ચમકીલા ડ્રેસમાં મલાઇકા લાગી સુપર હોટ, જોઇ લો તેનુ લેટેસ્ટ ફોટો શૂટ તસવીરોમાં

ફિગર હગીંગ સ્કર્ટમાં મલાઈકા અરોરા લાગી રહી છે અત્યંત ગ્લેમરસ

મલાઈકા અરોરાને શીમરી એટલે કે ચમકીલા વસ્ત્રો ખૂબ પસંદ છે. તાજેતરમાં તેણીએ એક ફોટો શૂટ કરાવ્યું છે જેમાં તેણી અત્યંત ગ્લેમરસ લાગી રહી છે. અહીં તેણીએ Evyatar Myor લેબલના વસ્ત્રો પહેર્યા છે જે અત્યંત એનિગ્મેટિક છે. મલાઈકાને આ ફોટોશૂટ માટે તેની સ્ટાઇલીસ્ટ મેનકા હરસિંઘાનીએ સ્ટાઇલ કરી છે અને તેણે જ મલાઈકાની સુંદર તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Maneka Harisinghani (@manekaharisinghani) on

આ ફોટોશૂટ માટે મલાઈકા ચળકતા સિલ્વર અને વ્હાઇટ વસ્ત્રો પર પસંદગી ઉતારી છે. જેમાં તેણી ગ્લેમરસની સાથે સાથે એલિગન્ટ પણ લાગી રહી છે. અહીં તેણીએ એક ક્રીસ્ટલ શર્ટ પહેર્યું છે જેની બન્ને બાજુ લાંબા સ્લિટ્સ છે અને લોંગ સ્લિવ છે.

 

View this post on Instagram

 

A post shared by Maneka Harisinghani (@manekaharisinghani) on

આ ક્રીસ્ટલ શર્ટ સાથે તેણીએ એમ્બ્રોઇડરી વાળુ પ્રિસ્ટાઇન વ્હાઇટ સ્કર્ટ પહેર્યું છે. આ સ્કર્ટ મર્મેઇડ સ્ટાઇલ છે. એટલે કે ઉપરની તરફથી ટાઇટ અને નીચેની તરફથી ખુલતું. તેનો અનોખો ઘેર આ સ્કર્ટને ઓર વધારે સુંદર બનાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Maneka Harisinghani (@manekaharisinghani) on

મલાઈકાની એસેસરીઝની વાત કરીએ તો તેણીએ ડ્રોપ ઇયરીંગ્સ, રીંગ પહેર્યા છે. હેર સ્ટાઇલની વાત કરીએ તો તેણીએ એક સાઇડ પાંથી પાડીને વાળને ખુલ્લા રાખ્યા છે અને તેને સોફ્ટ કર્લ પણ કર્યા છે.

મેકઅપમાં તેણીએ બેરી ટોનનો લીપ કલર વાપર્યો છે, અને આંખમાં આર્ટિફિશિયલ લેશિશ પણ લગાવ્યા છે, વસ્ત્રોને અનુરુપ તેણીએ આઈશેડો પણ શિમરી મેટાલીક કર્યા છે. મલાઈકાના હેર અને મેકઅપ દીવ્યા ચાબલાની અને એકતા ઓબેરોય દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

@malaikaaroraofficial x @myor_studio x @flavienheldt x @divyachablani15 x @tejasnerurkarr

A post shared by Maneka Harisinghani (@manekaharisinghani) on

તમને જણાવી દઈએ કે આ ફોટો શૂટ સોની ટીવી પર આવનારા રીયાલીટી ટીવી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર માટે કરવામાં આવ્યો હતો. 44 વર્ષિય મલાઈકા અરોરા ફરી એકવાર જજ તરીકે ડાન્સ ડીરેક્ટર ગીતા કપૂર અને ટેરેન્સ લૂઈસ સાથે કન્ટેસ્ટન્ટને જજ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Maneka Harisinghani (@manekaharisinghani) on

તમને જણાવી દઈએ કે હાલ મલાઈકા અરોરા બોની કપૂરના દીકરા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. કરીના કપૂરના કઝીન બ્રધર અરમાન જૈનના લગ્નમાં મલાઈકા અને અર્જુને એક સાથે હાજરી આપીને ચર્ચા જગાવી હતી. શરૂઆતમાં તો બન્નેએ પોતાના સંબંધોને જાહેર નહોતા કર્યા પણ અર્જુનના બર્થડે પર તેને વિશ કરીને તેની સાથેની તસ્વીર શેર કરી માલઈકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધો પર મહોર મારી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ