નોઈડામાં બન્યું ફ્લાય ડાઈનીંગ રેસ્ટૉરન્ટ – એડવેન્ચર અને મસ્ત જમવાનું – બન્ને એકસાથે!

નોઈડામાં એક એવો અનોખો રેસ્ટોરાં ખુલ્યો છે જે પોતાનાં મહેમાનોને ૧૬૦ ફીટની ઊંચાઈ પર ભોજનનો આનંદ માણવાનો લ્હાવો આપે છે જ્યાંથી શહેરની રોશનીનો ઝળહળાટ અલગજ લાગે છે.

image source

તહેવારોમાં આપણામાંથી મોટાભાગના લોકોને કંઈ નવું કરવાની થનગનાટ થતી હોય છે. લાગે છે કે કંઈ નવું કરવું છે. લોકોથી અલગ અનુભવ કરવો છે. ચાહે તે કોઈ નવા સ્થળની મુલકાતે જવાનું થાય કે પછી કોઈ નવી જગ્યાએ જઈને સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવાની હોય. ઘણાં લોકોને આવીજ રીતે એડવેન્ચર એટલે કે સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ હોય છે. પણ જો તમને કહેવામાં આવે કે આ ત્રણે આનંદ તમે એક સાથે માણી શકો તો શું તમને વિશ્વાસ થશે? જી હાં અને અમે આ બાબતે જરા પણ મજાક નથી કરી રહ્યાં. કેમ કે તમે એક નહિ પણ ત્રણે ત્રણ વસ્તુઓ હવે એક સાથે કરી શકશો નોઈડા ના આ રેસ્ટોરામાં.

image source

પણ આગળ કંઈ જણાવીએ તેના પહેલા તમને એ તો પૂછી લઈએ કે શું તમને ઊંચાઈથી પ્રેમ છે? કેમ કે જો તમે નબળાં હૃદયના છો અને ઊંચાઈ થી ડરો છો તો આ તમારાં માટે નથી. આ સ્પેશિયલ રેસ્ટોરાં નોઈડા સ્થિત છે જે જમીન થી ૧૬૦ ફીટની ઊંચાઈ પર ભોજન પીરસે છે અને ફાઈન ડાઇનિંનનો લુત્ફ ઉઠાવવાનો અવસર આપે છે.

image source

આ ફક્ત ફૂડીઝ માટે નહીં પરંતુ એડવેન્ચર જંકી માટે પણ જબરદસ્ત અનુભવ હશે. અહીંયા ફુડ અને એડવેન્ચર એમ બંનેનો અદ્ભુત સમન્વય છે.

image source

આ રેસ્ટોરાં તમને ૧૬૦ ફીટની ઊંચાઈ પર લઈ જશે અને ત્યાંથી આખા શહેરને નિહાળતાં તમે ભોજન માણી શકશો. જો તમને ઊંચાઈ થી થોડો ઓછો પ્રેમ હોય તો કદાચ તમારા માટે ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે અથવા ઉલ્ટી થાય. તો આવા વ્યક્તિ વિશેષ માટે અહીંયા નહિ જવું સારું રહે. કેમ કે તેમના માટે આ કોઈ ખતરનાક સપના સમાન સાબિત થાય.

image source

આ રેસ્ટોરાં નોઈડામાં સેક્ટર ૩૮-A માં સ્થિત છે જે Fly Dining ના નામે પ્રચલિત છે. જો તમે પણ આ જગ્યાએ જવાનો વિચાર કરી જ લીધો છે તો યાદ અપાવી દઇએ કે અહીંયા જવા માટે તમારે પહેલેથી બુકિંગ કરાવી રાખવું પડશે.

image source

અહીંયા એક સાથે ૨૪ વ્યક્તિઓ આ અનુભવ માણી શકે છે. વેઇટેર ઉપરાંત આવેલા મહેમાનોને ક્રેનની મદદથી ઉપર ઉઠાવવામાં આવે છે. તમામ લોકોને જે સીટ પર બેસાડવામાં આવે છે તે અત્યંત સુરક્ષાને ઘ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલી છે. વેઇટેર અને સ્ટાફ મેમ્બર પણ સ્વયં બેલ્ટની મદદથી જ ચાલે છે.

image source

આ અનોખા રેસ્ટોરાંની પાછળ નિખિલ કુમારનું મગજ છે, જે દુબઈ ગયા હતા અને આવીજ એક રેસ્ટોરાંમાં ભોજન કર્યું હતું. તેમને આ અનુભવ ખૂબજ રોમાંચક લાગ્યો અને તેમણે નોઈડામાં આવાંજ રેસ્ટોરાં બનાવવાનો વિચાર કર્યો.  આ વિચારને અમલમાં આવતા બે વર્ષ નીકળી ગયા. તેમણે જર્મનીથી એક્સપર્ટની સલાહ લીધી અને તેમના નીચેજ સ્ટાફને ટ્રેનિંગ પણ અપાવી જેનાથી કરીને કોઈની સુરક્ષા ના જોખમાય.

image source

તેમનાં મતે આ રેસ્ટોરાંનો આઇડિયા ફક્ત સારું ભોજન જ નહિ પરંતુ એક સંપૂર્ણ નવીન અનુભવ કરાવવાનો છે. આ સ્થળને પિકનિક સ્પોટ તરીકે પણ માણી શકાય તેવું છે. અહીંયા ગ્રાહકોની સુરક્ષા મુદ્દે કોઈ પણ બાંધછોડ કરવામાં નથી આવતી.

image source

આ રેસ્ટોરાંમાં ગર્ભવતી મહિલાઓ અને ૪ ફુટથી નાની ઊંચાઈવાળા બાળકોને એન્ટ્રી નથી. કેમકે અહીંયા સુરક્ષા સાધનો પણ એજ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. હવામાં જતા પહેલા સીટ બેલ્ટ અને સુરક્ષાની તમામ ચકાસણી ત્રણ વખત કરવામાં આવે છે. જેથી કરીને કોઈ લાપરવાહી ના રહી જાય.

image source

લોકો ૪૦ મિનિટ સુધી હવામાં આ અનુભવ માણી શકે છે અને અહીંયા જઈ આવેલા લોકો આ રેસ્ટોરાંને અલગજ અનુભવ જણાવે છે. તેમના મુજબ આ ખૂબજ રોમાંચક અને આનંદમયી અનુભવ રહ્યો છે.

image source

આ રેસ્ટોરાં ફક્ત સાંજે ૬ થી ૧૦ ની વચ્ચેજ ખુલું રહે છે. તો જો આપની પ્લાનિંગ હોય તો આ સમયને ઘ્યાનમાં રાખીને જવું. અને પહેલેથી બુકિંગ આવશ્યક છે જેની ખાસ નોંધ લેવી. આવીજ એક રેસ્ટોરાં બેંગલોરમાં પણ આવેલી છે. જ્યાં આ જ પ્રકારનો આનંદ માણી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ