અનેક બીમારીઓનુ ભોગ ના બનવુ હોય તો જાણી લો કયુ મીઠુ તમારી હેલ્થને આવશે અનુકુળ

ભૂલથી તમે કોઈ ખોટા પ્રકારનું મીઠું તો નથી વાપરતાને? જાણી લો કયું મીઠું તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે…

જો તમારી તબીયત અવારનવાર નાદુરસ્ત રહેતી હોય ત્યારે તમને તેની પાછળનું કોઈ ખાસ કારણ જાણવા ન મળે તે સમયે એવું પણ બનતું હોય છે કે તમારા ખોરાકમાં તમે કોઈ એવો ફેરફાર કરી લો જે તમારા સ્વાસ્થ માટે લાભદાયી રહે.

એ સમયે વિચારી લેશો કે શું તમે તમારા ભોજનમાં ક્યાંક ખોટું મીઠું તો નથી ખાતા, તો જાણો કે તમારા સ્વાસ્થ્ય માટે કયું મીઠું યોગ્ય છે…

સારા સ્વાસ્થ્ય માટે છે, યોગ્ય પ્રકારનું મીઠું ભોજનમાં લેવું જરૂરી…

image source

મીઠું એ આપણાં ભોજનનો અને ખોરાકનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આના વિના આપણે કોઈ પણ ખાદ્યપદાર્થોમાં સ્વાદ વિશે વિચારી પણ ન શકીએ.

પરંતુ તમે કદાચ એ નહીં જાણતાં હોવ કે મીઠું માત્ર એક, બે કે ત્રણ પ્રકારનું જ નહીં પરંતુ પાંચ પ્રકારનું હોય છે અને દરેક પ્રકારનાં મીઠાંનો સ્વાદ તો અલગ જ હોય છે પણ તે દરેકના ગુણધર્મો પણ જુદા હોય છે તેમને તેને ખાવાથી પણ જુદા જુદા ફાયદા થાય છે.

તો ચાલો જાણીએ કે મીઠાના ઘણી બધી રીતે ફાયદો થાય છે.

image source

આવો, જાણીએ મીઠાના કયા કયા પ્રકાર છે અને શેનાથી કેવા ફાયદા થાય છે…

ટેબલ સોલ્ટ

image source

ટેબલ સોલ્ટ એ દરેક ઘરના ઉપયોગમાં લેવાતું મીઠું છે. આ મીઠામાંથી બધી અશુદ્ધિઓ અને બિન-આવશ્યક ખનિજોને દૂર કરીને તેને ભોજનમાં ઉમેરવા માટે ખાસ પ્રક્રિયાઓ કરીને શુદ્ધ કરવામાં આવે છે.

તેના ઉપર થયેલ પ્રક્રિયાઓએને કારણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. આ મીઠું ખાવાથી ખાસ કોઈ ફાયદો થતો નથી. પરંતુ તે બધીજ અશુદ્ધીઓ રહિતનું હોવાથી આરોગ્ય માટે સારું છે એમ જરૂર કહી શકાય.

આયોડિન મીઠું

image source

સામાન્ય મીઠામાં પ્રક્રિયા કરીને આયોડિનનું પ્રમાણ વધારીને, આયોડિન મીઠું અલગથી બનાવવામાં આવે છે. આ મીઠું ખાવાથી શરીરમાં થાઇરોઇડ અને આયોડિનની ઉણપ દૂર થાય છે. જેમને આ તકલીફ હોય અને એનિમિયા હોય તેમણે આ પ્રકારનું મીઠું ખાવું સલાહ ભર્યું છે.

કાલા નમક…

image source

આને સંચળ પણ કહે છે તેના કડક અને કાળા રંગના ચમકીલા પત્થર હોય છે. આ કણોને દળીને તેનો બારીક પાઉડર બનાવવામાં આવે છે. આ મીઠાનો ઉપયોગ દહીં અથવા રાયતામાં કે અનેક વાનગીઓમાં લગભગ દરેક ચાટમાં ઉમેરીને બધાંના ઘરમાં નાખવામાં આવે છે.

આમાં ચકીલા લાલાશ પડતા આછા ગુલાબી રંગ ઘણા ખનિજો અને ઔષધીય ગુણથી ભરપૂર છે. તેનો સ્વાદ એકદમ ચટપટો અને અન્ય નમક કરતાં અલગ સુગંધ હોવાને કારણે, આ મીઠું અન્ય તમામ ક્ષારયુક્ત મીઠાથી અલગ છે.

સિંધવ મીઠું કે સેંધા નમક…

image source

વ્રતમાં અને ફરાળી વસ્તુઓમાં નાખીને ખાવામાં આવતું મીઠું ખરેખર તો ગુણોની ખાણ છે. ખડકોમાં મળતું ખનીજ પ્રકારનું મીઠું સ્વાદમાં તો ટેબલ સોલ્ટથી ઘણી હદે અલગ લાગતું હોય છે.

આ મીઠું ખાવાથી મેટાબોલિક સિસ્ટમમાં સુધારો થાય છે, વજન ઓછું થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને નિંદ્રાની સમસ્યામાં રાહત થાય છે.

image source

જેઓ ડાયેટ કરે છે તેમણે તેમના ભોજનમાં આ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે થોડું હળવું મીઠું હોય છે. જે કરિયાણાની શોપમાં સરળતાથી મળી રહે છે.

સમુદ્ર મીઠું

image source

દરિયાઈ મીઠું કે સી સોલ્ટ તરીકે તેને ઓળખાય છે. તે દરિયાની ખારાશમાં ભળેલ મીઠું બાષ્પીભવન થઈને દરિયાના અગરમાં બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ સામાન્ય મીઠા જેટલું ખારાશવાળું નથી હોતું.

તેના ઉપયોગને પેટનું ફૂલવું, શરીરમાં સોજો, ગેસ અથવા કબજિયાત થવા જેવી તકલીફમાં દવા તરીકે લેવાની સલાહ આપવામાં આવે છે. આ મીઠાનો ઉપયોગ પાવડર કરીને અથવા આયુર્વેદિક દવાઓમાં ભેળવીને વાપરવામાં આવે છે.

image source

સામાન્ય રીતે તેને પેટના રોગ સાથે સંકળવામાં આવે છે. જેમને ચાલવામાં પગનો દુખાવો થતો હોય કે પગમાં સોજા ચડ્યા હોય ત્યારે ગરમ પાણીમાં ભેળવીને પગ બોળીને બેસવાથી ખૂબ જ રાહત મળે છે.

bઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ