ગરીબોના મસીહા કહેવાતા સોનુ સૂદની 2021માં આ છે યોજના, આ લોકોને ખાસ કરશે મદદ અને સાથે….

કોરોના મહામારી બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા લોકોએ પોતાની રોજી રોટી ગુમાવી દીધી છે. તો બીજી તરફ આવ સમયે દેવદૂત બનીને આવ્યો છે અભિનેતા સોનુ સૂદ. આમ તો સમગ્ર લોકડાઉન દરમિયાન ઘણા પરપ્રાંતિયોની સોનુએ મદદ કરી હતી. તેમને પોતાના વતમ સુધી પહોંચાડવા બસની વ્યવસ્થા કરી હતી. તો હવે સોનુએ લોકોને પગભર બનાવવા નવી યોજના લઈને આવ્યો છે. સોનુએ આ અંગે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. સોનુ જરૂરિયાતમંદ લોકો નાના પાયે શરૂઆત કરી શકે તે માટે ઈ-રિક્ષા મફતમાં આપશે. આ પહેલને સોનુએ ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ નામ આપ્યું છે. જેની ચારે તરફ હાલમાં ચર્ચા થઈ રહી છે.

image source

2021માં તે આ વાતને પ્રાથમિકતા આપશે

આ નવી યોજના અંગે વાત કરતા સોનુએ કહ્યું કે કાલની મોટી છલાંગ માટે આજનું નાનકડું પગલું. એક નાનકડો પ્રયાસ, જેથી લોકો સશક્ત બની કે અને નાનકડો વ્યવસાય શરૂ કરવા માટે મફત ઈ-રિક્ષા આપવાનો પ્રયાસ. ‘ખુદ કમાઓ, ઘર ચલાઓ’નો હેતુ ભારતને બનાવવાનો છે. સોનુ સૂદનું નવું મિશન વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. 2021માં તે આ વાતને પ્રાથમિકતા આપશે. એક ઈન્ટરવ્યૂમાં સોનુએ કહ્યું હતું, હું વૃદ્ધોની સર્જરી કરાવવા માગું છું, જેથી તેમને એવું ના લાગે કે તેઓ સમાજનો ઉપેક્ષિત હિસ્સો છે. 2021માં ઘૂંટણની સર્જરી મારી પ્રાથમિકતા રહેશે.

image source

25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યા હતા

તો બીજી તરફ લોકડાઉન દરમિયાન સોનુએ શ્રમિકોને બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓરિસ્સા ફ્લાઈટમાં મોકલ્યા હતા. એટલુ જ નહિં સોનુએ મુંબઈમાં કોરોના સામે લડતા હેલ્થ વર્કર્સને PPE કિટ્સ દાન આપી હતી. પંજાબમાં 1500 PPE કિટ્સ દાનમાં મોકલાવી હતી. મહારાષ્ટ્રમાં 25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યા હતા. જુલાઈમાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી 135 ભારતીય વિદ્યાર્થીઓને વારાણસી મોકલ્યા હતા.

જરૂરિયાતમંદોને મદદ કરવા 2 દુકાન અને 6 ફ્લેટ્સ ગીરવે મુક્યા

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

મનીકન્ટ્રોલ.કોમની રિપોર્ટ મુજબ, સોનુએ પોતાની 2 દુકાનો અને 6 ફ્લેટ્સને ગીરવે રાખ્યા છે. આ પ્રોપર્ટીના માલિક સોનુ અને તેની પત્ની સોનાલી છે. જોકે સોનુ તરફથી આ ખબર પર કોઈ કન્ફર્મેશન મળી શક્યું નથી. રિપોર્ટ મુજબ, એક્ટરે સોનુએ મુંબઈના જુહૂ વિસ્તારમાં સ્થિત પોતાની બે દુકાનો અને 6 ફ્લેટ ગીરવે રાખ્યા છે. આ બંને દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને ફ્લેટ્સ શિવ સાગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે. આ હાઉસિંગ સોસાયટી ઈસ્કોન મંદિર પાસે એ.બી નાયર રોડ પર સ્થિત છે.

એન્જિનિયરિંગ છોડી ફિલ્મોમાં આવ્યો

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગા પંજાબમાં થયો હતો અને તે એક બિઝનેસ પરિવારમાંથી આવતો હતો. જો કે તેની માતા પ્રોફેસર હતી અને તે ઈચ્છતી હતી કે સોનુ એન્જિનિયર બને. સોનીએ તેમની આ ઈચ્છા પૂરી પણ કરી અને આ માટે તે નાગપુરના યશવંતરાવ ચૌહાણ અભિયાંત્રિકી મહાવિદ્યાલયથી ઈલેસ્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી લઈને બહાર નીકળ્યો. પરંતુ આ દરમિયાન તેને મોડલિંગનો ચસ્કો લાગ્યો અને તે માતા પાસે એક વર્ષનો સમય માગીને મોડલિંગ અને ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો.

તામિલ ફિલ્મોથી કરી શરૂઆત

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

હિન્દુ, તેલુગુ, કન્નડ, અને તામિલ ફિલ્મોની સાથે સાથે સોનુ સૂદે અનેક નામચીન કંપનીઓની એડમાં પણ કામ કર્યુ છે. તેણે પોતાની પહેલી ફિલ્મ 1999માં તામિલ ફિલ્મ કાલજઘરમાં પાદરીની ભૂમિકા કરી હતી. ત્યારબાદ તમિલ ફિલ્મ મજનૂ (2001)થી તેની સાઉથમાં ઓળખ બની ગઈ. આ બાજુ સોનુએ હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયની શરૂઆત શહીદ એ આઝમ ભગતસિંહના રોલથી કરી. ત્યારબાદ તેણે મણિરત્મની યુવા (2004) અને આશિક બનાયા આપને (2005) કરી. ત્યારબાદ સોનુએ અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેને વિલનની ભૂમિકા જ મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ