ઘણા લોકોને હોટલમાં કે પકોડીની લારી પર નથી ભાવતું કોબીજ-ડુંગળીનું મિક્સ સલાડ, પણ હવે તમને મળી શકે છે માત્ર ડુંગળી જ…કારણ છે કંઇક એવું કે..

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ડુંગળીના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે વધી રહ્યા હતા. હાલમાં તેમાં થોડી રાહત મળવા જઈ રહી છે. દેશના સૌથી મોટા ગણાતા ડુંગળી બજાર મહારા્ષ્ટ્રના લાસલ ગામમાં ડુંગળની ભાવ એક અઠવાડિયામાં અડધાથી વધારે ઘટ્યા છે.

image source

મંડીમાં ગરમીની સીઝનની લાલ ડુંગળીની આવકમાં વધારો થયો છે. આ સાથે જ આશ્ચર્યની વાત તો એ છે કે થોક મંડીમાં ભલે ભાવ ઘટ્યા હોય પણ મુંબઈના રિટેલ બજારમાં તેની કોઈ અસર નથી. એટલે કે સામાન્ય માણસને ઘટેલા ભાવનો કોઈ લાભ મળી રહ્યો નથી.

image source

મુંબઉમાં ડુંગળી હજુ પણ ક્વોલિટીના આધારે 30 રૂપિયાથી લઈને 55 રૂપિયા સુધી કિલોના ભાવે વેચાઈ રહી છે. આશા રાખવામાં આવી રહી છે કે જલ્દી રિટેલમાં પણ ભાવ ઘટી જશે. એક અઠવાડિયા પહેલા ડુંગળીનો ન્યૂનતમ ભાવ પ્રતિ ક્વિન્ટલ 900 રૂપિયા હતો અને વધારેમાં વઘારે ભાવ 4390 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો હતો.

image source

ડુંગળીના ઔસત ભાવ આ સમયે 3004 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. પણ ડુંગળીની વધતી આવક બાદ ન્યૂનતમ ભાવ ઘટીને 1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. જ્યારે વધારેમાં વધારે ભાવ 2951 રૂપિયા અને 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે. ફક્ત મહારાષ્ટ્ર જ નહીં અન્ય રાજ્યોમાં પણ અચાનક ડુંગળીની આવક ઘટવાના કારણે ભાવમાં ઘટાડો થયો છે.

image source

ડુંગળીની કિંમતો ઘટવાના કારણે ખેડૂતો પર તેની ખરાબ અસર થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે લાલ ડુંગળીની ખેતી કરવાથી પ્રતિ એકર 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. ગયા અઠવાડિયે ડુંગળીના ભાવ 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા. પણ હવે 2000-2200 રૂપિયા મળી રહ્યા છે. એટલું નહીં ભાવ ઘટવાથી તેની મૂળ કિંમત પણ વસૂલ થઈ શકી રહી નથી, તેની ભરપાઈ માટે ખેડૂતો હવે સરકારની ન્યૂનતમ ગેરેટીની માંગણી કરી રહ્યા છે.

દિલ્હીની આસપાસના કેટલાક વિસ્તારોમાં કેટલાક દિવસોથી ડુંગળી સસ્તી થઈ છે. 15 દિવસ પહેલાં રિટેલમાં જે ડુંગળી 50-60 રૂપિયે કિલો મળી રહી હતી તે ડુંગળી હવે 35-40 રૂપિયે કિલો મળી રહી છે. ગાઝીપુર મંડી એસોસિયેશનના જણાવ્યા અનુસાર રાજ્સ્થાન અને ગુજરાતથી ડુંગળીનો સપ્લાય વધી રહ્યો છે.

image source

રાજસ્થાનથી થોકમાં ડુંગળી હવે 20-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આવી રહી છે જ્યારે ગુજરાતથી 25-30 કિલો પ્રતિ કિલો પર ડુંગળી આવી રહી છે. આ ડુંગળી 15 દિવસ પહેલા 40 રૂપિયે પ્રતિ કિલો આવી રહી હતી. તેઓએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રથી ડુંગળી હાલમાં દિલ્હી આવી રહી નથી. અન્ય વાત એ છે કે ડીઝલના વધતા ભાવના કારણે પણ માલભાડું 5-6 ટકા વધારવામાં આવ્યું છે.

image source

જો ડીઝલના ભાવ ઘટશે તો તેના કારણે પણ ડુંગળીની કિંમતો ઘટવાના આસાર છે. મોંઘા ડીઝલની જગ્યાએ પ્રતિ ક્વિન્ટલનું ભાડું 300 રૂપિયા થયું છે જે પહેલા 250 રૂપિયા હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!