શિવરાત્રીની રાત્રિએ અચુક કરો આ નાનકડું કામ, સાથે કરો આ મંત્રનો જાપ, દરેક ઇચ્છાઓ થશે પૂરી અને ક્યારે નહિં ખૂટે ઘરમાં ધન

કાલ ના પણ કાળ છે મહાકાલ. અનંત યુગ – અંનત કલ્પ પસાર થાય ચુક્યા તો પણ મહાકાલ શિવ પોતાની જગ્યા પર શાંત અને સ્થિર છે. કાળ ની તેમના પર અસર નથી કારણ કે તે મહાકાલ છે .

image source

મૂળ મહાકાલ રહસ્યં એ છે કે કાળ (સમય) તમને ચિંતા માં નાખી ને તમારી બુદ્ધિ અને શક્તિ ક્ષીણ કરે છે .જો તમે કોઈ પણ પરિસ્થિતિ માં શાંત રહેશો તો કાળ તમને અસર નહિ કરે. કાળ તમને ચિંતા ,કામ ,ક્રોધ ,લોભ ,સ્વાર્થ જેવા કુવિચાર આપીને વિચલિત કરે છે. અને તમારા પર હાવી થાય છે. જો ગમે તે પરિસ્થિતિ ને સાક્ષીભાવ થી જોશો તો કાળ નો પ્રભાવ તમારા પર નહિ પડે.

image source

ભૂત , ભવિષ્ય ની ચિંતા કર્યા વિના વર્તમાન માં શાંત અને આનંદ થી જીવન જીવવું આ જ મહાકાલ શિવ રહસ્યં છે. શિવરાત્રી ના દિવસે એકાગ્રતા પૂર્વક “ૐ નમઃ શિવાય ” મંત્ર જાપ વધુ માં વધુ કરવો જેથી આપણા માં નિર્વિકાર ,નિષ્પ્રપંચ , નિશ્ચિચિત , નિરામય ,નિર્વિકલ્પ મહાકાલ શિવ જેવા ગુણ આવે અને આપણું જીવન આનંદ ,શાંત અને સુખમય બને.

image source

શિવરાત્રિ ની રાત્રી એ દીપદાન પ્રયોગ કરવો જેથી તમારી ઈચ્છા પૂર્ણ થાય. શિવરાત્રી ની રાત્રી એ 11.00 થી 12.30 વચ્ચે શિવજી ની સામે શુદ્ધ ઘી નો દીવો કરીને તેમને અર્પણ કરવો. તમારા ઈચ્છા સંકલ્પ મુજબ કરવો. દીવો ચાલુ રહે ત્યાં સુધી “ૐ નમઃ શિવાય ” મંત્ર જાપ કરવો. જો શત્રુબાધા હોય તો સરસીયા તેલ નો દીવો કરીને શત્રુ નિવારણ ની પ્રાર્થના કરી શકાય. શિવરાત્રી ના દિવસે પારદ કે સ્ફટિક શિવલિંગ પર રુદ્રાભિષેક કરીને સંકલ્પ કરી ને ઈચ્છા પૂર્ણ કરી શકાય છે.

image source

આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ 11 માર્ચ અને ગુરુવારે ઉજવાશે. આ દિવસે બે ખાસ યોગ પણ સર્જાશે. જેમાં 11 માર્ચે સવારે 9.24 કલાક સુધી શિવયોગ છે જ્યારે ત્યારબાદ 9.45 કલાકથી શ્રવણ નક્ષત્ર હશે. આ નક્ષત્ર પણ ઉત્તમ ગણાય છે. આ દિવસે વ્રત કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. મહાશિવરાત્રીના દિવસે આઠ પ્રહરની પૂજા દરેક શિવાલયમાં કરવામાં આવે છે.

image source

તેમાં રાત્રે થતી પૂજા સૌથી વધુ મહત્વ ધરાવે છે. આવતી કાલે દેશભરમાં મહાશિવરાત્રી ઉજવાશે. જો કે આ વખતે કોરોના વાયરસના કારણે મંદિરોમાં ભક્તો માટે અનેક પ્રતિબંધો હોય શકે છે તેથી તમે ઘરે પણ આ રીતે આરાધના કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે શિવલિંગના મૂળમાં બ્રહ્માજી મધ્યમાં વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી બિરાજે છે. તેથી શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય દેવોના આશીર્વાદ મળે છે.

જ્યોતિષવિશેષજ્ઞ અને વાસ્તુશાસ્ત્રી શ્રી હેમેન્દ્રભાઈ મિસ્ત્રી અમદાવાદ.

astro.hemen24@gmail.com

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ