કોરોનાનો હાહાકાર: અહિંયા કોરોનાના કેસો ધડાધડ વધતા આપી દીધું આજ રાતથી એક મહિના માટે લોકડાઉન, જાણો વધુમાં..

ફ્રાંસમાં નવી માર્ગદર્શિકા મુજબ નાગરિકોને વર્ક ફ્રોમ હોમ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને ફક્ત ‘એપ્રુવલ સર્ટીફીકેટ’ મળી ગયા પછી જ ઘરની બહાર કે પછી કસરત કરવા માટે જવાની પરવાનગી આપવામાં આવશે.

image socuer

કોરોના વાયરસના વધતા જતા કેસના લીધે ફ્રાંસના પીએમ જીન કેસટેક્સ દ્વારા ગુરુવારના રોજ ફ્રાંસમાં પેરિસ સહિત અન્ય ૧૬ વિસ્તારોમાં આવનાર એક મહિના માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ લોકડાઉન ફ્રાંસમાં શુક્રવાર રાતના સમયથી આવનાર ચાર અઠવાડિયા સુધી લાગુ કરવામાં આવશે. પરંતુ ગત વર્ષે માર્ચ મહિના અને નવેમ્બર મહિનાની તુલનાએ ઓછા પ્રતિબંધની સાથે લોકડાઉનનો અમલ કરાવવામાં આવશે. લોકડાઉનના સમયગાળા દરમિયાન શાળાઓ અને યુનીવર્સીટી ખુલ્લી રાખવામાં આવશે. ઉપરાંત જીવન જરૂરિયાતના સામાનની દુકાનો, બુક શોપ અને મ્યુઝિક શોપ પણ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

image soucre

કોરોના વાયરસની નવી માર્ગદર્શિકા મુજબ, નાગરિકોને વર્ક ફ્રોમ હોમ કરવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે આ સાથે જ ફક્ત ‘એપ્રુવલ સર્ટીફીકેટ’ પ્રાપ્ત કરેલ નાગરિકોને જ ઘરની બહાર જવા માટે કે પછી એકસરસાઈઝ કરવા માટે જવાની પરવાનગી આપવામાં આવશે. ‘એપ્રુવલ સર્ટીફીકેટ’ હોવા છતાં પણ વ્યક્તિ પોતાના ઘરથી ૧૦ કિલોમીટરના અંતરમાં જ જઈ શકશે. ૧૦ કિલોમીટર કરતા વધારે દુર જઈ શકાશે નહી. કોરોના વાયરસની નવી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યા પછીથી નાઈટ કર્ફ્યું માટે અત્યારનો સમય સાંજના ૬ વાગ્યાથી ઘટાડીને ૭ વાગ્યા સુધીનો કરી દેવામાં આવશે.

કોરોના વાયરસનો ત્રીજો તબક્કો

image soucre

આ અગાઉ કૈસ્ટેક્સ દ્વારા મંગળવારના રોજ કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસનો ત્રીજો તબક્કો શરુ થઈ ગયો છે. ત્યાં જ બીજી તરફ કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી દેશ પ્રભાવિત થયો છે. કૈસ્ટેક્સ સાંસદોને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘હાલના સમયમાં કોરોના વાયરસની મહામારી ઓવરટાઈમ કરી રહી છે. આપણે એને ત્રીજા તબક્કાના દ્રષ્ટિકોણથી જોવું જોઈએ.’

૯૧ હજાર કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

image soucre

ફ્રાંસમાં કોરોના વાયરસના લીધે લોકડાઉન દરમિયાન આપવામાં આવતું ‘એપ્રુવલ સર્ટીફીકેટ’મેળવી લીધા બાદ પોતાના ઘરની બહાર નીકળી શકશે. પીએમ કૈસ્ટેક્સ દ્વારા જણાવ્યું છે કે, આ લોકડાઉન દરમિયાન લોકોને ઘરની બહાર જવાની પરવાનગી માટે છે પણ આ પરવાનગી મેળવ્યા પછી પણ મિત્રોના ઘરે જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી કે પછી પાર્ટી કરવા માટે પણ નથી અને સોશિયલ ડીસ્ટન્સિંગ અને ફેસ માસ્ક વિના કોઈપણ વ્યક્તિને મળવા દેવા માટે છે નહી. જોમ્સ હોપકિન્સ યુનીવર્સીટીના જણાવ્યા મુજબ, ફ્રાંસ દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૨,૪૧,૯૫૯ વ્યક્તિઓને કોરોના વાયરસથી સંક્રમિત કેસ સામે આવ્યા છે ત્યાં જ ૯૧,૮૩૩ વ્યક્તિઓએ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે જ પોતાનું જીવન ગુમાવી દીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ