અસલી કિન્નરને જ્યારે ખબર પડી કે, નકલી કિન્નર બનીને આ લોકોએ ઉઘરાવ્યા એક લાખ રૂપિયા તો…

કિન્નરોનો ઝગડો

image source

કેટલીક વાર કિન્નરોની વચ્ચે અસલી અને નકલી કિન્નરના મામલે ઝઘડાઓ થાય છે. આ ઝઘડાઓ કેટલીક વાર પોલીસ સ્ટેશન સુધી પહોચી જાય છે. આવો જ મામલો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરામાં અસલી કિન્નરોએ નકલી કિન્નરને પકડી પાડીને તેને માર માર્યો હતો અને તેના જાહેરમાં તેના વાળ પણ કાપીને વિડીયો બનાવ્યો હતા. ત્યાર પછી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો. પોલીસે નકલી કિન્નરની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી આગળ વધારી છે.

image source

પ્રાપ્ત રીપોર્ટ મુજબ, વડોદરા શહેરમાં એક યુવાન નકલી કિન્નરનો વેશ ધારણ કરીને એક લાખ રૂપિયાની વસુલાત કરી હતી. આ બાબતની જાણકારી અસલી કિન્નરોને મળતા તેઓએ નકલી કિન્નરને પકડીને જાહેરમાં માર માર્યો હતો.ઉપરાંત ત્યાર પછી આ નકલી કિન્નરના વાળ કાપી નાખવામાં આવ્યા જેનો એક વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારપછી આ નકલી કિન્નરને પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. જો કે, પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં નકલી કિન્નરે એક અસલી કિન્નરને તમાચો માર્યા હોવાનો આક્ષેપો અસલી કિન્નરોએ કર્યો છે.

image source

આ મામલા પર કિન્નર ઝોયા કુંવર બેબોએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં એક નકલી કિન્નર અમારું કાર્ડ લઈને ફરી રહ્યો હતો. આ નકલી કિન્નર જે અમારું કાર્ડ લઈને ફરી રહ્યો હતો. તે કાર્ડ પર અમારું અને અમારા ગુરુનું નામ પણ હતું. વાસ્તવમાં આ કાર્ડ લઈને ફરી રહેલ વ્યક્તિ કોઈ કિન્નર નહી, પણ એક યુવાન છે. તે યુવાનની અમારા સમાજમાં કોઈ વિધિ કરવામાં આવી નથી અને આ યુવાન ગધેડા માર્કેટ નજીક આવેલ વુડાના એક મકાનમાં રહેતો હતો.

કિન્નર ઝોયા કુંવર બેબો દ્વારા પોલીસ પર આક્ષેપ કરાયા હતા કે, આ મામલે અમે જયારે પોલીસને અરજી કરાઈ ત્યારે પોલીસ દ્વારા અમારી આ અરજીનો સ્વીકાર કરાયો નહી. ઉપરાંત અમને ખોટી તકલીફો આપીને હેરાન કરાયા હતા. અમે જયારે નકલી કિન્નરને મળવા માટે હવાલાતમાં પહોચ્યા ત્યારે પોલીસે આ નકલી કિન્નરની સામે જ મને થપ્પડ માર્યો હતો અને ખોટી રીતે હેરાન પણ કરવામાં આવ્યા અને મારા દાગીના પણ તોડી નાખવામાં આવ્યા હતા. આગળ જણાવતા ઝોયા કુંવર બેબો કહે છે કે, અમારો કિન્નર સમાજ એક જ માંગ કરે છે કે, આ નકલી કિન્નર છોકરો છે તો તે છોકરો બનીને જ રહે અને જ્યાંથી આવ્યો છે ત્યાં જ પરત ચાલ્યો જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ