એક રોટલી – આ ખૂટતી એક રોટલીનું જે ગણિત છે ને તેને સરભર કરવાનું નામ જ પારિવારિક પ્રેમ છે…

“એક રોટલી”

રાજ અને તેની માતા સાથે જમવા બેઠા હતા. એકાકાર કંઈક એવું બન્યું કે બંનેની થાળીમાં રોટલી સાથે પતી ગઈ.

રાજ બેખૂબી જાણતો હતો કે રોટલી મુકવાના ડબ્બાની અંદર બસ છેલ્લી એક રોટલી પડી હતી. રાજની માતા કંઈ કહે કે કરે તે પહેલા જ રાજે થાળીમાં હાથ ધોઈ લીધા અને કહ્યું કે મજા આઈ ગઈ પેટ ભરાઈ ગયું છે બાકી.

પછી તેણે છેલ્લી રોટલી ડબ્બામાંથી કાઢીને તેની મમ્મીની થાળીમાં મૂકી અને તેની માતા જમે ત્યાં સુધી સાથે બેઠો. તે દિવસે રાજે એક રોટલી ઓછી ખાધી હતી કારણકે તેની માતા એક રોટલી ઓછી ના ખાય. રાજની માતા રાજના તે વર્તનથી અજાણ જ રહી હતી.

રાજે તેને અજાણ જ રાખી કારણ કે ઉંમરભર માટે તેની માતાએ દુનિયાની કોઈ પણ ગૃહિણી જેમ તેને અને પોતાના પરિવારને જમાડી પરિવારજનોને પોતાની ભૂખથી અગણ્ય વાર અજાણ્યા રાખ્યા હતા. આખરે રાજની માતા જમી રહ્યા.

તે દિવસે રાજનું પેટ તો ના ભરાયું પણ તેનું દિલ બેશક ભરાઈ ગયું. આ ખૂટતી એક રોટલીનું જે ગણિત છે ને તેને સરભર કરવાનું નામ જ પારિવારિક પ્રેમ છે.

લેખક : ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ