ભિક્ષુક કે પછી પૈસાદાર વ્યક્તિ, મંદિરની બહાર ભીખ માંગતા આ ભિક્ષુકે તે જ મંદિરમાં કર્યુ અધધધ..લાખ રૂપિયાનુ દાન

મુત્યાલામ્પાડુંમાં સ્થિત સાઈબાબાના મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોને મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ એક જાણીતી વ્યક્તિ યાડી રેડ્ડીની સામે જરૂરથી ઉભા રહે છે. કેસરી રંગના ભગવા વસ્ત્રોમાં સજ્જ યાડી રેડ્ડીની સામે ઉભા રહીને તેમના કમંડળમાં પૈસા નાખવાનું ભૂલતા નહી અને યાડી રેડ્ડી પાસેથી આશીર્વાદ મેળવતા રહે છે. યાડી રેડ્ડીની ફોટો મુત્યાલામ્પાડુમાં સ્થિત સાઈબાબાના મંદિરની ગૌશાળા અને અન્ય દીવાલો પર ચોટાડવામાં આવ્યા છે.

image source

યાડી રેડ્ડી એક ભિક્ષુકનું જીવન જીવે છે અને સાઈબાબાના મંદિરના દ્વાર પર બેસીને ભિક્ષા માંગે છે. યાડી રેડ્ડીએ સાઈબાબાના મંદિરમાં અત્યાર સુધી ચાલી રહેલ અનેક પ્રવૃતિઓ માટે અંદાજીત ૮ લાખ રૂપિયા જેટલું દાન કરી દીધું છે. આ સાથે જ યાડી રેડ્ડી અન્ય વ્યક્તિઓને પણ પોતાની આવક માંથી મંદિરને દાન આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

image source

યાડી રેડ્ડીનો જન્મ તેલંગાણાના નાલગોંડા જીલ્લાના ચિંતાપલ્લી ગામમાં થયો હતો. યાડી રેડ્ડી જયારે ૧૦ વર્ષના થયા ત્યારે જ યાડી રેડ્ડીએ ચિંતાપલ્લી ગામ છોડીને વિજયવાડા આવી ગયા હતા. યાડી રેડ્ડીએ વિજયવાડામાં અંદાજીત ૩૦ વર્ષ સુધી રિક્ષા ચલાવીને રોજીરોટી મેળવતા હતા. યાડી રેડ્ડીના રિક્ષા ચલાવવા દરમિયાન એકવાર બીમાર પડી ગયા ત્યારે યાડી રેડ્ડીએ મુત્યાલામ્પાડુંમાં આવેલ રામ મંદિરની બહાર બેસીને ભિક્ષા માંગવાનું શરુ કરે છે.

image source

યાડી રેડ્ડી આ વિષે વાત કરતા જણાવે છે કે, મેં સાઈબાબાને પ્રાર્થના કરી હતી કે, હું સ્વસ્થ થઈ જઈશ તો એક લાખ રૂપિયાનું દાન મંદિરમાં કરીશ. યાડી રેડ્ડીએ સ્વસ્થ થઈ ગયા પછી તેમણે એક લાખ રૂપિયાનું દાન કરી દીધું હતું. યાડી રેડ્ડી જયારે એક લાખ રૂપિયાનું દાન આપવા માટે મંદિરમાં જાય છે ત્યારે સાઈબાબા મંદિરના વહીવટી તંત્રને મારા તરફથી આટલી રકમનું દાન આપવામાં આવ્યું હોવાથી અચરજ પામી ગયું હતું, પણ આ બધું જ સાઈબાબાના ભક્તોનો સહયોગથી જ સંભવ બની શક્યું હતું.

image source

મુત્યાલામ્પાડુંમાં આવેલ સાઈબાબાના મંદિરના પ્રમુખ પી. ગૌતમ રેડ્ડી યાડી રેડ્ડી વિષે જણાવતા કહે છે કે, યાડી રેડ્ડીએ સાઈબાબા મંદિરની ગૌશાળાને ૩ લાખ રૂપિયા જેટલી રકમનું દાન આપવામાં આવ્યું છે.

image source

યાડી રેડ્ડીએ ભગવાન દત્તાત્રેયના મંદિર નિર્માણ કાર્યમાં પણ ખુબ મદદ કરી હતી ઉપરાંત યાડી રેડ્ડીએ ચાંદીના ઘરેણા પણ આપી દીધા હતા. યાડી રેડ્ડીને કોઈ પરિવાર નહી હોવાના કારણે તેઓ પોતાની પુરેપુરી આવક સાઈબાબા મંદિરને જ દાનના રૂપમાં આપી દે છે. આ સાથે જ યાડી રેડ્ડી મંદિરમાં આવતા અન્ય વ્યક્તિઓ માટે પણ પ્રેરણા આપી રહ્યા છે.

image source

યાડી રેડ્ડી પોતાના દ્વારા કરવામાં આવેલ દાન વિષે વાત કરતા કહે છે કે, હું હંમેશાથી જ સાઈબાબાની સેવા કરવાની ઈચ્છા ધરાવું છું. હું મારી આવક મંદિર તરફથી કરવામાં આવતા અનેક વિકાસના કામમાં આપી દવ છું. આ જ મારી ઈચ્છા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ