મેરઠમાં કૂદરત રૂઠી કે શું? ગેસ સિલિન્ડર ફાટવાની દાદી અને પૌત્રનું દર્દનાક મોત, બીજા સાત સભ્યો પણ….

અવારનવાર ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવતી હોય છે. અત્યાર સુધીમા ઘણા લોકો આવી ઘટનાના શિકાર બની ચૂક્યા છે. હાલમા આવી જ એક દર્દનાક ઘટના મેરઠમા સામે આવી છે. આ વિશે વિગતે વાત કરીએ તો, મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાંધણ ગેસ દ્વારા આગ લાગવાની વાત સામે આવી હતી. જો કે, મહિલાઓએ આગને કાબૂમાં લઇ લીધી હતી, પરંતુ આખા ઘરમાં ધુમાડો ફેલાયો પ્રસરી ચૂક્યો હતો અને તેના કારણે આખો પરિવાર બેભાન થઈ ગયો હતો.

image source

ઘટનાની ગંભીરતાની વાત કરીએ તો, પરિવારના સભ્યોમાથી દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ધુમાડાથી ત્યાં હાજર સભ્યોની આંખો બંધ થઈ ગઈ હતી, વધારે ધુમાડાને કારણે તેઓ ઇચ્છે તો પણ ઘરનો દરવાજો ખોલી શકે તેમ ન હતા. એક પછી એક પરિવારના સાત લોકો બેહોશ થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે, જો પરિવાર પાંચ-છ મિનિટ માટે પણ વધારે અંદર રહી ગયો હોત તો તે સ્થિતી હજુ વધારે ખરાબ બની જાત, અહી દાદીએ પૌત્રને બચાવવાનાં ચક્કરમા પોતના જીવની પણ પરવાહ ન કરી.

image source

મળતી માહિતી મુજબ, ઘટના સ્થળ લિસાડી ગેટ ખાતેનો નૂર ગાર્ડન, 60 ફુટા રોડ પર સ્ક્રેપ કામ કરનાર નવાબ પુત્ર આમિરનું ઘર છે. નવાબની પુત્રીના લગ્ન લોકડાઉનમાં થયાં હતાં. જેને એક દીકરાને હાલમા જ જન્મ આપ્યો હતો. આ વાતની જાણ થતાં નવાબની બહેન રીહાન્ના છ વર્ષના પૌત્ર સાદ સાથે ચિતૌર ગામ મુઝફ્ફરનગરથી આવી હતી. અહીં નવાબની પત્ની શહેનાઝ, ભત્રીજી અસીમા, પુત્રી રૂકૈયા અને ભત્રીજા કૈફ ઘરમાં હાજર હતા. શહેનાઝ અને રુકૈયા ઘરે રસોઈ બનાવતા હતા. આ સમય દરમિયાન એલપીજી સિલિન્ડરમાં ગેસ લિક થઈ ગયો હતો અને આગ લાગી હતી.

image source

માતા અને પુત્રી બંનેએ આગને કાબૂમાં લીધી, પરંતુ તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાઈ ગયો. પરિવારના લોકોએ આ બન્નેને બેભાન જોયા અને આસપાસના લોકોને બુમો પાડી બોલાવી લીધા. ઘરના દરવાજાને પણ અંદરથી જ બંધ કરેલો હતો. લોકોએ દરવાજો તોડીને પરિવારને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરે રિહાન્ના અને તેના પૌત્ર સાદને મૃત જાહેર કર્યા. આ અંગેની માહિતી મળતાં લિસાડી ગેટ પોલીસની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સીઓ કોટવાલી અરવિંદ ચૌરસિયા કહે છે કે, દાદીમાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

image source

લિસાડી ગેટ ખાતે નૂર ગાર્ડનમાં તેના પૌત્રનો જન્મ થતાં પરિવારમાં આનંદનું વાતાવરણ હતું. નવાબની બહેન રીહાન્ના તેના પૌત્રને લઈને આવી. નવાબ કુટુંબ અને સબંધીઓ માટે રસોઇનો સામાન લેવા માટે બજારમાં ગયા હતા. નવાબના ઘરે પડોશના પણ ઘણા બાળકો હતા. તે થોડા સમય પહેલા જ તેના ઘરે પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. તેમના ઘરની વાત કરીએ તો 50 ગજના મકાનમાં બે ઓરડાઓ છે. એક ઓરડામાં નવાબની બહેન રીહાન્ના અને ભત્રીજીની પુત્રી સહિત સાત લોકો હતા.

નવાબની પત્ની શબનમ રસોડામાં રસોઇ બનાવતી હતી. આ સમયે એક અકસ્માત સર્જાયો હતો. લોકોએ કહ્યું હતું કે, રિહાન્નાનું મોત તેના છ વર્ષના પૌત્રને બચાવવા માટે થયું હતું. પૌત્રને આગમા ફસાયેલો જોઈને રીહાન્નાએ બુમો પાડી, તે સૌથી વધારે ચીસો પાડી રહી હતી, જ્યારે અન્ય લોકોએ મોંને કપડાથી ઢાંકી રાખ્યુ હતું. રિહાન્ના પણ પૌત્રને બચાવવા માટે ઓરડામાંથી બહાર આવી હતી, જેના કારણે ધુમાડોની અસર તેને વધારે થઇ હતી. પૌત્ર બેભાન થતાની સાથે જ તેણી પણ જમીન પર પડી ગઈ હતી. પરિવારના સભ્યોએ કહ્યું કે, તેનો પૌત્ર રિહાન્નાને ઘણો પ્રેમ કરતો હતો અને એટલે જ તે મુઝફ્ફરનગરથી માતા નહી પણ પોતાની દાદી સાથે જ આવ્યો હતો.

image source

આ ઘટના બાદ પરિવારના સભ્યો ખુબ જ શોકમા છે. પરિવારજનોની સારવાર કરતા ડોક્ટરે કહ્યું કે, દરેકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગેસનો ધુમાડો મોની અંદર ગયો છે. હવે પહેલા કરતા સ્થિતિમાં ઘણો સુધારો છે અને કોઇ પણ પ્રકારના જોખમની તેઓ બહાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત