જાણો અલગ-અલગ દેશમાં કેવી રીતે લોકો એન્જોય કરે છે વેલેન્ટાઇન ડે

પ્રેમ કરવાવાળા યુવાનોને ફેબ્રુઆરી મહિનાની ખૂબ આતુરતાથી રાહ જોતાં હોય છે, કેમકે આ મહિને શરૂ થાય છે વેલેન્ટાઇન વીક. આખી દુનિયામાં આ પ્રેમ અને રોમાંસના અઠવાડિયાને મનાવવામાં આવે છે, જેની શરૂઆત રોઝ ડે થી થાય છે. ત્યારબાદ પ્રપોઝ ડે પછી ચોકલેટ ડે, ટેડી ડે, હગ ડે, કિસ ડે અને પછી વેલેન્ટાઇન ડે. પ્રેમી જોડીઓ માટે આ આખું અઠવાડિયુ જ ગુલઝાર રહે છે. દુનિયાના અલગ- અલગ દેશોમાં વેલેન્ટાઇન ડે અલગ અલગ પ્રકારથી સેલિબ્રેટ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં વેલેન્ટાઇન ડે મનવવાની રીત જાણીને આપ હેરાન થઈ જશો. ચાલો જાણીએ કયા દેશમાં કેવી રીતે મનાવવામાં આવે છે વેલેન્ટાઇન ડે:

image source

ઈટલી :

ઈટલીમાં વેલેમટાઈન ડે સ્પ્રિંગ ફેસ્ટિવલના રૂપમાં મનાવવામાં આવે છે. આ અવસર પર યુવાનો ગાર્ડનમાં ભેગા થાય છે અને સંગીતનો આનંદ ઉઠાવે છે. જણાવવામાં આવે છે કે અહિયાં કુંવારી છોકરીઓ સવારે જ ઉઠી જાય છે અને એવું માનવમાં આવે છે કે સૌથી પહેલા જે પુરુષ તેમને જોવે છે, સંભવતઃ તેમનો થનાર પતિ હોય છે.

image source

ડેન્માર્ક:

ડેન્માર્કમાં વર્ષ ૧૯૯૦ થી વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. પુરુષ મહિલાઓને એનોનીમસ એટલે કે નામ વગરના કાર્ડ મોકલે છે અને મિલાઓને તેમના નામનો અંદાજ લગાવવાનો હોય છે જો મહિલા નામ ઓળખી જાય છે, તેને પછી થી ઈસ્ટર એગ આપવામાં આવે છે.

બ્રાજીલ:

બ્રાજીલમાં વેલેન્ટાઇન ડે ફૂલ, ચોકલેટ્સ, કાર્ડ્સ અને ગિફ્ટની સાથે મનાવવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે બ્રાજીલમાં ૧૨ જૂનના દિવસે વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. અહિયાં લોકો આ દિવસને સેંટ એન્થોની ડે ના રૂપમાં મનાવે છે.

image source

ફ્રાંસ:

દુનિયાની રોમેન્ટિક જ્ગ્યાઓમાં ફ્રાન્સનું નામ આવે છે. ફ્રાન્સની પરંપરા છે કે વેલેન્ટાઇન ડે પર યુવક અને યુવતીના જોડી બનાવવામાં આવે છે અને જો યુવકને યુવતી પસંદ નથી તો બીજી યુવતીને પસંદ કરી શકે છે. ત્યાં જ જે છોકરીને કોઈ છોકરો પસંદ નથી આવતો ,તો તે બોનફાયર(આગ લગાવીને) છોકરનો ફોટો બાળી શકે છે.

image source

જાપાન:

જાપાનમાં વેલેન્ટાઇન ડેને થેંક્સ ગિવિંગ એટલે કે ધન્યવાદ વ્યક્ત કરવાવાળા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પિતા, ભાઈ, પતિ, દોસ્ત કે પ્રેમીને થેંક્સ બોલવા માટે ચોકલેટ આપે છે.

image source

ફિલિપિન્સ:

ફિલિપિન્સમાં હજારો જોડીઓ આ દિવસને વેલેન્ટાઇન ડે પોતાના વેડિંગ ડે મનાવવા લાગે છે. ફિલિપિન્સમાં આ દિવસે લોકો મોલ કે સાર્વજનિક સ્થળો પર એકત્રિત થઈને સામૂહિક વિવાહ કરે છે.

image source

ઈંગ્લેન્ડ:

ઈંગ્લેન્ડ વિષે કહેવાય છે કે વેલેન્ટાઇન ડે પર અહિયાં મહિલાઓ પોતાના તકીયા નીચે તમાલ પત્ર રાખે છે. તેઓનું માનવું છે કે આવું કરવાથી તેમના થનાર પતિ સપનામાં આવે છે.

image source

વેલ્સ:

વેલ્સ દેશમાં લોકો ૨૫ જાન્યુઆરીના દિવસે વેલેન્ટાઇન ડે મનાવે છે. પ્રેમી યુગલ એકબીજાને લાકડાની ચમચી ગિફ્ટમાં આપે છે, આ લાકડાની ચમચીને તેઓ ‘લવ સ્પૂન’ કહે છે. આ ચમચીની ડિઝાઇનમાં કોઈને કોઈ મેસેજ જરૂરથી છુપાયેલો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ