દુશ્મન જેવા સગા – સગાથી દૂર રહેવા માટે તે સુરત આવી ગયો હતો, પણ આજે ઘરે આવીને જોયું તો…

“હું મારા દુશ્મનોને બદદુઆ પણ નથી આપી શકતો,

કે.. સળગી જાય છે ત્યારે બિચારા દાઝ રાખે છે..”

સરલ… નામ પ્રમાણે જ બહુ સરળ હતો. દુનિયાની ખટપટ કે કાવાદાવાથી દૂર પોતાની પત્ની સૌમ્યા સાથે ખુશ હતો. સગાવહાલાની ખટપટથી બચવા વતનમાં આવેલી નોકરી છોડીને દૂર સુરતમાં નોકરી સ્વીકારી હતી. તેને લડાઇ-ઝઘડા, તારૂં-મારૂં, એકબીજાની વાતો કરવી કે કોઇને નીચા પાડવા તેવું બઘું તેને ગમતું ન હતું. સૌમ્યા પણ બહું જ ભલી હતી. સુરત રહેવા આવ્યા છ મહિના થયા હતા. સરલને અહીં બહુ શાંતિ લાગતી હતી, કારણકે કોઇ સગા સંબંઘીની દખલ ન હતી.

image source

એક દિવસ સાંજે સરલ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે જોયું તો ઘરમાં એક સ્ત્રી અને પુરૂષ બેઠા હતા. સૌમ્યા બહુ ખુશ દેખાતી હતી. ખૂબ જ આત્મિયતાથી વાતો કરતી હતી. સરલની આંખમાં પ્રશ્ર્ન જોઇને સૌમ્યાએ હરખાઇને કહ્યું, “સરલ… આ નિકીતા છે, મારે દૂરના માલામાસીની દીકરી, અને આ તેના પતિ નરેશ છે.. મને ખબર ન હતી કે બન્ને સુરતમાં રહે છે.

image source

આજે અચાનક માર્કેટમાં મળી ગયા. હું ઘરે લઇ આવી”. સૌમ્યાનો હરખ જોઇને સરલ કંઇ બોલ્યો નહી, પણ તેના મનમાં થયું કે.. ‘ઓહો.. અહીં પણ સગા આવી ગયા ???’ પણ સૌમ્યાને ખોટું ન લાગે તે માટે થોડીવાર વાત કરીને તે રૂમમાં અંદર ચાલ્યો ગયો..

થોડીવાર પછી સૌમ્યા પાછળ આવીને સરલને ઘીમેથી સમજાવતા સ્વરે કહેવા લાગી, “સરલ.. આ મારો બહેન છે, તેને અને તેના પતિને હમણાં નોકરી નથી, ઘરનું ભાડું નહી ભરી શકવાને કારણે મકાનમાલિક ઘર ખાલી કરાવે છે. બન્ને બહુ રડતાં હતાં મેં તેમને પંદર હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. અને આપણી બાજુનું મકાન ખાલી છે તે તેમને ભાડે અપાવવાનું નકકી કરી લીઘું છે.. કાલે તે લોકો સામાન ફેરવી નાખશે, આજે અહીં જ જમશે.”

image source

સરલને ગુસ્સો આવ્યો, “અહીં પણ ? બાજુમાં જ બોલાવી લીઘા? ” પણ સોમ્યાનો ચહેરો જોઇને કંઇ બોલ્યો નહી. તેણે સોમ્યાની ખુશી માટે પંદરહજાર રૂપિયા આપી દીઘા. નિકીતા અને નરેશ ખુશ થઇને ગયા.

પછીના બે દિવસ તો સૌમ્યા બહેનની મદદ કરવામાં બીઝી રહી..ઘરનો સામાન ગોઠવવાનો હતો એટલે જમવાનું તો સરલના ઘરે જ હતું. નિકીતા-નરેશ બહુ મીઠું બોલતા હતા. સૌમ્યાને દીદી-દીદી કહેતા આસપાસ ઘૂમતા રહેતા. કોણજાણે કેમ પણ સરલને આ બન્ને બહુ ગમતા નહી. થોડા દિવસ એમ જ નીકળી ગયા.

image source

એક દિવસ સવારમાં નિકીતાના ઘરમાંથી મોટેથી ઝઘડવાનો અવાજ આવ્યો સૌમ્યા ત્યાં ગઇ અને થોડીવારમાં આવીને સરલને કહેવા લાગી, “નરેશને નોકરી નથી એટલે ઘરમાં રૂપિયા કયાંથી હોય ? રૂપિયાને લઇને બન્ને વચ્ચે માથાકુટ ચાલે છે. હું તેમને દસહજાર આપવાનું કહીને આવી છું.” અને સૌમ્યા ઘરમાંથી દરહજાર લઇને નિકીતાના ઘરે ચાલી ગઇ. સરલનું મગજ ગુસ્સાથી ફાટવા લાગ્યું.

રૂપિયા આપીને સૌમ્યા ઘરે આવી અને થોડીવારમાં જોયું તો નિકીતા-નરેશ ઝઘડો શાંત કરીને પ્રેમી યુગલની જેભ એકબીજાને ચીપકીને બાઇક પર સવાર થઇને બહાર નીકળી ગયા. સાંજ સુઘી પાછા ન આવ્યા. સૌમ્યા ચિંતા કરતી રહી. છેક રાત્રે આઠ વાગ્યે બન્ને આવ્યા. અને સીઘા સૌમ્યાના ઘરે જ આવ્યા. બન્નેના હાથમાં ઘણીબઘી શોપિંગ બેગ્સ હતી. નિકીતા આવતા જ સીઘી સોફામાં સુઇ ગઇ અને ઓર્ડર કરી દીઘો કે, “દીદી બહુ જ થાકી ગઇ છુ… રસોઇ કરવાની તાકાત જ નથી, અમે અહીં જ જમીશું..”

image source

“પણ તમે બન્ને કયાં હતા?? મને કેટલી ચિંતા થતી હતી” સૌમ્યાએ પૂછયું. “અરે દીદી આ જોતા નથી, ખરીદી કરવા ગયા હતા, પછી પિકચર જોવા ગયા, બપોરે હોટલમાં જમ્યા, ખરીદી કરીને થાકી ગયા. તમે જોવો તો ખરા કેવા ડ્રેસ લાવી છું… ફેશન પ્રમાણે તો રહેવું જ પડે ને…??”

image source

નિકીતા બોલતી જતી હતી. સૌમ્યા શું બોલે? સરલ સામે જોવાની પણ તેની હિંમત ન હતી. તે ચૂપચાપ નિકીતાની વાત સાંભળતી રહી. દર થોડા થોડા દિવસે આવું થતું. નિકીતા નરેશ વચ્ચે ઝઘડો થતો અને નિકીતા રડતી રડતી સૌમ્યા પાસે આવતી. સૌમ્યા કયારેક સરલને કહીને તો કયારેક સરલ ગુસ્સે થશે એમ માનીને ખાનગીમાં પણ તેને મદદ કરતી. સરલ હવે બન્નેથી ત્રાસી ગયો હતો. ઘીમેઘીમે કરીને સૌમ્યાએ બન્નેની સિતેર હજાર જેવી મદદ કરી હતી.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ