એક જ વર્ષમાં મહિલાએ 2 વાર આપ્યા 2-2 બાળકોને જન્મ, પુરાવા તરીકે જોઇ લો તસવીરો

આપણે ઘણીવાર કિસ્સાઓ સાંભળીએ છીએ અલગ અલગ પ્રકારના કિસ્સાઓ વિષે સાંભળવા મળે છે. જેમાં અમુક કિસ્સાઓ એવા હોય જેને સાંભળીને લોકોના હોશ ઊડી જાય છે અને વિચાર કરવા માટે મજબૂર બની જઈએ છીએ કે આવું કેવીરીતે શક્ય બની શકે. આજે અમે આપને એક એવીજ ઘટના વિષે જણાવીશું. આ વિષે જાણીને આપ પણ ચોંકી જશો. તો હવે જાણી લઈએ આ પૂરી વાત..

image source

એક મહિલાએ એક જ વર્ષમાં બે વાર જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, ફ્લોરિડામાં રહેતી એક મહિલાએ પહેલીવાર માર્ચ,૨૦૧૯ માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારપછી વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર,૨૦૧૯ માં પણ ફરીથી આ મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલાને કુલ પાંચ બાળકો છે.

image source

આ મહિલાનું નામ એલેક્સઝેનડ્રીયા વોલિસ્ટન છે. જ્યારે આ વિષે એલેક્સઝેન્ડ્રીયા વોલિસ્ટનને પૂછવામાં આવ્યું કે તેને કેવું લાગી રહ્યું છે, તો આ વિષે જણાવતા વોલિસ્ટન કહે છે કે તેને એવું લાગી રહ્યું છે કે જાણે બે વખત ઈનામ મળી ગયું હોય. વોલિસ્ટન માર્ચ,૨૦૧૯ માં બાળકોને જન્મ આપ્યા પછી ફરીથી ગર્ભવતી થઈ ગઈ હતી. જ્યારે બીજીવાર વોલિસ્ટન ગર્ભવતી થઈ ત્યારે ડોક્ટરે વોલિસ્ટનને કીધું હતું કે બીજીવાર પણ જુડવા બાળકો થવાની શક્યતા છે.

વોલિસ્ટનને પાંચ બાળકોનું ધ્યાન રાખવું પડે છે.:

image source

વોલિસ્ટન જણાવે છે કે તેના ચારેવ બાળકો હાલ માં સ્વસ્થ છે. ડિસેમ્બર,૨૦૧૯ માં બે બાળકોની પ્રીમેચ્યોર ડિલિવરીના કારણે બે બાળકો માંથી એક બાળકને રજા આપી દેવામાં આવી છે, જ્યારે બીજા બાળકને થોડાક દિવસમાં ઘરે લાવી દેવામાં આવશે. આ ચાર જુડવા બાળકો પહેલા વોલિસ્ટનને એક છોકરી પણ છે. આથી હવે વોલિસ્ટનને પાંચ બાળકોની સંભાળ એટલે કે બધા બાળકોનું પૂરતું ધ્યાન રાખવું પડે છે. વોલિસ્ટન કહે છે કે શરૂઆતના દિવસોમાં તે ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી, પરંતુ સમય જતાં બધુ ઠીક થઈ ગયું છે.

image source

વોલિસ્ટન કહે છે કે તેમના દાદીએ પણ બે વાર જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ તે બાળકો મૃત્યુ પામ્યા હતા. એટલે વોલિસ્ટનએ કહ્યું કે એને એવું લાગે છે કે તેના દાદીએ એમના બાળકો મને ગિફ્ટ કર્યા હોય એવું લાગે છે. અમેરિકન સરકાર દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ મુજબ, અંદાજિત એક હજાર ડીલીવરીમાં જુડવા બાળકો થવાની સંભાવના લગભગ ૩૬ વખત હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ