“બોલિવૂડ જગતમાં આ મોટી બહેનો રહી છે સુપર હીટ, પણ તેમની નાની બહેન રહી છે સાવ ફ્લોપ “

શિલ્પા,મલાઈકા સહિત આ મોટી બહેનો રહી હીટ પણ નાની બહેનો થઈ ફ્લોપ

બોલિવૂડમાં અનેક જોડી એવી છે જે સુપરહીટ રહી છે. આ જોડી સામાન્ય રીતે હીરો હીરોઈનની હોય છે પરંતુ આજે અહીં આપણે વાત કરીએ છીએ નાની અને મોટી બહેનોની જોડીની.

બોલિવૂડમાં બહેનોની જોડીઓએ કમાલ કરી છે. અભિનયની દુનિયામાં આ બહેનોમાંથી એક બહેન સુપરહીટ રહી છે તો તેની જ નાની બહેન બહેન ફ્લોપ સાબિત થઈ છે.

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી

image source

બહેનોની જોડીની વાત કરીએ તો સૌથી પહેલા નામ આવે શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીનું. શિલ્પા શેટ્ટી આજે પણ બોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મો સાથે તે ટેલિવૂડમાં પણ પોતાનું નામ કરી રહી છે.

પરંતુ શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટીની કાર્ર્કિદી બોલિવૂડમાં સારી રહી નથી. શમિતાએ ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ તો સુપરહિટ સાબિત થઈ પરંતુ ત્યારબાદ શમિતાના હાથમાં અન્ય કોઈ એવી ફિલ્મ આવી નહીં જેનાથી તે પણ મોટી બહેન શિલ્પા શેટ્ટીની જેમ હીટ સાબિત થઈ શકે.

કાજોલ અને તનિશા

image source

કાજોલએ પોતાના અલગ અલગ કેરેક્ટરથી લોકોના દિલ જીત્યા છે. કાજોલ આજે પણ બોલિવૂડમાં ફિલ્મો કરી રહી છે. તે બોલિવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

પરંતુ તેની નાની બહેન તનિશા મુખર્જી બોલિવૂડમાં નીલ એન્ડ નિક્કીથી આગમન તો કર્યું. તનિશાની પહેલી ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારબાદથી તનિશાને કોઈ હીટ ફિલ્મ મળી નથી.

મલાઈકા અને અમૃતા

image source

મલાઈકા અરોરા છેલ્લા કેટલાય વર્ષોથી ફિલ્મોથી તો દૂર છે પરંતુ તે રિયાલિટી શોમાં ધૂમ મચાવી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને લાખો ફોલોવર્સ તેને ફોલો કરે છે.

મલાઈકા બોલિવૂડમાં સુપરહીટ રહી છે પરંતુ અમૃતા અરોરા પોતાના દમ પર એક પણ હીટ આપી શકી નથી. જો કે તેણે થોડા જ સમયમાં ફિલ્મોને અલવિદા પણ કહી દીધું હતું.

ડિંપલ અને સિંપલ

image source

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓની યાદીમાં ડિંપલ કાપડિયાનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ બોબીથી બોલિવૂડમાં રાતોરાત છવાઈ ગયેલી ડિમ્પલ કાપડિયાએ લોકોના દિલ પર વર્ષો સુધી રાજ કર્યું હતું.

ડિમ્પલ કાપડિયા છેલ્લા કેટલાક વર્ષોમાં પણ ફિલ્મોમાં દમદાર પાત્ર ભજવતી જોવા મળી છે. જો કે ડિંપલ સાથે તેની બહેન સિંપલ પણ બોલિવૂડમાં પ્રવેશ કરી ચુકી હતી પરંતુ સિંપલ પણ તેની પહેલી ફિલ્મથી જ કોઈ કમાલ કરી શકી નથી. ત્યારબાદ તેની કારર્કિદીમાં યાદગાર કહેવાય તેવી કોઈ ફિલ્મ આવી નહી.

ટ્વિંકલ અને રિંકી

image source

બોલિવૂડની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના હાલ તો બોલિવૂડથી દૂર છે પરંતુ તે એક લેખિકા તરીકે એક્ટિવ છે. ટ્વિંકલએ બોલિવૂડને પોતાની મરજીથી જ અલવિદા કહી દીધું હતું.

જો કે તેણે જે ફિલ્મોમાં કામ કર્યું તેને લોકોએ પસંદ પણ કરી હતી. જ્યારે તેની જ નાની બહેન રિંકી ખન્નાનું કામ બોલિવૂડમાં સરાહનીય રહ્યું નથી. રિંકી ખન્નાએ ગોવિંદા સાથે એક ફિલ્મ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ