કોથમીરને આ રીતે કરો સ્ટોર, ફ્રિજ વગર 14-15 દિવસ સુધી બહાર રહેશે એકદમ તાજી

કોઈપણ કિચનમાં બનાવવામાં આવતી વાનગીનો સ્વાદ લીલા ધાણા વગર હંમેશા અધુરો જ લાગે છે. એટલું જ નહી, મોટાભાગની ભારતીય વાનગીઓ માટે લીલા ધાણા એક અભિન્ન અંગ જેવું કાર્ય કરે છે. રોજબરોજ બનાવવામાં આવતા ભોજન જેવા કે, શાક, દાળ, સલાડ વગેરેમાં લીલા ધાણાનો ઉપયોગ જોવા મળી જાય છે. લીલા ધાણાનો સ્વાદ તો દરેક વ્યક્તિને ભાવે છે પરંતુ લીલા ધાણાને ૨ દિવસ કરતા વધારે દિવસ સુધી તાજા રાખી શકતા નથી. એટલા માટે ઘણીવાર સારી રીતે બનાવેલ ભોજન પણ અધૂરું લાગ્યા કરે છે. આ લેખમાં અમે આપને જણાવીશું કે, લીલા ધાણાને આપ અંદાજીત બે અઠવાડિયા સુધી તાજા કેવી રીતે રાખી શકાય છે. ચાલો હવે જાણીશું લીલા ધાણાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે કરવામાં આવતા ઉપાય વિષે…

image source

આપ લીલા ધાણાને બે અઠવાડિયા સુધી તાજા રાખવા માટે આ ઉપાયની મદદથી રાખી શકો છો ચાલો જાણીએ લીલા ધાણાને તાજા રાખવા માટેના ઉપાય વિષે.

આપ જયારે પણ બજાર માંથી લીલા ધાણાને લઈને આવો છો ત્યારે આપે સૌથી પહેલા લીલા ધાણાના મુળિયાને કાપી દેવા જોઈએ. ત્યાર બાદ આપે બાકી રહી ગયેલ લીલા ધાણા માંથી ખરાબ થઈ ગયેલ પાંદડા અને ડાળીઓને કાપી નાખવી જોઈએ.

image source

લીલા ધાણા માંથી ખરાબ થઈ ગયેલ પાંદડા અને મુળિયાને અલગ કરી દીધા બાદ આપે થોડાક પાણીમાં એક ચમચી હળદર પાવડર નાખીને પાણી તૈયાર કરવું.

આ પાણીમાં આપે લીલા ધાણાને ૩૦ મિનીટ એટલે કે, અડધો કલાક સુધી પલાળીને રાખવા જોઈએ. ત્યાર બાદ આપે હળદર વાળા પાણીમાં પાંદડાને ધોઈ લેવા જોઈએ. ત્યાર બાદ લીલા ધાણાને સૂકવવા માટે મૂકી દેવા જોઈએ.

image source

લીલા ધાણા સુકાઈ જાય ત્યાર બાદ લીલા ધાણાને પેપર નેપકીનની મદદથી કોરા કરી દેવા જોઈએ. ત્યાર બાદ લીલા ધાણાને પેપર નેપકીન પર મૂકી દેવા જોઈએ, પરંતુ આપે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, એક પેપર નેપકીન પર લીલા ધાણાનું પ્રમાણ વધારે રાખવું નહી. પેપર નેપકીન પર લીલા ધાણા મૂકી દીધા બાદ આપે તે લીલા ધાણાની ઉપર બીજું પેપર નેપકીન મૂકીને ઢાંકી દેવાના રહેશે.

image source

આપે લીલા ધાણાને પેપર નેપકીનમાં મુકતા પહેલા ધ્યાન રાખવું કે, તેમાં પાણી કે પછી ભીનાશ રહે નહી. પેપર નેપકીનમાં લીલા ધાણાને મૂકી દીધા પછી એર ટાઈટ કન્ટેઈનરમાં બંધ કરીને રાખી દેવાના રહેશે.

આપ આ ઉપાયની મદદથી લીલા ધાણાને એક થી બે અઠવાડિયા સુધી તાજા રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ