કોરોના બન્યો ઘાતક, ના છોડ્યા પ્રાણીઓને પણ, એક સાથે આટલા બધા દિપડા બન્યા કોરોનાનો ભોગ, આંકડો જાણીને ફાટી જશે આંખો

કોરોના વાયરસ દુનિયામાં ફેલાયો તે વાતને એક વર્ષ જેટલો સમય થવા જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસના કારણે કરોડો લોકો બીમાર થયા છે અને લાખો લોકોએ વિશ્વભરમાં જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી આ વાયરસ માણસથી માણસમાં ફેલાયાનું જ જોવા મળ્યું છે પરંતુ સતત લક્ષણો બદલતા કોરોના વાયરસનો કહેર હવે પ્રાણીઓ પર પણ વરસી રહ્યો હોય તેમ જણાય છે.

image source

તાજેતરમાં જ પશુ પ્રેમીઓમાં ચિંતા ઉપજાવે તેવી જાણકારી સામે આવી છે. કારણ કે હવે દિપડામાં કોરોના વાયરસ ફેલાવા લાગ્યો છે. આ કેસ નોંધાયા છે અમેરિકામાં જ્યાં સૌથી વધુ કોરોનાના સંક્રમણના કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

image source

જીવલેણ કોરોના વાયરસ હવે માણસો બાદ પ્રાણીઓને પણ શિકાર બનાવવાનું શરૂ કરી ચુક્યો છે. અમેરિકાના એક પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ સ્નો લેપર્ડ એટલે કે દિપડા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ત્રણેય દિપડા લુઇસવિલે ઝૂ ખાતે રહેતા હતા.

image source

આ દિપડા કોરોના વાયરસથી પ્રભાવિત પ્રાણીઓની છઠ્ઠી પ્રજાતિ છે. સ્થાનિક સંબંધિત વિભાગે તેમના એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્વસન રોગના સંકેતો મળી આવ્યા બાદ અધિકારીઓએ ત્રણ પ્રાણીઓના સેમ્પલ ટેસ્ટ માટે લીધા હતા.

image source

લુઇસવિલે ઝૂ તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રણેયને હળવા લક્ષણો જણાય રહ્યા હતા. તેથી તેમના પર સતત વોચ રાખવામાં આવી હતી. તેમ છતાં તેમની સંપૂર્ણ સ્વસ્થતાની ખાતરી પ્રાપ્ત કરવા માટે તેમના ટેસ્ટ કરવામાં આવ્યા. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ કહ્યું કે અન્ય કોઈ પ્રાણીઓમાં હાલ કોઈ લક્ષણ જણાતા નથી.

image source

પ્રાણી સંગ્રહાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે માણસોમાં ફેલાયેલા વાયરસથી પ્રાણીઓને ચેપ લાગવાનું જોખમ ઓછું માનવામાં આવે છે અને ઝૂ ખુલ્લું રહેશે, જો કે સંક્રમિત દિપડા સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને લોકોથી દૂર રાખવામાં આવશે.

image source

ઝૂ સામાન્ય લોકો માટે ખુલ્લું જ રહેશે, ફક્ત તેઓ ત્યાં સ્નો લેપર્ડને જોઈ શકશે નહીં. જણાવી દઈએ કે અમેરિકામાં કોરોનાના કારણે મોટા પ્રમાણમાં લોકોના મોત થયા છે ઉપરાંત લાખો લોકો સંક્રમિત થયા બાદ હવે ત્યાંના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ