ગુજરાતની આઠેય બેઠક પર ભાજપ કેમ જીત્યું? બીજુ કંઈ નહીં આ છે કારણ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે તેની તમામ સીટો પર વિજય મેળવ્યો છે. આ સાથે જ કોંગ્રેસનું સૂપડું પણ સાફ થઈ ચૂક્યું છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાની તમામ સીટો મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.

ભાજપમાં પક્ષ પ્રમુખ તરીકે સીઆર પાટીલ નિમાયા હતા

ગુજરાતમાં વિવિધ ચૂંટણીઓમાં ભાજપના થઇ રહેલા ધોવાણ બાદ પક્ષ-પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરવામાં આવી હતી. પહેલાંથી જ ચૂંટણી મેનેજમેન્ટમાં માહિર એવા પાટીલ પાસે સત્તા આવતાં જ વિધાનસભાની પેટાચૂંટણી આવી હતી, જેમાં ભાજપની તમામ 8 બેઠક કોંગ્રેસ પાસેથી ખૂંચવી લઈને પાટીલે પોતાનું સ્થાન બનાવી લીધું હતું, જ્ટારે પેટા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે પાટીલે પક્ષ-પ્રમુખથી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા રહી હતી. જેના કારણે આ ભવ્ય જીત સામે આવી છે.

ગુજરાતમાં જ 2014 પછી ભાજપનું ધોવાણ થવા લાગ્યું હતું

ગુજરાત ભાજપની સંગઠન શક્તિ અને પક્ષના પ્રદેશ-પ્રમુખથી પેજ-પ્રમુખ સુધીના માળખાને દેશનાં અન્ય રાજ્યોમાં લાગુ કરીને લોકસભાની બે ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાઓ મળી હતી.

image source

ફક્ત ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ ગુજરાતના મોડલને લાગૂ કરવામાં મુખ્ય કામગીરી સી. આર. પાટીલે કરી હતી. આ પછી ફરી એક વાર હવે સંગઠનને દેશનું મોડલ બનાવવાનો નિર્ણય પણ તેઓએ લીધો હતો. શક્ય છે કે આ કારણે જ આજે ભાજપ તમામ 8 સીટ મેળવવા પર સફળ થયું છે.

પેજ-પ્રમુખ એટલે શું???

ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. પેજ-પ્રમુખ નો અર્થ છે કે દરેક વિસ્તારની મતદારયાદી જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે એ મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે. આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે. એટલે કે એક પેજ-પ્રમુખ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે.

સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે. જેના કારણે તે એક પેજના 30 મતદારોના સંપર્કમાં રહે છે અને સાથે જ આવા અનેક પેજ પ્રમુખની નિમણૂંક કરાય છે.

પાટીલે 2022 સુધીની વિધાનસભાની ચૂંટણીનો પ્લાન પણ કરી લીધો છે તૈયાર

અગાઉ પણ પાટીલે કહ્યું હતું કે ‘તમેં મને પેજ જિતાડી આપો, હું ગુજરાતમાં ભાજપ માટે 182 ધારાસભાના બેઠકનો લક્ષ્યાંક રાખું છું. ’સી.આર.પાટીલે વિધાનસભાની પેટાચૂંટણીથી શરૂ કરેલી આ વ્યૂહરચના હવે આગામી મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયત અને સાથે જ 2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે.

image source

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતગાન થયું હતું. તેનું પરિણામ આજે આવ્યું છે. જેમાં ભાજપની ભવ્ય જીત જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ