અયોધ્યામાં સર્જાશે કંઈક અલગ જ માહોલ, ફિલ્મ સ્ટાર્સ કરશે ભવ્યાતિભવ્ય રામલીલા, જાણો તમે ક્યારે જોઈ શકશો

અયોધ્યામાં રામમંદિરમા આ વખતે પણ સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરા જોવા મળવાની છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ વચ્ચે આ વખતની રામલીલા પણ ખાસ થવા જઇ રહી છે. સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને બચાવવા માટે નવા પ્રયોગ થઇ રહ્યા છે. અહીં સરયૂ નદીના કાંઠે લક્ષ્મણ કિલા મંદિરમાં ભવ્ય રામલીલાની તૈયારી ચાલી રહી છે.

image source

વસ્ત્રો પણ આવી ગયાં

અયોધ્યાની રામલીલા માટે પ્રભુ શ્રીરામની સાસરી જનકપુરી, નેપાળથી રાજાશાહી વસ્ત્રો બનીને આવ્યાં છે. સીતા માતાનાં ઘરેણાં અયોધ્યામાં જ તૈયાર થયાં છે. ભગવાન શ્રીરામનું ધનુષ કુરુક્ષેત્રમાં તથા રાવણનાં ઘણાં વસ્ત્રોમાંથી એક શ્રીલંકામાં બન્યું છે.

image source

આ જગ્યાએ થશે લાઈવ પ્રસારણ

ફિલ્મી દુનિયાના જાણીતા કલાકારો બુલંદ અવાજે રામાયણના સંવાદોનું રિહર્સલ કરી રહ્યા છે. આ રામલીલાનું જીવંત પ્રસારણ પહેલી વાર ડીડી નેશનલ, યુટ્યૂબ તથા અન્ય સોશિયલ મીડિયા ચેનલ્સ પર 17થી 25 ઓક્ટોબર સુધી સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી થશે. ત્યારબાદ આ રામલીલા રેકોર્ડ કરીને એક અઠવાડિયા બાદ યુટ્યૂબ પર 14 ભાષામાં અપલોડ કરાશે. રામ અને સીતાની ભૂમિકા અનુક્રમે સોનુ ડાંગર અને કવિતા જોશી જ્યારે રાવણનું પાત્ર શાહબાઝ ખાન ભજવશે.

image source

સ્થાનિક ધારાસભ્યમાં ભારે ઉત્સાહ

ભોજપુરી કલાકાર અને સાંસદ મનોજ તિવારી અંગદની તથા રવિ કિશન ભરતની ભૂમિકામાં જોવા મળશે. આ રામલીલાની તૈયારીઓમાં વ્યસ્ત સ્થાનિક ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા આ નવા પ્રયોગને લઇને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે કે દેશ-દુનિયાના રામભક્ત અને લીલાપ્રેમી આ રામલીલાનો આનંદ લઇ શકશે. જોકે, અયોધ્યાની નિરંતર ચાલતી પરંપરાગત રામલીલા નહીં યોજાય.

image source

ખુલ્લામાં રામલીલા યોજવા પ્રયાસ કરાયો

અયોધ્યા શોધ સંસ્થાનના નિયામક ડૉ. વાય. પી. સિંહ જણાવે છે કે નિરંતર રામલીલા સાથે દેશભરની રામલીલા મંડળીઓના અંદાજે 400 કલાકારો જોડાયેલા છે. રામકથા પાર્કમાં ખુલ્લામાં રામલીલા યોજવા પ્રયાસ કરાયો હતો પરંતુ દર્શકોની ભીડની શક્યતાને ધ્યાનમાં લેતાં મંજૂરી ન મળી. આ સાથે જ અયોધ્યાની રામલીલા અંગે શ્રીરામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ જણાવે છે કે અયોધ્યામાં રામલીલા ક્યારેય બંધ નથી રહી એવું મનાય છે

image source

400 વર્ષથી યોજાતી રામલીલાની શરૂઆતનો શ્રેય….

આગળ વાત કરતાં પૂજારી સત્યેન્દ્ર દાસ કહે છે કે, 400 વર્ષથી યોજાતી રામલીલાની શરૂઆતનો શ્રેય તુલસીદાસના સમકાલીન મેઘાભગતને જાય છે. અહીં એક સમયે રાજદ્વાર ભવનમાં યોજાતી રામલીલા ઘણી લોકપ્રિય હતી. તે ખુલ્લામાં થતી, જેમાં રામચરિત માનસ તથા રામનાં બીજાં મહાકાવ્યોના દોહા-ચોપાઇઓનો પાઠ થતો. આખી રામલીલા દરમિયાન દરેક પ્રસંગને અનુરૂપ દોહા-ચોપાઇઓનો સ્વરપાઠ થતો પણ બાદમાં કોઇ કારણસર તે રામલીલા બંધ થઇ ગઇ. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિર મામલે ચુકાદા બાદ અયોધ્યામાં શાંતિનો માહોલ છે. અયોધ્યામાં રાબેતા મુજબ જનજીવન યથાવત દેખાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ