શું ક્યારે માછલી બીયર પીવે ખરા? જો ‘ના’ તો પહેલા જોઇ લો આ વિડીયો

પાણીમાં નાવડી પાસે આવી માછલી અને પીવા લાગી બીયર, વિડીયો થયો ખૂબ વાયરલ. આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ. વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માછલી બિયર પીતા દેખાઈ રહી છે. માછલીને આમ બિયર પીતાં જોઈ બધા જ લોકો હેરાન થઈ ગયા છે.

image source

તમેં ઘણી વાર માછલીને ખાવા માટે મમરા કે ઘઉંની કણકના ટુકડા પાણીમાં નાખ્યા હશે. અને એ ખાવા માટે માછલીને કિનારે આવતી પણ જોઈ હશે. પણ શું તમે ક્યારેય માછલીને બિયર પીતાં જોઈ છે. તમને નહિ જ જોઈ હોય. પણ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે માછલી બિયર પી રહી છે.

આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંતા નંદાએ શેર કર્યો છે. સુશાંતા ઘણીવાર પ્રાણીઓ સાથે જોડાયેલા વિડીયો શેર કરે છે. વિડીયો શેર કરવાની સાથે સાથે તેમને કેપ્સનમાં લખ્યું છે કે “માછલીની જેમ બિયર પીઓ. જુઓ આ માછલી કેટલી નસીબદાર છે અને આ ગરમ વાતાવરણમાં ઠંડી બિયરની મજા માણી રહી છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં તમને દેખાશે કે કેવી રીતે એક માછલી નાવડીની ધારી પર મોઢું લગાવીને એક વ્યક્તિના હાથમાં રહેલી બિયર પીતી દેખાય છે.જે કોઈઆ વીડિયોને જોઈ રહ્યું છે એ બધાના જ આશ્ચર્યનો પાર નથી રહ્યો.

image source

માછલીનું આ બિયર પીતો વિડીયો ઘણા લોકોને ખૂબ ગમી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો વાર જોવાઇ ચુક્યો છે. સાથે સાથે આ વીડિયોને ઘણી બધી લાઇક્સ અને રિટ્વીટ પણ મળી ચુક્યા છે. આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી છે કે “માછલીને જોઈને મને પણ બિયર પીવાની ઈચ્છા થઇ ગઇ. તો બીજા એક યુઝરે એવી કમેન્ટ કરી છે કે મેં આવું પહેલી જ વાર જોયું.

માછલીએ માણી ઠંડી બિયરની મજા.

આ વીડિયોમાં એક સફેદ કલરની બોટ દેખાઈ રહી ચવા. જેની ધારી પાસે પહોંચીને આ માછલી ઠંડી ઠંડી બિયરની મજા માણી રહી છે. વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે બોટમાં બેઠેલો વ્યક્તિ માછલી પકડવા જ નીકળ્યો છે. અને એ દરમિયાન એને માછલી પાસે બિયરનો કેન ધર્યો અને માછલી બિયર પીવા લાગી.

આપણે સૌએ નાનપણમાં કવિતા સાંભળી હતી કે “મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાની હે, હાથ લગાઓગે તો ડર જાયેગી,બહાર નિકલોગે તો મર જાયેગી” પણ આ બિયર પીતી માછલીને જોઈને એવું લાગે છે કે એનું જીવન પાણી નહિ પણ બિયર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ