જાણો ભારતની પ્રથમ કોરોના વાયરસ પેશન્ટના શબ્દોમાં કે તેણીએ કેવી રીતે જીવલેણ વાયરસથી છૂટકારો મેળવ્યો

જાણો ભારતની પ્રથમ કોરોના વાયરસ પેશન્ટના શબ્દોમાં કે તેણીએ કેવી રીતે જીવલેણ વાયરસથી છૂટકારો મેળવ્યો

આ વર્ષની શરૂઆતથી જ ચીનમાં જીવલેણ કોરોના વાયરસ ફેલાયો છે જે ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં ભારતમાં લગભગ 40 કેસ કન્ફર્મ થઈ ચુક્યા છે. અને ચીનમાં એક લાખ કરતાં પણ વધારે લોકો વાયરસ ગ્રસ્ત થયા છે. અને સમગ્ર વિશ્વમાં આ વાયરસથી 3100 કરતાં પણ વધારે લોકોએ પોતાનો જીવ ગોમાવ્યો છે.

image source

ભારતમાં સૌ પ્રથમ કેસ કેરાલા ખાતે નોંધાયો હતો. આ દર્દી ચીનના વુહાન કે જેને કોરોના વાયરસનું એપિસેન્ટર કહેવાય છે ત્યાં મેડિકલનો અભ્યાસ કરતી હતી તેણી મુળે કેરાલાની રહેવાસી હતી. અને તેણીમાં કોરોના વાયરસ જોવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેણીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરીને તેની સઘન સારવાર કરવામાં આવી હતી અને છેવટે તેણી વાયરસ મુક્ત થઈ ગયા બાદ તેણીને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી.

image source

કેરાલાના થ્રીસુર વિસ્તારમાં રહેતી મેડિકલની સ્ટુડન્ટે તાજેતરમાં એક ન્યુઝ વેબસાઇટ પર પોતાના કોરોના વાયરસ પ્રત્યેના અનુભવો લોકો સમક્ષ શેર કર્યા છે કે તેણી આ જીવલેણ વાયરસમાંથી કેવી રીતે બચી શકી. તેણે હોસ્પિટલ દરમિયાનના સમયથી માંડીને પોતાને રજા મળી ત્યાં સુધીનું બધું જ વર્ણન આ વિડિયોમાં કર્યું છે.

યુવતિએ ઝણાવ્યું હતું કે તેમીને 31મી જાન્યુઆરીના રોજ સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી હેતી. જ્યાં તેણીની મુલાકાત રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ પણ લીધી હતી અને તેણી જલદી સાજી થઈ જશે તેવું તેમની પાસેથી તેણીને ધરપત આપી હતી.

image source

આ યુવતિ જાન્યુઆરી મહિનામાં પોતાના અભ્યાસમાંથી બ્રેક લઈને વુહાનથી ભારત આવી હતી અને તેની સાથે બીજી બે સ્ટુડન્ટ્સ પણ આવી હતી જેઓ પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવી હતી. પોતાના અનુભવો વિષે જણાવે છે કે પોતાની સારવાર દરમિયાન તેણીએ પોતાનો મેડિકલના અભ્યાસનો એક પણ લેક્ચર મિસ નથી કર્યો કારણ કે

ચીનથી શિક્ષકો ઓનલાઈન લેક્ચર્સ આપી રહ્યા હતા. તેણીને જે હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી ત્યાં વાઈ-ફાઈ કનેક્શનની સુવિધા હતી આ ઉપરાંત પણ તેણીને કેટલીક બીજી સગવડો પુરી પાડવામાં આવી હતી. તેના ખાવા પર પણ હોસ્પિટલ દ્વારા કોઈ જ પ્રતિબંધ નહોતો મુકવામાં આવ્યો તે જે પણ ખાવા ઇચ્છતી તે તેને આપવામાં આવતું. અને તેના કારણે તેણે ઘણી બધી બિરિયાની ખાધી હતી.

image source

તેણીને જ્યારે એ પુછવામાં આવ્યું કે તેણીને જ્યારે કોરોના વાયરસ થયો હોવાની જાણ થઈ ત્યારે તેણીની શું પ્રતિક્રિયા હતી ? તેના જવાબમાં તેણીએ જણાવયું, ‘મારો ટેસ્ટ લેવાયા બાદ તેનું પરિણામ આવતા સામાન્ય કરતાં વધારે વાર થઈ હતી જેના કારણે મને શંકા ગઈ હતી અને સમાચારમાં પણ જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ આ વાયરસથી ઇનફેક્ટ થઈ છે. ત્યારે મારા માતાપિતા પણ બાજુના રૂમમાં જ હતાં પણ હું તેમને કંઈ જ ન કહી શકી. પણ કેટલાક ડોક્ટર્સ મારી પાસે આવ્યા અને મારા મનને મજબુત રાખવાની મને સલાહ આપવા લાગ્યા, અને ત્યારે મને ખાતરી થઈ ગઈ કે તે પેશન્ટ બીજું કોઈ નહીં પણ હું છું. મેં ડોક્ટરને પુછ્યું કે શું તે પોઝિટિવ ટેસ્ટ મારો છે ? ત્યારે તેમણે કહ્યું હતું કે બધું નોર્મલ છે અને હું ભયભીત છું કે નહીં તે પણ મને પુછ્યું હતું, મેં નામાં જવાબ આપ્યો હતો. ત્યાર બાદ ચાર ડોક્ટર આવ્યા અને મને જણાવ્યું કે મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.’

ત્યાર બાદ તેણીને વાયરસના કારણે જે મોટો ભયનો માહોલ ફેલાયેલો હતો તેના કારણે એવું લાગતું હતું કે હવે પછીના દિવસો તેના માટે ખૂબ મુશ્કેલ રહેશે પણ ડોક્ટર્સે તેને તેવું જરા પણ ફીલ ન થવા દીધું. તેમણે તેની ખૂબ મદદ કરી. કોરોના વયારસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેણી સતત 25 દિવસ સુધી હોસ્પિટલમાં જ રહી અને તેણીએ પોતાના મનને શાંત રાખવા તેમજ પોતાનું ધ્યાન વાયરસથી બીજે ફેરવવા ઘણી બધી કોરિયન ફિલ્મો જોઈ નાખી.

image source

પણ હવે તેણી સંપૂર્ણ રીતે રીકવર થઈ ગઈ છે અને તેણીને રજા પણ આપી દેવામાં આવી છે. અને પોતાને સારવાર દરમિયાન સાથ આપવા બદલ અને સંભાળ રાખવા બદલ તેણે હોસ્પિટલના ડોક્ટર્સ તેમજ નર્સોનો આભાર માન્યો છે. તેણી ઇચ્છે છે કે પોતાનો મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરીને તે પાછી કેરલા આવશે અને અહીં જ પ્રેક્ટિરસ કરશે.

ભારતના પ્રથમ ત્રણ કેસ કેરાલા ખાતે જ નોંધાયા હતા અને તે ત્રણે પેશન્ટ મૂળે વુહાનમાં રહીને આવ્યા હતા. પણ ભારત માટે ખુશીની વાત એ છે કે આ ત્રણે પેશન્ટને સાજા કરી દેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ