જો તમારે પણ બાળકને ખડખડાટ હસાવવું હોય તો આનાથી વધારે સસ્તી અને સારી ટિપ્સ નહીં મળે, જુઓ વીડિયો

બાળકનાં ચહેરાં પરનું હાસ્ય દુનિયાનું સૌથી સુંદર દ્રશ્ય છે તેમ કહેવાય છે. બાળકમાં કોઈ સ્વાર્થ હોતો નથી તેથી જ તેના હાસ્યમાં નિર્દોષતા જોવા મળે છે. બાળકોની નિર્દોષતાથી ભરેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહેતા હોય છે. તાજેતરમાં પણ આવો જ એક અનોખો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ નવીનતમ વીડિયો એટલો સુંદર છે કે લોકો આ પરિવારના ચાહક બની ગયા છે!

image soucre

આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો, વીડિયોમાં એક કપલ દેખાઈ રહ્યું છે અને તેમની સાથે તેમનું બાળક પણ જોવા મળે છે. વીડિયોમાં આ માતા પિતા બન્ને બાળક સાથે રમી રહ્યાં છે. તેમની મસ્તીથી બાળક ખુબ ખુશ થઈને હસી રહ્યું હોય તેવું જોઈ શકાય છે. આ કપલ બાળકને થોડો જાદુ બતાવીને હસાવવા માંગે છે અને જ્યારે આ જાદુ પૂર્ણ થાય છે ત્યારે બાળક ખુબ જ આશ્ચર્યચકિત થઈને હસવા લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ બાળકની માતા એક બોટલ લે છે અને તેમાં પાણી ભારે છે. ત્યારબાદ આ બોટલને પોતાનાં મોઢા ઉપર ટેકવે છે. બીજી તરફ બાળકના પિતા જ્યારે બાળકની માતા બોટલને મોઢા પર ટેકવે કે તરત જ પોતાના મોઢામાંથી પાણીની પિચકારી છોડે છે. જેવું તેના પિતાનાં મોઢામાંથી પાણી બહાર આવે છે તે જોતાં જ બાળક ખડખડાટ હસવા લાગે છે. આ રીતે આ કપલ પોતાના બાળકોને અવનવાં નુસ્ખાઓ દ્વારા રમાડી રહ્યા છે. આ બાળકને પણ આવું અવનવું જોઈને મોજ પડી જાય છે.

આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ બાળકની નિર્દોષતા ખુબ ગમી રહી છે. બાળક જે રીતે હસી રહ્યું છે તે વીડિયોમાં જોઈને લોકો પણ ખુબ હસી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે માતાપિતા સાચે તેના બાળકને હસાવવા અનોખા નખરા કરી રહ્યાં છે. બધા માતાપિતાએ બાળક સાથે મસ્તી કરવા આવા આઈડિયા શોધતા રહેવું પડે જોઈએ.

બાળકના હાસ્ય સિવાય તો હાસ્યના મહત્વની વાત કરીએ તો તાણમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાય છે મુક્ત હાસ્ય. જેમ સુપાચ્ય ભોજન સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે, તે જ પ્રમાણે મુક્ત હાસ્ય તન-મનને તંદુરસ્તી બક્ષે છે. આજે હાસ્યનો જાણે દુકાળ પડ્યો હોય એવું જણાય છે. માટે સવારમાં ઠેર ઠેર લાફીંગ ક્લબ’ના નામે મેમ્બરો ભેગા થઈ હાસ્ય મેળવવા પ્રયત્ન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ