“દીકરી વ્હાલનો દરિયો” માતાએ આપ્યો જોડીયા બાળકોને આપ્યો જન્મ, તો પરિવારના લોકોએ વધાવી વાજતે-ગાજતે

“દીકરી વહાલનો દરિયો” આ વાક્યને શબ્દસઃ સાબિત કર્યું કડીના પાટીદાર પિરવારે – જુઓ ભાવવિભોર કરી નાખતી તસ્વીરો

આજે સરકાર દ્વારા કે પછી સમાજ સેવી સંસ્થાઓ દ્વારા ભલે દીકરીઓ કે મહિલાઓ માટે ઘણા બધા અભિયાનો ચલાવવામાં આવતા હોય પણ તેમ છતાં લોકોની માનસિકતમાં જેટલું પરિવર્તન આવવું જોઈએ તેવું નથી આવ્યું કદાચ તેમ થતાં હજુ ઘણા વર્ષોની રાહ જોવી પડશે.

image source

પણ સમાજમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જે દાખલારૂપ હોય છે. તાજેતરમાં કડીના પાટીદાર પરિવારે પણ સમાજને એવું જ એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. અહીં બાળકીના જન્મને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો છે અને જ્યારે બે બાળકી એક સાથે અવતરે ત્યારે તો આ ઉત્સવ જાણે બમણો થઈ ગયો હોય તેવું આ દ્રશ્યો જોતાં ભાસી રહ્યું છે.

image source

કડીમાં આવેલા એસવી રોડ પર આવેલી ગોપાલ પાર્ક નામની સોસાયટીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ એવા દિનેશભાઈ ભીખાભાઈ પટેલના દીકરા અંકિતભાઈના ઘરે બે જોડિયા બાળકીઓનો જન્મ થયો છે એટલે એમ કહો કે બેવડી લક્ષ્મી અવતરી છે. જેને લઈને પરિવારના સભ્યોમાં ભારેત ઉત્સાહ જોવા મળ્યો છે.

image source

માતાને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ સમગ્ર સોસાયટીના સભ્યોએ બન્ને બાળકી તેમજ તેમને જન્મ આપનાર પુત્રવધુ માટે આખીએ સોસાયટીમાં લાલજાજમ પાથી તેમનું ઢોલ-નગારા અને ફોલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

image source

જે આપણી આસપાસ બાળકીને જન્મ આપ્યા બાદ તેને કૂદરતના હવાલે કોઈ કચરા પેટીમાં તો કોઈ વગડામાં તરછોડી નાખવાની ઘટના સાંભળવા જોવા મળે છે. અને તેવા સમયે કડીમાં રહેતાં આ પાટીદારોએ જોડિયા દીકરીઓના જન્મને જે રીતે વધાવ્યા છે તે ખરેખર બાકીના સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.

image source

દિનેશભાઈનો જોડીયા દીકરીઓના લાલજાજમ પાથરીને સ્વાગત કરવા પાછનો ઉદ્દેશ જ એ છે કે લોકો પણ તેમાંથી શીખે અને દીકરીઓને પણ દીકરા જેવી જ ગણે. દિનેશભાઈ 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ છે અને સમાજમાં તેમનું અત્યંત માન છે. દિનેશભાઈ દ્વારા તેમની પૌત્રીઓનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું છે તેની તસ્વીરો જોઈ તમે પણ ભાવવિભોર બની જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ