રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ – શિયાળા માં બનાવો આ સ્વાદિષ્ટ સબ્જી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ રેસ્ટોરેન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈની સબ્જી બનાવવાની પરફેક્ટ રીત” જો તમે રોજ એક્નેક શાક ખાઈને થાકી ગયા હોય તો આ મેથી મટર મલાઈ જરૂરથી બનાવજો.આ ખૂબ જ સરસ લાગે છે એકદમ ઈસી રીતેથી બની જઈ છે.શિયાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે તો માર્કેટમાં મેથી અને વટાણા ખૂબ જ સરસ મળતા હોય છે.ત્યારે આ બનાવાની ઔર મજા આવે છે.

જોતા જ મોઢામાં પાણી આવી જઈ જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો આના સામે રેસ્ટોરેન્ટના શાકનો સ્વાદ પણ ફિક્કો લાગશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૩૫૦ ગ્રામ ડુંગળી
  • ૧/૨ કપ કાજુ
  • ૧ ઇંચ નો ટુકડો આદુ નો
  • ૪ લીલા મરચા
  • ૨ ઈલાયચી
  • ૨ તમાલપત્ર
  • ૩ થી ૪ લવિંગ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૨ કપ ઝીણી સમારેલી મેથી
  • ૧ કપ વટાણા
  • ૧/૨ કપ મલાઈ
  • ૨ ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • બટર
  • તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. કૂકર માં ડુંગળી ના મોટા ટુકડા, કાજુ , આદુ, લવિંગ, તમાલપત્ર, ઈલાયચી અને ૧ ટી સ્પૂન મીઠું ઉમેરી ને ૨ કપ પાણી ઉમેરી ને ૩ સીટી સુધી બાફવા મૂકી દો.

૨. કૂકર ઠંડુ પડે એટલે ખડા મસાલા કાઢી ને ૪ લીલા મરચા ઉમેરી ને મિક્સર માં સ્મૂથ પેસ્ટ બનાવી લો.

૩. હવે એક કઢાઈ માં બટર અને તેલ ગરમ કરો.

૪. એમાં જીરું ઉમેરો અને તતડે એટલે એમાં વાટેલી ગ્રેવી ઉમેરો.

૫. ગ્રેવી સાવ સુકાય ના જાય ત્યાં સુધી ઢાકી ને ઉકાળો.


૬. હવે આમ મેથી અને મટર ઉમેરી દો.

૭. બરોબર મિક્સ કરી ને એમાં ૧ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દો.

૮. ૩ થી ૪ મિનિટ ઉકાળવા દો અને હવે એમાં મલાઈ ઉમેરી દો. જો ઘર ની મલાઈ ઉમેરો તો ૨ થી ૩ દિવસ જ જૂની લેવી અને બરોબર હલાવી ને એને એકરસ કરી લેવી.

૯. ગ્રેવી પછી ઉકળે એટલે મીઠું ચેક કરી લેવું.

૧૦.છેલ્લે કસૂરી મેથી ઉમેરી ને હલાવી લેવું.

૧૧. હવે આ સબ્જી ને ગરમાગરમ સર્વ કરવું રોટી, પરાઠા અથવા નાન સાથે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.