સાપ્તાહિક રાશિફળમાં વાંચી લો આ અઠવાડિયુ તમારા માટે સારુ રહેશે કે પછી ખરાબ

મેષથી લઈ મીન રાશિ સુધીના જાતકો માટે કેવું રહેશે આ સપ્તાહ, વાંચો સાપ્તાહિક રાશિફળ

મેષ: સપ્તાહની શરૂઆત સારી રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. લવ લાઇફમાં સ્થિતિ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી લેવી પડશે. તમે ઉધરસથી પરેશાન થઈ શકો છો. કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. તેથી તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો અને દુશ્મનોથી સાવધાન રહો.

વૃષભ: તમને કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળશે. પિતૃ સંપત્તિથી લાભ થશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. લાંબી બીમારીથી રાહત મળશે. આ સપ્તાહ મુસાફરી માટે સારું રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે.

મિથુન: પ્રેમ વ્યક્ત કરવા માટે આ સપ્તાહ સારું નથી. નાની અમથી વાતને લઈને પણ જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. સફળતા મેળવવા વેપારીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધમાં રહેશો. સમય થોડો પરેશાની સાથે આવ્યો છે.

કર્ક: સપ્તાહની શરૂઆતમાં તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. પૈસાની બાબતમાં કાળજીપૂર્વક રોકાણ કરો. કામનો ભારણ વધુ રહેશે. બોસ કે ઉતરી અધિકારી તમારા પર ગુસ્સે થઈ શકે છે. તેથી કાર્યસ્થળ પર દરેક કાર્ય કરવામાં સાવધાની રાખો.

સિંહ: સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અચાનક તબિયત બગડી શકે છે. ક્ષેત્રમાં તમારું સન્માન વધશે. વિદેશ જવાની તક મળી શકે છે. પ્રેમી કે જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે તમારે તમારા શબ્દો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

કન્યા : આ અઠવાડિયામાં તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો. પરિવારમાં કોઈ વિશેષ વ્યક્તિના આગમન સાથે ખુશી પણ આવશે. પતિ-પત્નીના સંબંધો મજબૂત બનશે. લાંબી મુસાફરી પર જઈ શકો છો.

તુલા: દાન પુણ્યના કાર્ય કરવા માટે વધુ મન ખેંચાશે. કોઈ વાત જે લાંબા સમયથી પરેશાન કરે છે તેનાથી છૂટકારો મેળવી શકો છો. નવા કામ શરૂ કરવા માટે સપ્તાહ શુભ રહેશે. યાત્રાઓમાં વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે.

વૃશ્ચિક: આ અઠવાડિયામાં લગ્ન કરવા માંગતા જાતકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. પરંતુ જીવનસાથીની પસંદગી કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. જો તમારું કોઈપણ કામ લાંબા સમયથી અટક્યું છે તો તેને પૂર્ણ કરો.

ધન : તમારું સપ્તાહ સારું રહેવાની સંભાવના છે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નવા પ્રેમ સંબંધો બનશે. આરોગ્ય તમને સાથ આપશે. માનસિક તાણ ઓછી થશે.

મકર: આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે તમારો બિનજરૂરી વિવાદ થઈ શકે છે. જેના કારણે તમારા સંબંધોમાં તિરાડ થઈ શકે છે. નવું વાહન ખરીદવાની સંભાવના છે. બાળકો ભણવામાં વધારે રુચિ દાખવશે.

કુંભ: કાર્યક્ષેત્રમાં તણાવ રહેશે. અસ્વસ્થ થશો તો કામમાં વધુ ભૂલો થશે. જેના કારણે તમારે તમારા અધિકારીઓ પાસેથી ઠપકો સાંભળવો પડી શકે છે. કોઈપણ કામ સાવધાની સાથે પૂર્ણ કરો. પ્રેમ જીવન માટે સમય સારો છે.

મીન: આ અઠવાડિયે તમને તમારી મહેનત મુજબ ફળ મળશે. કાર્યક્ષેત્રમાં કોઈ તરફ આકર્ષિત થઈ શકો છે. નવો સંબંધ શરૂ થશે. જૂના સંબંધો પૂર્ણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ