આ ડોક્ટર પતિ-પત્ની થઇ ગયા જોરદાર ફેમસ, જાણો શું કર્યુ તેમને…

પતિ-પત્નીએ ડોક્ટરની નોકરી છોડી ઉભો કર્યો કરોડોનો કેન્ડલ બિઝનેસ

આજે ઘણા બધા એન્જિનિયરો પોતાની ડીગ્રી મેળવ્યા બાદ પણ નોકરી નથી મેળવી શકતાં અને ત્યાર બાદ તેમણે વધારાની ડીગ્રી મેળવીને પોતાના ફિલ્ડ બહાર જોબ કરવી પડે છે. જેમ કે આજે એન્જિનિયરિંગ બાદ એમબીએ કરીને બેંકોમાં જોબ મેળવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

પણ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણા ફિલ્ડમાં જોબ મળ્યા બાદ પણ આપણે તેનાથી સંતુષ્ટ નથી હોતા. તે માનસિક અસંતુષ્ટિ હોઈ શકે છે અને વળતરની અસંતુષ્ટિ પણ હોઈ શકે છે.

image source

આજે અમે તમને તેવા જ બે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જે પોતાની ડોક્ટરની નોકરી પડતી મુકીને મીણબત્તીઓ બનાવવાનો ધંધો અપનાવીને ડબ્બલ કમાણી કરી રહ્યા છે.

ડોક્ટર જીવા અને ડોક્ટર સુજી સન્જીવન, તેમણે પોતાની ડોક્ટરની પ્રતિષ્ઠિત નોકરી છોડીને પોતાની કારકીર્દી કેન્ડલ મેકિંગમાં બનાવવાનું નક્કી કર્યું જેનું પરિણામ ખુબ જ ફળદાઈ આવ્યું છે.

image source

કારણ કે જે ડોક્ટરની જોબમાં તેઓ વર્ષે 300,000 ડોલર કમાતા હતા તેઓ આજે વર્ષે ડબ્બલ એટલે કે 600,000 લાખ ડોલરની કમાણી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતું આ દંપત્તિ છેલ્લા એક દાયકા કરતાં પણ વધારે સમયથી ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

પણ 2015ના ડીસેમ્બરમાં તેમણે છેવટે પોતાની નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો અને મીણબત્તીના ધંધામાં જંપ લાવ્યું.

image source

જીવા એક ખુબ જ અનુભવિ ડોક્ટર છે તેમણે ઓસ્ટ્રેલિયાનીવિવિધ હોસ્પિટલો જેવી કે મોનાશ, ધી રોયલ ચીલ્ડ્રન્સ હોસ્પિટલ, સેન્ટ વિન્સેન્ટ અને ધી આલફ્રેડ હોસ્પિટલમાં કામ કર્યું છે.

આ ડોક્ટર પતી-પત્ની વર્ષના ત્રણ લાખ ડોલરની કમાણી પોતાની નોકરી દ્વારા કરી લેતા હતા. પણ લાઇટ એન્ડ ગ્લોમાં નાનકડું રોકાણ કર્યા બાદ તેમની આવકમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો.

image source

કેવી રીતે થઈ કેન્ડલ મેકિંગ બિઝનેસની શરૂઆત

સુજી અને જીવા હંમેશથી કંઈક અલગ કરવા માગતા હતા. જો કે તેમને પોતાની નોકરી બાબતે કોઈ જ ફરિયાદ નહોતી તેઓ પોતપોતાની કેરિયરમાં સફળ હતા. પણ તેઓ પોતાના કામનો સમય ફ્લેક્સિબલ હોય તેવું ઇચ્છતા હતા જે એક ડોક્ટરની નોકરીમાં અશક્ય હતું.

તેના માટે વ્યવસાય એ ઉત્તમ વિકલ્પ હતો. તેઓ જણાવે છે કે લાઇટ એન્ડ ગ્લો દ્વારા તેમને પોતાની નવી કારકીર્દી ઘડવાનો મોકો મળ્યો. તેઓ પોતાના સ્વપ્નાને જાતે જ ઘડવા માગતા હતા અને તેઓ તેવી કેરિયરથી ઘેરાયેલા રહેવા નોહતા માગતા જે જરા પણ ફ્લેક્સિબલ ન હોઈને ચુસ્ત હોય.

તેમને ત્રણ બાળકો છે માટે તેમને હંમેશા સમયની ખેંચ રહેતી હતી તેમણે છેવટે નક્કી કર્યું કે તેઓ હવે પોતાના બાળકોને વધારે સમય આપશે. પણ બન્ને કંઈક અલગ કરવા માગતા હતા. પણ તેઓ જે કરવા માગતા હતા તેમાં પણ બધાથી હટકે કરવામાં માગતા હતા.

image source

તેમણે નક્કી કરી લીધું કે તેઓ મીણબત્તીનો ધંધો કરશે. પણ હવે તેઓ તેમાં પણ કંઈક અલગ કરવા માગતા હતા.

માટે તેમણે પોતાની મીણબત્તીને સામાન્ય મીણબત્તીઓથી અલગ બનાવવાનું નક્કી કર્યું તેમણે તેના માટે ઉત્તર અમેરિકામાંથી ખાસ લાકડાની દીવેટ મંગાવી જેમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે.

Related image
image source

તેમણે તેને પોતાની કેન્ડલમાં નાખી. આ ખાસ પ્રયોગથી તેમની કેન્ડલ્સમાં એક ખાસ પ્રકારની સુગંધ આવે છે જે તેમને બજારમાં મળતી સામાન્ય મીણબત્તીઓથી અલગ તારવે છે.

મીણબત્તીઓનું મોટાભાગનું વેચાણ વેબસાઇટ દ્વારા જ કરવામાં આવે છે

આ પતિ-પત્ની પોતાનો મોટા ભાગનો બિઝનેસ વેબસાઇટ દ્વરા જ કરે છે. હાલ તેઓ યોગા ઇન્સ્પાયર્ડ કેન્ડલ્સ વેચે છે જેની કીંમત 28 ડોલર છે. આ સાથે તેઓ એરોમેટિક થેરાપી રૂમ સ્પ્રે પણ વેચે છે જેની કીંમત 19.95 અમેરિકન ડોલર છે આ સિવાય તેઓ ઓર્ગેનિક હેન્ડવોશ અને બોડીવોશ પણ વેચે છે.

image source

વેબસાઇટ ઉપરાંત તેઓ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના હોપર્સ ક્રોસિંગ આગળ સ્ટોર પણ ધરાવે છે અને પોતાનો ઘણો બધો સમય તેઓ આ સ્ટોર તેમજ તેમના વેરહાઉસમાં પસાર કરે છે. તેઓ પોતાના બિઝનેસને વધારવા માટે પોતાના કસ્ટમર પર ખુબ ધ્યાન આપે છે તેમજ ઘણી બધી મીટીંગો પણ કરી રહ્યા છે.

તેમના આ વ્યવસાય માટે તેમને કેટલાક અવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. તેમને ઓપ્ટસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ઓફધી યર, હેન્ડમેડ બિઝનેસ અવોર્ડ અને યંગ બિઝનેસ પર્સનના અવોર્ડ પણ મળી ચુક્યા છે.

image source

એવું નથી કે તેમના હાથમાં કોઈ જાદૂની છડી આવી ગઈ અને બિઝનેસ કરતાં જ ચાલી પડ્યો પણ તેમણે પણ અન્ય વ્યવસાયુઓની જેમ ઘણી બધી અડચણોનો સામનો કર્યો છે. ખાસ કરીને શરૂઆતના 4 વર્ષ દરમિયાન.

પણ તેઓ આજે પોતાના દેખાવ અને બિઝનેસને મળતાં રિસ્પોન્સથી ખુબ જ ખુશ છે. અને ઓછા સમયમાં પોતાના પહેલાંના વ્યવસાય કરતાં વધારે કમાણી કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ