પિતા કે પછી…નરાધમ પિતા પોતાની સગીર પુત્રીને પીંખતો રહયો, અને દીકરી બોલી ઉઠી પપ્પા પ્લીઝ હવે રહેવા દો, અને…

દીકરી દયાની અરજ કરતી રહી અને નરાધમ પિતા પોતાની જ સગીર પુત્રીને પીંખતો રહયો !!

કહેવાય છે કે દીકરીના સૌથી મોટા હીરો એના પપ્પા હોય છે. બાપ માટે દીકરી જ એની ખુશીઓની ચાવી હોય છે. જો કે આજના યુગમાં વિકૃતિએ માણસના જીવનમાં એવું ઊંડું ઘર કર્યું છે કે સબંધો એના ઓળામાં ક્યાય સંતાઈ ચુક્યા છે. બાપ દીકરીના સબંધોને તાર તાર કરી નાખતી એક ઘટના સામે આવી છે. જ્યાં દીકરી ‘પપ્પા પ્લીઝ હવે રહેવા દો… મને ખુબ જ દુ:ખે છે’ જેવી આજીજી સાથે કણસતી રહી, રડતી રહી અને એનો શૈતાન બાપ એને પિંખતો રહ્યો. અસહ્ય દર્દથી પીડાતી દીકરીની વેદના છતાં પિતા એક જ વાત કરતો રહ્યો કે થોડીવાર એવું થશે, પછી બધું જ સારું થઈ જશે. આવા શૈતાન બાપને જેલમાં નાખી દેવાયો છે, જેણે પોતાની હવસ સંતોસવા દીકરીના અસ્તિત્વને ઓલવી નાખ્યું.

image source

આ ઘટનાના આરોપી પિતાને કોર્ટ દ્વારા ૧૪ વરહની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ભોગ બનનારને ૧.૨૫ લાખની સહાય આપવાનો ચુકાદો આપ્યો હતો. આ વર્ષ ૨૦૧૭ની ઘટના છે, જે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં બની હતી. જેમાં એક હેવાન પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજારી એને ગર્ભવતી કરી હતી. આ ઘટના બાદ આ સગીર યુવતીને ચાર માસનો ગર્ભ રહ્યો હતો અને કોર્ટ દ્વારા કાનુની મંજૂરી મેળવીને ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હતો.

image source

૨૦૧૭માં એક દિવસ બાળકીને અચાનક જ પેટનો દુખાવો થયો હતો, ત્યારે એની માતા એને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ હતી. હોસ્પીટલમાં સારવાર દરમિયાન એ વાત સામે આવી હતી કે આ બાળકી ગર્ભવતી છે. તેમજ એના ગર્ભનું આયુષ્ય ચાર માસનું છે એમ સામે આવતા એની મા ચોંકી ઉઠી હતી. આ બાબતે માતાએ જ્યારે પોતાની દીકરીને પૂછ્યું તો એણે અંતે રડતા રડતા માને આ વિશે જણાવ્યું હતું. દીકરીએ માતાને જણાવ્યું હતું કે લગભગ છેલ્લા પાંચેક વર્ષથી એના પિતા જ પોતાની સાથે આમ કરતા હતા અને આ વાત હું કોઇને પણ ન કહું એવી ધમકી પણ આપતાં હતા.

image source

આ ઘટના અંગે જ્યારે પોલીસને જાણ થઇ તો પોલીસે સગીર બાળકીના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આ કેસ ઘણા સમયથી ચાલી રહ્યો હતો જેમાં સરકાર તરફે સરકારી વકીલ રામસિંગ ચૌહાણ હાજર રહ્યાં હતા. આ ઘટનામાં ન્યાયાધીશ એસ.ડી. સુથારે પુરાવા તેમજ સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઇને આરોપીને રેપ અને પોક્સો કાયદા હેઠળ કસુરદાર ઠેરવીને 14 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

image source

સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પિતા એની એકલતાનો લાભ લઇને વારંવાર તેની સાથે આવું કામ કરતા હતા. જો કે તે ચાર મહિના સુધી માસિકમાં ન થતાં, તેણે પિતાને પેટમાં દુખતું હોવા અંગે જણાવ્યું હતું. પણ પિતાએ તુ ગોળીઓ કેમ નથી લેતી? એમ કહીને ધમકાવી હતી. જો કે તેણે મેડિકલ સ્ટોરમાંથી મંગાવી એણે ગોળીઓ પણ લીધી હતી. તેમ છતાં પેટમાં અસહ્ય દુખાવો થવાના કારણે એણે માતાને દવાખાને લઇ જવાનું કહ્યું હતું. જ્યારે માતા દિકરીને સારવાર માટે દવાખાને લઇ ગઈ હતી ત્યાં દિકરી પ્રેગનેન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવથી સંસ્કાર નગરી વડોદરામાં ભારે ચકચાર ફેલાયો હતો. દીકરી પ્રત્યે સહાનુભુતિ અને હવસખોર પિતા વિરુદ્ધ આક્રોશ પણ જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ