દિલ્હીમાં બન્યું ગુજરાતીઓ માટે આરામથી રહેવા લાયક સરનામું, ૧૩૧ કરોડના ખર્ચે બનાવાયું છે આ ‘ગરવી ગુજરાત ભવન’…

લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ ૫ સ્ટાર હોટલે જેવી સર્વિસ સાથે દિલ્હીમાં કરોડોના ખર્ચે બન્યું છે, ‘ગરવી ગુજરાત ભવન’… હવે કોઈપણ ગુજરાતીને માટે દિલ્હી જઈને ઉતારાની ચિંતા નહીં રહે… દિલ્હીમાં બન્યું ગુજરાતીઓ માટે આરામથી રહેવા લાયક સરનામું, ૧૩૧ કરોડના ખર્ચે બનાવાયું છે આ ‘ગરવી ગુજરાત ભવન’…


હાલમાં એક એવા સમાચાર આવ્યા છે, જે જાણીને કોઈપણ ગુજરાતીને દિલ્હી પહોંચી જવાનું મન થઈ જશે. જી હા, એક અહેવાલ મુજબ દાયકાઓથી બનેલ દિલ્હીનું ગુજરાત ભવન અત્યાર સુધી અનેક ગુજરાતીઓની સરભરા કરી ચૂક્યું છે પરંતુ હવે તેને ઘસારો પહોંચતાં તેને નવું બનાવવાની ફરજ પડી હતી. તાજેતરમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતિન પટેલ સાહેબે ગુજરાતની જનતાને એક સરસ સમાચાર આપ્યા છે. જે ગુજરાતથી પ્રવાસે દિલ્હી પહોંચેલા ઉતારુઓ માટે ખરેખર હાશકારો મેળવવા જેવી વાત છે…

દિલ્હીમાં બન્યું અદ્તન સુવિધાઓથી સજ્જ ‘ગરવી ગુજરાત ભવન’


નાયબ મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે ૨જી સપ્ટેમ્બરે આ ભવ્યાતિભવ્ય ગુજરાત ભવનનું લોકાર્પણ થશે. જે આદરણીય વડાપ્રધાનના હસ્તે જ કરવામાં આવશે. આ અતિશય આરામદાયક અને તમામ સુખ સગવડોથી સજ્જ એવા ગુજરાત ભવનને નવનિર્મિત કરવામાં ૧૩૧ કરોડા રૂપિયાનો ખર્ચ થયો છે. આ ભવન ૭૦૬૬ ચો.મી. જમીનના વિસ્તારમાં બનાવાયું છે જે જમીન ગુજરાત સરકારને ફાળવવામાં આવી હતી. વધુમાં આ ભવન પાછળ થયેલ તમામ ખર્ચ રાજ્ય સરકારે ઊઠાવેલ છે અને જે અત્યાર સુધીમાં તમામ ચૂકવાઈ ગયો છે. જેથી રાજ્ય સરકારની માલિકીનું આ ભવન હવે ગુજરાતી પ્રવાસીઓ માટે ટૂંક સમયમાં ખુલ્લું મૂકાશે.

શું સગવડો છે અહીં અને શું છે આ ભવનની ખાસિયત…


આ ભવ્ય બાંધકામવાળા ભવનમાં ૧૯ સ્યુટરૂમ અને ૫૯ રેગ્યુલર રૂમ બનાવાયેલા છે. આ સાથે અહીં બિઝનેસ માટે આવેલ પ્રવાસીઓને માટે બિઝનેસ હોલ, કોન્ફરેન્સ હોલ, મલ્ટી પર્પસ હોલ બનાવાયા છે. તે સિવાય અન્ય ૪ લોન્જ પણ બનાવાયા છે. આ ભવનમાં કોઈપણ શાનદાર હોટેલમાં હોય તેવું યોગા – ફિટનેશ સેન્ટર, જિમ, લાઈબ્રેરી અને રેસ્ટોરન્ટ અને ડાયનિંગ હોલ બનાવાયું છે. તેમજ અહીં દરેક પ્રકારની રહેવાની સુવિધાઓનું ખાસ ખ્યાલ રાખવામાં આવ્યું છે.


આ ભવનની ખાસિયત વિશે જણાવતાં શ્રી નાયબ મુખ્યમંત્રી કહે છે કે અહીં આપણી સંસ્કૃતિને લગતું કાર્યક્રમનું આ યોજન થશે. જેમાં કલાસંસ્કૃતિની પ્રસ્તુતિ થશે જે કલાવારસાને જાળવવા તેમજ આપણી ધરોહરને જીવંત રાખવાના પ્રયત્નો સાથે વિજ્ઞાન ભવન દ્વારા કાર્યક્રમનું આયોજન થનાર છે. દેશના અનેક મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, નામચીન મહાનુભાવો આ ઉદઘાટન પ્રસંગે હાજર રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ