બાપ છે કે રાક્ષસ? સટ કરતું પુત્રીનું માથું વાઢી નાંખ્યું અને શરમ વગરનો હાથમાં પકડીને પહોંચ્યો પોલીસ સ્ટેશન

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ તેની જ પુત્રીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને વાત માત્ર અહીં જ પુરી નથી થઈ જતી, આ પિતા તેની દીકરીનું કપાયેલું માથું હાથમાં પકડીને પોલીસ સ્ટેશન પહોંચ્યો ગયો હતો. આવું આશ્ચર્યજનક દ્રશ્ય જોઈ ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો હતો. બધા આ જોઈને ચકિત થઈ ગયા હતા કે એવું તો શું થયું કે આ વ્યક્તિ આવું કરી રહ્યો છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે, જેનું માથું પકડી તે જઈ રહ્યો હતો તે તેની જ દીકરીનું હતું. આ યુવતી વિશે મળતી માહિતી મુજબ, તે ઇન્ટરમાં ભણતી હતી અને તેની ઉંમર 18 વર્ષીય હોવાનું જાણવા મળ્યું છે. આખી ઘટના પાછળનું કારણ એ સામે આવ્યું છે કે, આ યુવતીએ પરિવારના પિતરાઇ ભાઇ સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો જેથી તેના પિતા આવું કરી રહ્યા છે.

image source

આ પ્રેમસંબંધ ના ખુલાસા વિશે વાત કરીએ તો જાણવા મળ્યું હતું કે, પિતાએ જ તેની પુત્રીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં બે દિવસ પહેલા જોઇ હતી. ત્યારે તેના પિતા તેને પકડી પાડી હતી તે જોઈને ડરથી ત્યારે ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. તે પછીથી જ યુવતીના પિતા ખૂબ ગુસ્સે થયા હતા અને ગુસ્સામાં જ તેણે તેની પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરવાની યોજના બનાવી નાખી હતી.

image source

આ પછી બુધવારે સાંજે પિતાએ પુત્રી પર અનેક વાર કર્યાં અને માથું ધડથી કાપી નાખ્યું હતું. આ પછી આરોપી પિતા દીકરીનું માથુ હાથમાં લઇ મધ્યસ્થ પોલીસ સ્ટેશન તરફ જવા માટે નીકળી પડ્યો. તે જ્યારે આવી હાલતમાં રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બધા લોકો આ વિચિત્ર અને ખોફનાક દ્રશ્ય જોઈ દંગ રહી ગયા હતા. બધા તેને ત્યાંથી પસાર થતા જોતાં રહ્યાં પરંતુ કોઈ તેની નજીક જવાની હિંમત કરતું ન હતું.

image source

આ બનાવની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસ આવી ત્યાં સુધીમાં તે પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પિતાને ત્યાં આવી હાલતમાં સામેથી આવતા જોઈને પોલીસકર્મીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. તેના ત્યાં પહોંચતાની સાથે જ તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની માહિતી આપતાં એસપી અનુરાગ વત્સનું કહેવું છે કે, યુવતીના પિતા તેના પ્રેમ સંબંધથી નારાજ હતા. જેથી પિતાએ તેની પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરવાની યોજના ઘડી હતી. આ પછી મોકો જોઈને ઘરમાં એકલી પુત્રીને મળ્યા બાદ તેણે ઘરનો દરવાજો બંધ કરી દીકરીનું માથું ધડથી જ અલગ કરી દીધું હતું. હાથમાં તૂટેલા માથા સાથે તે પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો.

image source

આ ભયાનક ઘટના બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ છે. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ આ મામલે હવે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, કાનૂન હાથમાં લેવાનો હક કોઈને હોતો નથી, તેના પિતાએ કરેલી આ હત્યા બાબતે તે આરોપી બન્યા છે અને હવે તેને આરોપી સમજીને કડક સજા કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત