58 વર્ષીય દેવેન્દ્રભાઈએ ભરતસિંહ સોલંકીનો તોડ્યો રેકોર્ડ, 113 દિવસ કોરોના સામે લડાઇ કરીને જીતી ગયા જંગ

હાલમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે સામે આવી રહ્યા છે. ગઈ કાલે જ ભારત વિશ્વના બીજા નંબરે આવી ગયું અને કોરોનાના એક કરોડ ઉપર કેસ આવી ચૂક્યા છે. ત્યારે હવે તો કોરોનાની રસીની વાતો પણ થવા લાગી છે અને લોકો સાજા પણ થવા લાગ્યા છે. પરંતુ એક વાત જોવા જેવી છે કે કોરોના થાય એ લોકોમાંથી કોઈને રિકવર થતાં 5 દિવસ જ થાય તો કોઈને રિકવર થવામાં મહિનાઓ પણ લાગી જતાં હોય છે. ત્યારે આવો જ એક કેસ સામે આવ્યો છે કે જેને કોરોનાને મ્હાત આપવામાં 113 દિવસ લાગ્યા હતા. ધોળકા ખાતે 26 ઓગસ્ટના રોજ દેવેન્દ્રભાઈ પરમારનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો. ત્યારબાદ 28 ઓગસ્ટના રોજ ઘોળકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા RT-PCR ટેસ્ટ કરાવતા તે પણ પોઝીટીવ આવતા રીપોર્ટની ખરાઇ થઇ. જેથી તેઓને સારવાર અર્થે અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેમાં તેઓને NRBM(નોન રી બ્રીધીંગ માસ્ક) પર ઓક્સિજનના સપોર્ટ સાથે રાખવામાં આવ્યા હતા. જે સમયે CRP(c-Reactive protine), ડી.ડાઇમર જેવા કોવિડ પ્રોફાઇલ સામાન્ય ન જણાઇ આવતા કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી.

image source

આ સમયે તેનામાં કેવા કેવા લક્ષણો હતા એના વિશે જો વાત કરવામાં આવે તો આ દરમિયાન HRCT ટેસ્ટ કરાવવામાં આવતા તેમણા ફેંફસામાં પણ કોરોનાની અસર થયેલી જાણવા મળી તેમનો CS(કોરેડ સ્કોર) 17/25 આવ્યો જે અતિગંભીર માનવામાં આવે છે. જેથી દર્દીના શરીરમાં ઓક્સિજન સ્તરનું સંતુલન જળવાઇ રહે તે માટે તેમને HFNC (હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) પર રાખવામાં આવ્યા. પરંતુ ઓક્સિજન પ્રમાણનું સંતુલન ન જળવાતા દર્દીને 3 સેપ્ટેમ્બરના રોજ બાય-પેપ પર રાખવામાં આવ્યા.

image source

ત્યારબાદ મળતી વિગતે વાત કરીએ તો સતત 20 દિવસ સુધી બાય-પેપ માસ્ક પર રહ્યા બાદ ઓક્સિજનનુ પ્રમાણ જળવાઇ રહેતા ફરી વખત HFNC (હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) ત્યારબાદ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા. ત્યારબાદ RT-PCR ટેસ્ટ ફરી વખત કરાવવામાં આવતા તે ફરી વખત પોઝીટીવ આવ્યો.7 દિવસ બાદ દર્દીમાં હાઇપોક્સીયા(લોહીમાં ઓક્સિજનનું પહોંચતુ ઓછુ થવુ) બનતા તેને ફરી વખત બાયપેપ પર રાખવામાં આવ્યા. થોડા સમયબાદ સામાન્ય બનતા તેને HFNC(હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) ત્યારબાદ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા. પછી વાત છે ત્રીજી ઓક્ટોબરની કે ત્રીજી ઓક્ટોમ્બરના રોજ દેવેન્દ્રભાઇને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ તેમજ છાતીના ડાબી બાજુમાં દુખાવો વધતા એકસ-રે કરાવવામાં આવ્યો.

આ રિપોર્ટમાં પણ લક્ષણો જોવા મળ્યા. એમાં જોવા મળ્યું કે ન્યુમોથોરેક્ષ (છાતીના ભાગમાં હવા ભરાઇ જવુ) હોવાનું જણાઇ આવ્યુ. જેથી ICD (છાતીના ભાગમાં ભરાયેલ હવા કાઢવી)ઇન્ટરકોસ્ટલ બગાડ નિકાળવા ટ્યુબ નાખવામાં આવી જે છેક 16 નવેમ્બરના રોજ દૂર કરવામાં આવી. 20 નવેમ્બરના રોજ દર્દીની સ્થિતિમાં સુધાર જણાઇ આવતા તેને આર.આઇ.સી.યુ. માં ખસેડવામાં આવ્યુ જેમાં તેને 15 લીટરના એન.આર.બી.એમ. પર રાખલવામાં આવ્યા. હાલ દર્દી જ્યારે રજા લઇને ઘરે જઇ રહ્યા છે ત્યારે 2 લીટર ઓક્સિજનની જરૂરિયાત પર જાય છે જેને સામાન્ય ગણી શકાય. આ સમગ્ર સારવાર દરમિયાન દેવેન્દ્રભાઇની સ્વાસ્થય સારવારમાં ઉપયોગી તેવી તમામ એન્ટીબાયોટીક દવાઓ, ઇનેજકશન આપવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક એવા રેમડેસીવીર, ટોસિલિઝુમેબ જેવા અત્યંત મોંધા ઇન્જેકશનની સારવાર પણ દેવેન્દ્રભાઇ પરમારને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને જેના કારણે તેઓને ભલે 113 દિવસ બાદ પણ સાજા થઈ ગયા છે અને હવે તે શાંતિથી ઘરે પોતાનું જીવન માણી રહ્યા છે.

image source

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે જે એક સારી વાત છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1075 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,33,263એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4220એ પહોંચ્યો છે. જ્યારે 1155 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.89 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,757 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

એ જ રીતે જો જીલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 221, સુરત કોર્પોરેશન 139, વડોદરા કોર્પોરેશન 108, રાજકોટ કોર્પોરેશન 86, વડોદરા 41, રાજકોટ 36, સુરત 34, મહેસાણા 33, સાબરકાંઠા 33, ગાંધીનગર 28, કચ્છ 25, પંચમહાલ 25, બનાસકાંઠા 23, દાહોદ 23, ગાંધીનગર કોર્પોરેશન 17, ખેડા 17, સુરેન્દ્રનગર 17, અમરેલી 14, જામનગર કોર્પોરેશન 14, ભાવનગર કોર્પોરેશન 13, ભરૂચ 12, નર્મદા 12, અમદાવાદ 11, જુનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, મહીસાગર 9, મોરબી 9, જુનાગઢ 8, જામનગર 7, પાટણ 7, અરવલ્લી 6, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, ગીર સોમનાથ 6, ભાવનગર 4, નવસારી 2, છોટા ઉદેપુર 1, પોરબાંદર 1, ડાંગ કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ