ક્યારેય જોયું નહીં હોય કે આ રીતે પણ કાપી શકાય છે વાળ, વીડિયો વાયરલ

સોશ્યલ મીડિયા પર અનેક એવા વીડિયો અવારનવાર આવતા રહે છે જેને જોઈને સૌ કોઈ ચોંકી જાય. આવો જ એક વીડિયો પાકિસ્તાનથી વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીંના એક હેર સલૂનમાં સલૂનના માલિક કાતરથી નહીં પણ હથોડા અને ચપ્પાની મદદથી હેર કટિંગ કરે છે.

image soucre

પાકિસ્તાનના લાહૌરમાં એક સલૂન આવેલું છે. જે ચર્ચામાં જોવા મળે છે. આ સલૂનની ખાસિયત છે કે અહીંના માલિક અલી અબ્બાસ ક્યારેય કાતરથી ગ્રાહકોના વાળનું કટિંગ કરતા નથી. તેઓ અલગ જ રીતે ગ્રાહકોના વાળ કાપે છે અને સાથે જ આ રીત માટે તેઓ ખાસ ચર્ચામાં રહ્યા કરે છે. હાલમાં તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ગ્રાહકના વાળ કાપવા માટે તૂટેલા કાચ, હથોડી, કસાઈનું ચપ્પુ અને આગનો ઉપયોગ કરી રહ્યા છે.

image source

અલી અબ્બાસની દુકાન પાકિસ્તાનના લાહૌર શહેરમાં છે. અહીંની ખાસ વાત એ છે કે અલી અબ્બાસની આ અજીબોગરીબ શોખની આદતના કારણે કોઈ ગ્રાહક તેમની પાસે આવી રહ્યા નથી. પાકિસ્તાનથી મળી રહેલી માહિતી અનુસાર અલી અબ્બાસ કહે છે કે તે કંઈક અલગ કરવા ઈચ્છે છે. તેમના મનમાં કોઈને કોઈ વિચાર આવતા રહે છે અને તેનો પ્રયોગ તેઓ વાળ પર કરતા રહે છે. આ રીતની મદદથી હેર કટ કરવા એ વિચાર પણ તેમનો પોતાનો છે.

image soucre

હેર સલૂનના માલિક અલી અબ્બાસ કહે છે કે તેઓ જ્યારે પણ હેર કટિંગને લઈને નવી રીતનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ પહેલા તેને માટેની ટ્રેનિંગ લે છે. જેથી કોઈ પણ ગ્રાહકને કોઈ નુકસાન ન થાય. શરૂઆતમાં તેમના અનેક ગ્રાહકો તેમને ત્યાં આવતા રતા પણ હતા પરંતુ ધીરે ધીરે આ ડર ખતમ થયો છે અને હવે મોટી સંખ્યામાં આ સલૂનમાં લોકો હેર કટિંગ માટે પહોંચી જતા જોવા મળી રહ્યા છે.

image source

હાલમાં અલી અબ્બાસનો વાળ કાપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને એઆરવાઈ ચેનલે તેના યૂટ્યૂબ પર પોસ્ટ કર્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને લાખો લોકો જોઈ રહ્યા છે અને નવાઈ પામી રહ્યા છે. તમે પણ આ લિંક પર ક્લિક કરીને વીડિયો જોઈ શકો છો. https://www.youtube.com/watch?v=OqZRRGRC_pI