી છોકરાએ છોકરીની હત્યા કરી દીધી તો વળી બીજી બાજુ છોકરીઓ પણ પ્રેમમાં નિષ્ફળ જવાથી ગંભીર અને ક્યારેક હાસ્યાસ્પદ પગલાં ભરતી હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં બની ગયો.

image source

અહીં એક સગીરા પ્રેમિકાએ પોતાના સગીર પ્રેમિ સાથે લગ્ન કરવા માટે આખા શહેરને માથા પર લઈ લીધું હતું અને રચ્યો હતો મોટો ડ્રામા. આ સગીરા પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે તેણી પોતાના સગીર પ્રેમી સાથે લગ્ન કરવા માટે શહેરમાં આવેલા એક મોટા હોર્ડીંગ પર ચડી ગઈ હતી અને લગ્ન કરવાની જીદ લઈ બેસી ગઈ હતી.

છોકરીને આવી રીતે મોટા હોર્ડિંગ પર ચડેલી જોઈને ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી આવ્યા હતા. ઘણા લોકોએ તેણીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેણી નીચે આવી જાય પણ તેણી કોઈની પણ વાત નહોતી માની રહી.

image source

છેવટે તેના પરિવારજનોને જાણ થતાં તેઓ અહીં દોડી આવ્યા હતા અને તેમની સાથે સાથે પોલીસની એક ટીમ પણ ત્યાં દોડી આવી હતી. આ સગીરાએ એવી જીદ પકડી હતી કે જો તેણીના લગ્ન તેના પ્રેમિ સાથે કરવામાં આવશે તો જ તેણી નીચે ઉતરશે અને જો તેમ નહીં કરવામા આવે તો તેણી હોર્ડિંગ પરથી કૂદીને જીવ આપી દેશે.

image source

છેવટે પેલીસે તેમજ તેના પરિવારજનોએ તેણીને ખૂબ સમજાવી ત્યારે તેણી પોણો કલાકનો ડ્રામા થયા બાદ નીચે ઉતરી હતી. અને છેલ્લે પોલીસે તેણીને શાંતિથી સમજાવીને ઘરે તેના પરિવારજનો સાથે મોકલી દીધી હતી.

પહેલાંના સમયમા પણ પ્રેમના આવા કિસ્સાઓ બનતા હતા પણ જ્યારથી સોશિયલ મિડિયા તેમજ સ્માર્ટ ફોન વિવિધ પ્રકારની મેસેજ એપ આવી છે ત્યારથી લોકોને એકબીજા સાથે વાત કરવાનો તેમજ સમય પસાર કરવાનો મોકો વધારે મળ્યો છે અને તેના કારણે નાના- કિશોરાવસ્થાના બાળકો પણ એકબીજા પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક છે.

પણ અપરિપક્વતાના કારણે ક્યારેક આવા પગલા આ કીશોર-કીશોરીઓ લઈ લેતા હોય છે. જેમને સમજાવી પટાવીને જ કામ પાર પાડવું જોઈએ. આવી મનઃસ્થિતિમાં તેઓ કોઈ પણ પગલું ભરી શકે છે જેના કારણે તેમણે પાછળથી પછતાવાનો વારો આવે છે. સારું થયું કે માત્ર વાતચીતથી જ મામલો શાંત પડી ગયો અને કોઈ દુર્ઘટના ન ઘટી નહીંતર આખોએ ડ્રામા કોઈ દુઃખદ ઘટનામાં ફેરવાતા વાર ન લાગત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ