કોરોના ઇફેક્ટ: જેકલીન ફર્નાન્ડિઝે સૂર્ય નમસ્કાર કરીને વિડીયો કર્યો શેર, આ વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

જેકલીન ફર્નાન્ડિઝે 108 સૂર્યનમસ્કારનો વિડિઓ શેર કર્યો.

જેકલીન તેના વર્ક આઉટ માટે હંમેશા સજાગ રહે છે. તે તેના વર્ક આઉટ મુજબ રોજ કસરત અને જીમ કરે છે. તે ઘણી વાર વર્ક આઉટના વિડિઓ પણ શેર કરતી હોય છે. હાલ દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો જે ભંયકર કેર ફેલાય રહ્યો છે તેમાં બોલીવુડના સ્ટાર પણ પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે અને તે હાલ ઘરે બેસીને આરામ કરે છે. આ દરમ્યાન તે અવનવા વર્કઆઉટ પણ કરે છે.

image source

કોરોના જેવી મહામારીમાં લોકો પેનિકના કરે એ માટે ઘણા સેલિબ્રિટી પોતાના વિડિઓ પોસ્ટ કરે છે જેથી કમસેકમ લોકો તેને ફોલોવ કરતા હોય તે કોરોના વિશે સજાગ થાય. જેકલીન પણ તે કાર્યમાં ખૂબ જ સક્રિય દેખાય છે.

મહામારી કોરોના વાઇરસને કારણે લોકો આઇસોલેશનમાં જતા રહ્યા છે. ખુદને સુરક્ષિત રાખવા માટે બોલિવૂડ સેલેબ્સ ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે. ઘરે રહીને તેઓ અલગ અલગ રીતે સમય પસાર કરી રહ્યા છે. જેકલીન ફર્નાન્ડિઝ યોગ માટે સમય ફાળવી રહી છે. તેણે હવે સૂર્ય નમસ્કાર કરતો વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, ‘આ એક 1 સૂર્ય નમસ્કાર છે. 20 મિનિટમાં તમે 20 કરી શકો છો અને આ ગ્રેટ વર્કઆઉટ છે. હું 108 કરું છું.’

image source

હાલમાં તેને સૂર્ય નમસ્કારનો જે વિડિઓ શેર કર્યો તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેના ફેન્સ તેના પર ખૂબ પ્રતિભાવ પણ આપી રહ્યા છે. લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઘણા લોકો કામ કરી રહ્યા છે.

જેકલીને તેના વર્કઆઉટના બીજા પણ અમુક વીડિયો શેર કર્યા હતા. આ સિવાય તે તેની બિલાડી સાથેના પણ વીડિયો શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીનના ઘણા વિડિઓ સોશિયલ સાઇટ પર વાયરલ થયા છે, અને તેના ફેન્સ તેના વિડિઓ પર ખૂબ પ્રતિક્રિયા આપે છે. બૉલીવુડ સ્ટાર હાલ પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે અને બધા સ્ટાર તેના ફેન્સને પણ પોતાના ઘરમાં કેદ રહો તેવા વિડિઓ વાયરલ કરે છે જેથી ભારતના લોકો સુરક્ષિત રહે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીન છેલ્લે ‘ડ્રાઇવ’ ફિલ્મમાં દેખાઈ હતી. આ સિવાય તે ‘બિગ બોસ’ ફેમ અસીમ રિયાઝ સાથે ‘મેરે અંગને મેં’ વીડિયો સોન્ગમાં પણ દેખાઈ હતી. આ ઉપરાંત જેકલીન ઘણી બીજી સફળ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જેમાં કિક, હાઉસફુલ જેવી ફિલ્મો શામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ