રોચક છે સાળંગપુરના કષ્ટભંજન દેવની સ્થાપનાની કથા, એક પછી એક આવા થયા હતા ચમત્કાર

રોચક છે સાળંગપુરના કષ્ટભંજન દેવની સ્થાપનાની કથા, એક પછી એક આવા થયા હતા ચમત્કાર

કળયુગમાં સાક્ષાત અને હાજરાહજુર દેવ એવા હનુમાનજીનું વિશ્વ વિખ્યાત મંદિર ગુજરાતના સાળંગપુર ખાતે આવેલું છે. બોટાદ જીલ્લામાં આવેલું સાળંગપુર ધામમાં લોકો મનમાં અને જીવનમાં સમસ્યાઓ સાથે આવે છે અને જ્યારે તે પાછા જાય છે ત્યારે હસતા મોઢે રડતા-રડતા પોતાના દુઃખો લઈ ને આવે છે અને હસતા-હસતા પાછા ફરે છે. ભક્તો માને છે કે આ મંદિરમાં ભગવાન બજરંગબલી સાક્ષાત બિરાજમાન છે.

image source

આ અદ્દભુત મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામીનારાયણના અનુયાયી શ્રી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એક સમયની વાત છે જ્યારે ગોપાલાનંદ સ્વામી બોટાદ પધાર્યા હતા. તેમના દર્શન કરવા સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યા હતા. તેમણે સ્વામીજી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી. તેમણે સ્વામીજીને જણાવ્યું કે ચાર વર્ષથી દુષ્કાળના કારણે તેમની આર્થિક સ્થિતિ સારી નથી. આ વાત સાંભળી સ્વામીજી કહ્યું કે તેઓ જીવનના દરેક કષ્ટને દૂર કરતાં કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના સાળંગપુરમાં કરે.

image source

ત્યારબાદ સ્વામીજીએ પોતાના હાથે જ હનુમાનજી મહારાજનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર ને કહ્યું કે ચિત્ર જેવીજ એક ખુબ જ સુંદર પ્રતિમા તૈયાર કરે. કષ્ટભંજન દેવની પ્રતિમા સાથે મંદિરનું બાંધકામ પણ શરુ કરવામાં આવ્યું. ત્યારબાદ આસો-વદ પાંચમના દિવસે વિધિવત રીતે મંદિરમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરવામાં આવી.

image source

આ મૂર્તિની પ્રતિષ્ઠા કરતી વખતે સ્વામીજીએ જ્યારે ભગવાનનું આહ્વાન કર્યું તો મંદિરમાં રહેલી મૂર્તિ ધ્રુજવા લાગી. ધ્રુજતી મૂર્તિ સામે જોઈ સ્વામીજીએ પ્રાર્થના કરી કે, “અહીં જે પણ ભક્ત તેના દુઃખ લઈ અને આવે તેનું દુઃખ તમે દુર કરજો.” માન્યતા છે કે આ મૂર્તિની સ્થાપના સમય તેમાં સાક્ષાત હનુમાનજી પ્રગટ થયા હતા. આ સાથે જ સ્વામીજીએ પોતાની છડી અહીં આપી અને આશીર્વાદ આપ્યા કે જ્યારે કોઈ અદ્રશ્ય શક્તિથી પીડાતું હશે તો તેને આ છડીનો સ્પર્શ મળશે તો તેને તેમાંથી મુક્તિ મળશે. આ મંદિરમાં ભૂત તેમજ નકારાત્મક શક્તિઓને દુર કરવા માટે સમગ્ર વિશ્વમાંથી ભક્તો અહીં આવે છે. મંદિરમાં કોઈપણ પ્રકારના ભૂતની છાંયા દૂર કરવાની વિધિ કરવામાં આવે છે.

image source

આ મંદિરની ખાસ વાત એ પણ છે કે સ્વયં ભગવાન શ્રી સ્વામીનારાયણએ પણ અહીં લાંબો સમય પસાર કર્યો હતો. અહીં ભગવાન શ્રી સ્વામીનારાયણનું મંદિર પણ આવેલું છે. ભગવાન જે વસ્તુઓનો ઉપયોગ કરતાં તે વસ્તુઓને ભક્તોના દર્શન માટે રાખવામાં આવી છે.

image source

આ મંદિરના પ્રાંગણમા એક ભોજનાલય છે. અહીં આવતા ભક્તોને સવારના નાસ્તાથી લઈ બંને સમય ભોજનનો પ્રસાદ આપવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં એક કુંડ પણ આવેલો છે. માન્યતા છે કે અહીં દર્શન માટે અને નકારાત્મક શક્તિથી પીડિત વ્યક્તિ અહીં સ્નાન કરે તો તેની પીડા દૂર થઈ જાય છે. અહીં માત્ર શનિવાર કે હનુમાન જયંતિ પર જ નહીં પરંતુ રોજના દર્શનમાં પણ ભારે ભીડ હોય છે. ભક્તો અહીં સંધ્યા આરતીના દર્શન ખાસ કરે છે. માન્યતા છે કે અહીં મનમાં પણ સમસ્યા સાથે કોઈ દર્શન કરવા આવે છે તો તે પાછા જાય છે ત્યારે તેની સમસ્યા દૂર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ