દુલ્હે રાજાને પ્રેમ કરવો પડી ગયો ભારે, દુલ્હન વગર જ જાનૈયાઓ પાછા આવવું પડયું રોતા મોંઢા ઘરે, કારણકે પ્રેમીકાએ કર્યુ કંઇક એવુ કે…

દુલે રાજાને પ્રેમ પડી ગયો ભારે અને દુલ્હન વગર જ સાસરેથી જાન પાછી લઈને આવવું પડયું.

લોકડાઉન દરમિયાન પ્રેમને લગતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં એક આવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહી પ્રેમ કરનારા પ્રેમીને પોતાના જ લગ્નમાં દુલ્હન લીધા વગર પાછું આવવું પડયું હતું. આ ઘેતના ઉત્તર પ્રદેશના સંત કબીર્નાગર જીલ્લાના દીહવા ગામની છે. અહી લગ્ન કરવા ગયેલા વરરાજાને લગ્ન મંડપમાંથી ઉઠવું પડયું હતું, કારણ કે એક યુવતી પોલીસને લઈને અચાનક જ લગ્નના માંડવે જઈ પહોચી હતી.

image source

યુવતીના પતિને ફોન કરી આડીઅવળી વાતો કરતો

અહી લગભગ ૧૨ વર્ષ પહેલા સીમા ચૌહાણ નામની યુવતીને એના પોતાના જ ગામમાં રહેતા ઈમદાદુલ્લાહ નામના યુવક સાથે પ્રેમ થયો હતો. જો કે ત્યારબાદ બંને જણા એકબીજાને મળતા રહ્યા હતા. આ સિલસિલો લાંબો સમય ચાલ્યો હતો અને આ વચ્ચે જ સીમા ચૌહાણ લગ્ન કરીને સાસરે જતો રહ્યો હતો. આમ છતાં ઈમદાદુલ્લાહે તેનો પીછો છોડયો નહી. એ લગ્ન પછી પણ સીમાના પતિને ફોન કરીને આડીઅવળી વાતો કરતો હતો, યુવકની આ હરકતોના લીધે એના લગ્ન જીવનમાં કડવાશ આવી ગઈ હતી. સીમાના લગ્ન ઈમદાદુલ્લાહના કરને તૂટી ગયા અને હવે એ સાસરે રહેવા આવી ગઈ હતી. ત્યારબાદ ઈમદાદુલ્લાહે ફરીથી સીમા ચૌહાણ સાથે સંબંધ બનાવવા પ્રયત્નો કર્યા હતા પણ સીમા ચૌહાણને સબંધ તૂટ્યાનો આઘાત લાગ્યો હતો. એણે નક્કી કરી લીધું હતું કે જો મારું ભલું થયું નથી તો મને સતાવનાર આ છોકરાનું પણ ભલું હું નહીં થવા દઉં.

image source

નવા સંબંધીઓએ પણ લગ્નનો ઈન્કાર કર્યો

જો કે આ ઘટનાના ઘણા સમય પછી ઈમદાદુલ્લાહના લગ્ન પણ નજીકના ગામ સોનહન છપિયામાં થયા હતા. સીમા ચૌહાણને જ્યારે આ વાત જાણ થઇ તો એ પણ પોલીસને લઈને સોનહન છપિયા ગામ પહોંચી ગઈ હતી જ્યાં ઈમદાદુલ્હાહના લગ્ન થવાના હતા. સીમા ચૌહાણે ત્યાં પહોંચીને પોતાની સાથે થયેલ આખી ઘટના સામેના કાંય પક્ષને કહી હતી, અને યુવકને લગ્ન મંડપમાં ખાલી હાથે જ ઉઠવું પડયું હતું. આ જાણીને ઈમદાદુલ્હાહના નવા સંબંધીઓએ તરત જ લગ્નનો ઈન્કાર કર્યો હતો. આ સાથે જ કન્યા પક્ષે લગ્નમાં થયેલા ખર્ચાને પણ ઈમદાદુલ્હાહના પરિવાર પાસેથી જ વસૂલ કરવાની વાત કહી હતી.

image source

અમારી વચ્ચે આશરે 12 વર્ષથી સંબંધ

વાતચીત દરમિયાન આ બાબતે સીમા ચૌહાણનું કહેવું એમ છે કે તે મારાથી સંતાઈને લગ્ન કરી રહ્યો છે, એટલે અમે આ લગ્ન રોકવા માટે આવ્યા છીએ. પહેલા તે અમારું ભલુ કરી દે, તો ત્યાર બાદ જ અમે તેનું ભલુ થવા દઈશું. બસ આ જ કારણે અમે અહીં લગ્ન રોકવા માટે આવ્યા છીએ. સીમાએ વધુમાં જણાવ્યું હતું કે ઈમદાદુલ્હાહ સાથે એને આશરે 12 વર્ષથી સંબંધ છે. અને એ પહેલા પણ હતો. તેમ છતાં તે લગ્ન કરવા જઈ રહ્યો છે.

image source

પૈસાના કારણે તે આમ કરી છે

આ ઘટના વિષે ઈમદાદુલ્હા કહે છે કે કેટલાક લોકોએ સીમાને ગુમરાહ કરવાની કોશિશ કરી છે. બની શકે છે કે તે પૈસાના કારણે પણ આમ કરી રહી હોય. એણે અનેક વાર મારી પાસેથી પૈસા લીધા છે. અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે અમારી વચ્ચે સંબંધ જરૂર હતો. પણ, લગભગ 4 વર્ષ પહેલા જ તેના લગ્ન થઇ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ