અમદાવાદીઓ માટે ખુશખબર, ઈ-બાઈકની માણી શકશે મોજ, જાણો એક મિનિટના કેટલા રૂપિયા આપવા પડશે

અમદાવાદમાં ઈ બાઈક

image source

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સતત વધી રહેલ વાયુ પ્રદુષણ અને ટ્રાફિકની મુશ્કેલીનું નિવારણ કરવા માટે AMC તરફથી થોડાક સમય પહેલા માય બાઈક શરુ કરવામાં આવી હતી. જયારે હવે ફરી આ જ મુશ્કેલી નિવારણ સ્વરૂપે AMC દ્વારા ઈ-બાઈકની ભેટ અમદાવાદીઓને આપવામાં આવી છે. અમદાવાદના લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ પ્લાઝા ખાતે ઈ-બાઈકને લીલીઝંડી આપવામાં આવી હતી. તેના કેટલાક ફોટો સામે આવ્યા છે.

AMC ના ડે.કમિશનર નીતિન સંગવાનએ કહ્યું હતું કે, માય બાઈકની જેમ જ ઈ-બાઈકનો પણ લાભ લઈ શકાશે. આ ઈ-બાઈક માટે વપરાશકારે પ્રતિ મિનીટ ૧. ૫૦ રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. અત્યારે ૨૫૦ જેટલી ઈ-બાઈક્સ શરુ કરવામાં આવેલ છે.

image source

આ ઈ-બાઈક્સ માટે ૩૦ જેટલા ચાર્જીંગ પોઈન્ટ શરુ કરાયા છે. એક ચાર્જીંગ પોઈન્ટમાં ત્રણ કેબીનમાં ૧૨ જેટલી ઈ-બાઈક્સની બેટરી એકસાથે ચાર્જ કરી શકાશે. એક બેટરીને ફૂલ ચાર્જ થતા ૪ કલાકનો સમય લાગે છે. આ ઈ-બાઈકની બેટરી એકવાર ફૂલ ચાર્જ થઈ જાય પછી આશરે ૬૦ કિલોમીટર સુધી ૨૫ કિલોમીટર/પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. ઉપરાંત આ ઈ-બાઈક એકસાથે ૧૨૦ કિલોગ્રામ જેટલું વજનની કેપેસીટી ધરાવે છે.

image source

ડે.કમિશનર નીતિન સંગવાન કહે છે કે, અમદાવાદમાં વાયુ પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યાને જોતા આ વિદેશના કોન્સેપ્ટ સાથે માય બાઈક લોન્ચ કરાયું હતું અને હવે ફરીથી લો ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટમાં ઈ-બાઈક પણ લોન્ચ કરાયું છે. આ ઈ-બાઈકનું ઉત્પાદન યુલું નામની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ ઈ-બાઈકનું નામ ‘મીરીક્લ’ એટલે કે ચમત્કાર રાખવામાં આવ્યું છે.

image source

યુલું નામની એપ્લીકેશનની મદદથી ઈ-બાઈક અને ચાર્જીંગ પોઈન્ટ ઓપરેટ કરી શકશો. તેમજ ઈ-બાઈકને અડતા જ કારમાં હોય છે તેમ સેન્સર વાગવા લાગે છે. આ ‘મીરીક્લ’ ઈ-બાઈકમાં હોર્ન બટન અને બેટરી ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. જેની મદદથી જોઈ શકાય કે બેટરીનો કેટલો ઉપયોગ થઈ ગયો છે અને હજી કેટલું ચાર્જીંગ બાકી છે. આ સાથે જ સ્પીડની માહિતી પણ આપ આ સ્ક્રીન પર જ જોઈ શકો છો.

ઉલ્લેખનીય બાબત છે કે ઈ-બાઈકનો લોંચિંગ કાર્યક્રમ અમદાવાદના મેયર બીજલ પટેલ અને કમિશનર વિજય નેહરાના હસ્તે થવાનું હતું. અમદાવાદના મેયર બીજલ પટેલ અને કમિશનર વિજય નેહરા વચ્ચે સત્તાપક્ષીય વિવાદ ચાલી રહ્યો હોવાથી બન્ને આ કાર્યક્રમ શરુ થાય તે પહેલા વિઝીટ કરી લીધી હતી. પરંતુ કાર્યક્રમમાં હાજરી આપી ના હોવાથી ઈ-બાઈકના લોંચિંગ કાર્યક્રમ ડે.કમિશનર નીતિન સંગવાનના હસ્તે લોન્ચ કરી દેવામાં આવી હતી.

image source

અમદાવાદ વાસીઓને વિનતી છે કે જો આપ અમદાવાદમાં દિલ્લી જેવી પ્રદુષિત હવાનો શિકાર થવાથી બચવા ઈચ્છતા હોવ તો AMC દ્વારા લોન્ચ કરવામાં આવેલ માય બાઈક અને ઈ-બાઈકનો ઉપયોગ જરૂરથી કરશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ